Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૧૦૬ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય લેકે મને પૂજે છે. ત્યારે આ છોકરી બેલી કે દેવ આવા હેતા હશે ? આ તે શોભાવેલે પથરે છે પથરે. એમ કહી મેટું વાંકું કરીને નીકળી ગઈ તેથી મેં તેને નિગ્રહ કર્યો છે.
- પ્રિયંકરે કહ્યું-આપને માટે આ ઉચિત નથી. શું રાજમાર્ગમાં જતા હાથીને કૂતરો ભસે તે તે કૂતરા સાથે કજીયો કરવો તે હાથીને ઉચિત લાગે ? સિંહની સામે શિયાળ આવીને જેમ તેમ લારી નાખે તે પણ સિંહ કેપ નથી કરતા. કેપ તે સરખે સરખા ઉપર હોય. ગજેન્દ્રના મસ્તક ઉપર કાગડો વિષ્ટા કરે તો કાગડા માટે તો તેના સરભાવને તે અનુરૂપ છે પણ ગજેન્દ્ર તે ગજેન્દ્ર જ છે. ઈત્યાદિ મધુર વચનોથી પ્રિયંકરે તેને કેપ શાન્ત કર્યો.
દેવે કહ્યું-તારા ઉવસગ્ગહર સ્તોત્રના ગણવાથી તેના શરીરમાં હવે હું રહી શકું તેમ નથી તેથી મેં તારા સતપુરુષપણાની પરીક્ષા કરી. એમ કહી આશીર્વાદ આપીને કહ્યું કે હું તારા પર સંતુષ્ટ થયે છું. તું વર માંગ પ્રિય કરે કહ્યું કે વર તરીકે હું માગું છું કે મન્ત્રીની પુત્રીને તું છોડી દે અને હતી તેવી કરી દે. પ્રિયંકરના વચનથી દેવે તેને છોડી દીધી અને હતી તેવી કરી દીધી પણ સાથે એટલું કહ્યું કે એણે મારી નિન્દા કરી છે તેથી આ છોકરી ઘણા પુત્રપુત્રીવાળી થજો. આમ કહી પ્રિયંકરને સર્વ પક્ષીઓની ભાષા જાણવાની શક્તિ આપી દેવ પિતાના સ્થાને ગયો.
આ તરફ મંત્રીએ વિચાર કર્યો કે પ્રિયંકરે મહાન ઉપકાર કર્યો છે તેથી આ કન્યા પ્રિયંકરને જ આપવી. અને તે મુજબ મત્રીએ પિતાની યશોમતી નામની આ કન્યાનું પાણિગ્રહણ પ્રિયંકર સાથે કર્યું. કરમોચન વેળાએ ધન, ધાન્ય, રત્ન આદિ આપ્યા. સૌને આનંદ થયો પણ પ્રિયંકર તે એ જ વિચારે છે આ બધે ઉવસગહરનો મહિમા છે કે યક્ષ પ્રત્યક્ષ થયો. આ તરફ યશોમતીને યક્ષના કથનાનુસાર વર્ષે વર્ષે પુત્રપુત્રીના જોડલા જન્મવા લાગ્યા. બાર વર્ષમાં બાર પુત્ર અને બાર પુત્રો થયા. તે પુત્ર પુત્રીના લાલન, સ્તનપાન, ખવડાવવા વગેરેની ચિન્તાથી તે ખિન્ન થઈ ગઈ. તે બાળકો પણ અવિનીત હેવાથી પરસ્પર કલહ કરતા હતા જેથી યશોમતીને નિરાંતે ખાવાનું ન હતું કે નિરાંતે ઉંઘવાનું પણ ન હતું. તે વિચારે છે કે વધ્યા સ્ત્રીઓ કેવી સુખી છે? કે જે નિરાંતે ખાય છે ને નિરાંતે સૂવે છે. હવેથી કોઈની ય નિંદા ન કરવી. તેમાંય વિશેષ કરીને દેવ અને ગુરુની નિંદા તે ન જ કરવી. મેં નિંદા કરી તેનું આ પ્રત્યક્ષ ફળ છે.
આ તરફ પ્રિયંકર દરરોજ જિનાલયમાં પૂજન કરે છે. એક દિવસની વાત છે. તેણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરીને ચિત્યવદન કર્યું અને ભગવંતની સુંદર સ્તવના કરી તે ઘર તરફ આવતું હતું ત્યાં લીમડાના ઝાડ ઉપર બેઠેલા કાગડાનો અવાજ સાંભળ્યો. પક્ષીની ભાષાને તે જાણ હતો. તેથી કાગડાની ભાષા સમજી ગયો. તે પ્રિયંકરને કહી રહ્યો હતો કે આ લીમડાના વૃક્ષ નીચે ત્રણ હાથ ઉડે લાખ રૂપિયા છે. તે તું લે અને બદલામાં મને ખાવાનું આપ તેણે કાગડો જે શાખા ઉપર બેઠો હતો તેની નીચેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org