Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૧૦૭ : જમીન ખોદાવી. લેક પૂછવા લાગ્યા કે કેમ જમીન દાવો છે? પ્રિયંકરે કહ્યું કે ઘર પૂરવા માટે. (આ શબ્દ દ્વિઅર્થી હતો. તેણે સત્ય કહ્યું હતું.) તેણે તે દ્રવ્ય કઢાવ્યું અને ઘેર લાવ્યું. કાગડાને દહિં, ભાત વગેરે ખવડાવ્યું. આમ તેની દિન પ્રતિદિન ઉન્નતિ થવા લાગી. રાજાએ પણ પ્રિયંકરના ગુણોનો ઉત્કર્ષ સાંભળીને તેને બોલાવીને કહ્યું કે તારે દરરોજ સભામાં આવવું. આમ થવાથી રાજા તરફથી પણ તેને બહુમાન મળવા લાગ્યું પણ તે તે આ બધે પૂર્વના પુણ્યનો મહિમા છે એમ જ માનતે હતે.
કેટલાક દિવસ બાદ રાજ્ય યોગ્ય એવા અરિશુર રણજૂર નામના રાજાના બંને પુત્ર અકસમાત્ મૃત્યુ પામ્યા. રાજાને પારાવાર દુઃખ થયું. રાજવગમાં પણ ચિન્તા વ્યાપી ગઈ. રાજાએ સભામાં આવવું પણ બંધ કર્યું. મત્રીએ બોધવચનોથી રાજાને સ મજાવી તેમને શેક ઓછો કર્યો પરંતુ પુત્રના મોહથી રાજાનું શરીર ત્યારથી બગડયું, અન્નની રુચિ નષ્ટ થઈ ગઈ, ઉંઘ ચાલી ગઈ, મન આકુળ વ્યાકુળ રહેવા લાગ્યું. કેટલાક દિવસો બાદ રાજાએ પાછલી રાતે એક સ્વપ્ન જોયું. તેમાં ગધેડા જોડેલા વાહનમાં બેઠેલા પિતે દક્ષિણ દિશામાં ગમે તેવું જોયું. રાજાએ મત્રોને એકાન્તમાં આ વાત કરી. મત્રીએ સ્વપ્નશાસ્ત્રના જાણકારને બેલાવીને સ્વપ્નનું ફળ પૂછ્યું. તેણે આ સ્વપ્નનું ફળ સ્વપ્ન જોનારનું થોડા સમયમાં મૃત્યુ થશે તેમ જણાવ્યું. આ સાંભળી રાજા અને મંત્રી ચિન્તાતુર થઈ ગયા. દેવસ્થાનમાં પૂજા, દીન અનાથને દાન વગેરે પુણ્યકાર્યો શરૂ કર્યો.
એક વખત રાજા સભામાં બેઠા હતા. સામતે શેઠે, સેનાપતિ, પુરોહિત વગેરે સૌ સભામાં હાજર હતા. પ્રિયંકર પણ રાજસભામાં જઈ રહ્યો હતો તે સમયે માર્ગમાં દુર્ગા પક્ષીએ પ્રિયંકરને કહ્યું- પ્રિયંકર ! તને આજે રાજા તરફથી ભય છે. તે પણ તેણે આગળ ચાલવા માંડ્યું.
ફરી દુર્ગા બેલી કે પ્રિયંકર ! ચારની જેમ તને આજે બંધન થવાનું છે એમ
થોડીવાર કુમાર સ્થગિત થઈ ગયું અને વિચારવા લાગ્યું કે મેં કશે પણ અન્યાય કર્યો નથી કે રાજાને અપરાધ પણ કર્યો નથી પછી મને બધન શા માટે ? અથવા તે રાજાઓના મનને કણ જાણે છે? અથવા તે આ બધી દુર્જનની લીલા લાગે છે. કારણ કે એવું કંઈ ઘર નથી, એવું કઈ દેવકુલ નથી કે એવું કઈ રાજકુલ નથી કે
જ્યાં વગર કારણે કપાયમાન રહેતા બે ત્રણ દુર્જનો ન હોય. સમુદ્રનું પાણું બંધાય છે, પાંજરે સિંહ બંધાય છે, પણ દુજનેની જીભ બંધાતી નથી. અથવા તે ખેટા વિકલથી શું ? કારણ કે છલાન્વેષી રાજા જ કંઈ પણ કહીને દંડશે. તેથી ત્યાં પણ કપ કરે નકામો છે. જે થવાનું હોય તે થાવ. એમ વિચારી તે આગળ ચાલે તેટલામાં આગળના ઉંચા સ્થાને બેઠેલી દુર્ગા બેલી કે “તને રાજ્ય મળશે.”
પ્રિયંકર વિચાર કરવા લાગ્યો કે આ દુમાં પરસ્પર વિરોધી વચન કેમ બોલે છે? છેવટે સાહસનું અવલંબન કરીને રાજસભામાં જઈ જેટલામાં તે રાજાને પ્રણામ કરે છે. તેટલામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org