Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તાત્ર સ્વાધ્યાય
: ૧૦૫ :
કરી અન્યત્ર કૃતિ કરનારા, આ બધાને જે પાપ લાગે તે પાપ મને લાગજો જો મે તારી સ્રી છૂપાવી રાખી હાય તા.
બ્રાહ્મણ કહે છે કે ક્રૂર કામ કરનારા માણસના સાગન હું માનતે નથી.
પ્રિયંકરે કહ્યું:“તે પછી મારું' બધુ ધન તું લઈ લે.
બ્રાહ્મણે કહ્યું–મને બીજી' કંઈ ન જોઈયે. મારી વસ્તુ મને આપી દે.
પ્રિયંકરે કહ્યું–જો તું ખાટું કલંક આપીશ તે હું મારા પ્રાણ અહીં ને અહીં કાઢી નાખીશ એમ કહી તલવાર ઉપર જેટલામાં હાથ નાખે છે તેટલામાં બ્રાહ્મણે કહ્યું કે કુમાર ! સાહસ ન કર. જો તું મારું કહ્યું કરે તેા સ્ત્રીની માંગણી હું... છેડી દઉં.... પ્રિય'કરે ખુશ થઈને કહ્યું કે તું જે કંઇ કહીશ તે બધું જ હું' કરીશ પણ વચમાં સાક્ષી કાણુ ?
બ્રાહ્મણે કહ્યું-સાક્ષી પ'ચ. ખીજુ` કાણુ ?
પ્રિયકરે કહ્યું-તે તું ખેલ કે હું શું કરું ? ઘર છેાડી દેશાન્તર જઉં ? કે ખાર વર્ષ વનવાસ સેવું ? કે જીવનપર્યંત તારો દાસ થ?
બ્રાહ્મણે કહ્યું-આ બધી વાતનું કામ નથી. તારે જે કરવું હેાય તે કરજે. મારી તે એક જ વાત છે કે જો મન્ત્રીની પુત્રીને સાજી કરવાનું તુ' છેાડી દે તા હું સ્ત્રી ન માગું', આ સાંભળી પ્રિય‘કરે કહ્યુ` કે જે મેં કબૂલ કર્યુ છે તે હું નહિં છેટું.
બ્રાહ્મણે કહ્યું-આ નિર્ગુણ અને કડવી જીભવાનીને આટલેા આદર સારા નથી. પ્રિય'કરે કહ્યું-સજ્જના જે બેાવ્યા તે ખેાલ્યા. હાથીના દાંત જેમ પાછા નથી જતા તેમ સજ્જનાનું એાલવું પાછુ' નથી જતું. પશુ એ તે કહે કે આ અજ્ઞાન એવી બાલા ઉપર તને એવું તે શું વેર છે ? કે જેથી તુ... એને પીડે છે. અગર તેા તેની વ્યથાને પ્રતીકાર કરી શકે તેમ છે છતાં તેની ઉપેક્ષા કરે છે ? શું કીડી ઉપર કટક હાય ?
બ્રાહ્મણે કહ્યું-એ બધા એની કડવી જીભના ગુણુ છે. કારણ કે જેની જીભમાં ગુણુ નથી તેને ત્રણે જગત સાથે વેર થાય છે અને જેની જીભમાં અમૃત છે તેને ત્રણે જગત પૈાતાનાં છે.
પ્રિયકરે કહ્યું-આ બધી વાતથી લાગે છે કે તું બ્રાહ્મણ નથી પણ કાક બીજો જ દેવ કે દાનવ છે. તરત જ બ્રાહ્મણુ પાતાનુ' સ્વરૂપ છેાડીને દેવ બનીને ઉભું રહ્યો. હાથી વગેરે બધુ અલેપ થઇ ગયું અને દેવે કહ્યું' કે રાજવાટિકામાં મારું સ્થાનક છે. હું ત્યાં
વસનારા યક્ષ છું.
પ્રિયકરે કહ્યું-આ માલિકાએ તારું શું બગાડયું છે?
ધ્રુવ ખેલ્ચા-આ પેાતાની સખી સાથે મારા મંદિર આગળ આવેલી. ત્યાં મારી પ્રતિમા જોઈને તે હસવા લાગી. હું સત્યવાદી અને લેાકેાની આશા પૂરનારા યક્ષ છું....
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org