Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તાત્ર સ્વાધ્યાય
: ૧૦૩ :
પ્રિયંકરે કહ્યું:--અગરુ, કપૂર, કસ્તૂરી વગેરે ભાગસામગ્રી લાવેા જેથી કંઇ પ્રતી કાર કરું. જો આનું પુણ્ય બળવાન હશે તે! મારા ઉદ્યમ સફળ થશે. મન્ત્રીએ તેના કહ્યા અનુસાર સર્વ સામગ્રી તેને સેાંપી. પ્રિય કરે પણ આઠમ અને ચૌદશના દિવસે શ્રીપાર્શ્વનાથ ભગવતની સમક્ષ બેસી પુષ્પાથી તેમની પૂજા કરી, ભેાગસામગ્રી ધરી, પંચા મૃત હામ કરી, પાંચસેવાર ઉવસગ્ગહુર Ôાત્રને જાપ કરવાના પ્રારંભ કર્યો. આ તરફ કુમારીને થાડા થાડા ફાયદા જણાવા લાગ્યું,
આ બાજુ પ્રિયંકરના ઘેર કાઈક આધેડ ઉ.મરના નિધન બ્રાહ્મણ દેશાન્તરથી આવ્યો. આશીર્વાદ આપીને ત્યાં બેઠા.
પ્રિય’કરે કહ્યુ :-બ્રાહ્મણ ! કેમ આવવું થયું' ?
બ્રાહ્મણે કહ્યું-સત્પુરુષ ! તમારા સરખું કાય આવી પડયુ છે.
પ્રિયંકરે કહ્યું-તે ખુશીથી જણાવા જો થાય એવું હશે તેા જરૂર કરીશ.
બ્રાહ્મણે કહ્યું-જો તમે મારી પ્રાથનાના ભગ ન કરે તે પ્રાર્થના કરું, કારણ કે તમે પાપકારી છે એવું સાંભળ્યુ છે. ત્યાદિ વાત કરી, બ્રાહ્મણે પેાતાની હકીકત પ્રિયંકર સમક્ષ જણાવી કે સિંહલદ્વીપમાં સિંહલેશ્વર રાજાએ યજ્ઞ શરૂ કરેલા હતા તે સમાપ્ત થતાં દક્ષિણામાં સર્વ બ્રાહ્મણેાને લાખ રૂપિયાની કિંમતનુ. હાથીએનું દાન તે કરનાર છે તેથી હું ત્યાં જઉં છું. પણ મારી પત્નીને મારે કયાં રાખવી ! તેથી તેને તમારી પાસે મૂકવા હું આવ્યો છું. જ્યાં સુધી હું ત્યાંથી પાછા ન ફરૂં ત્યાં સુધી મારી આ રૂપવાન પત્નીને તમે સાચવજો. તેની પાસે તમે પાણી ભરાવવું. રંધાવવુ વગેરે સ કાર્યો કરાવજો અને તેને ખાવા-પીવાનું આપજો, તમારા જેવા વિશ્વાસુ પાસે તેને મૂકીને જવાથી હું નિશ્ચિન્તપણે ત્યાં જઈશ.
પ્રિય કરે કહ્યું:-અહીં તમારા ગેાત્રના, તમારી જાતિના, તમારા વર્ગના ઘણાય છે તેમને ભળાવીને તમે જાવ. તેમ કરવામાં શે વાંધે છે ?
બ્રાહ્મણે કહ્યું-કેાઈને ભળાવીને જવામાં મારું મન માનતું નથી. ઉત્તમ સ્ત્રીએ ઉત્તમના ઘેર જ મૂકાય, જયાં ત્યાં નહિ.
પ્રિયકરે કહ્યુ:-આ વાતમાં મારું' મન માનતુ નથી. તે પણ તમે બહુ કહે છે. માટે રાખું' છુ'. તમે તમારું' કાર્ય પતાવી જડ્ડી આવજો.
બ્રાહ્મણ ખૂશ થયેા અને ખેલ્યા કે કાશી નગરમાં રહેનારા, કાશ્યપ ગેાત્રને, કામ દેવ પિતા, કામલદેવી માતા, કેશવ નામના, કરવત હાથમાં રાખનારા અને કષાય રંગના વસ્ત્રવાળે આવા સાત કકારની નિશાની જે બતાવે તેને આ સ્ત્રી આપવી. એમ કહી બ્રાહ્મણ ત્યાંથી રવાના થયે.
ત્રણ દિવસ પસાર થયા ત્યારે તે બ્રાહ્મણ જેવા જ રૂપાળે, એટી જ ઉંમરને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org