Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૧૩૪ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય મૂલમંત્ર આ રીતે છે –
જે ફૂૌ શો ર્જી શો છો શો જ હૂં નમઃ” અથવા “ [ો શ્રી ગઈરમિકળ” આ બેમાંથી કેઈપણ એક મંત્ર જાપ કરવાનું છે.
બીજા ચિન્તામણિચક્રને પૂર્વે જણાવેલ દ્રવ્યથી જ તાંબાના ભાજન કે ભૂજપત્રમાં લખવાનું છે અને સાધકે શ્વેત વસ્ત્રો, આભૂષણે, માલા અને વિલેપનથી સહિત બની એકાંત સ્થળે બેસી ત્રણે સંધ્યાએ ૧૦૮ વિકસિત શ્વેત પુપેથી તેને પૂજવાનું છે જેથી તે સર્વ રોગોનું ઉપશમન અને દુષ્ટોના ભયનું હરણ કરે છે. કીર્તિ, યશ અને સૌભાગ્ય આપે છે. સર્વ સંપત્તિ આપે છે અને ચિન્તિત અર્થોથી પણ અધિક અર્થોને નિઃસંશય સાધે છે.
અથવા તે જે તેને કુંકુમ આદિ દ્રવ્યથી ભૂજે પત્ર ઉપર લખીને સુગન્ધિત એવા એક હજાર પુષ્પોથી જાપ કરવાપૂર્વક કંઠમાં ધારણ કરવામાં આવે તો રાજા, અગ્નિ. ચેર અને શાકિની આદિ ક્ષુદ્ર ઉપદ્રવનું નિવારણ કરે છે. પુષ્પોથી યત્રને પૂજતી વેળા જે પહેલાં બતાવ્યો તે જ મંત્રનો જાપ કરવાનું છે.
ગાથા ૩ જી.
આ ગાળામાં પાંચ યંત્રે દર્શામાં છે જે નીચે મુજબ છે –
(૧) વધ્યત્વ નિવારક, (૨) અપત્યપ્રાણદ, (૩) અપત્યપ્રાણદ, (૪) બાલગ્રહપીડાનિવાસ્ક, યા તે ભૂતાદિભય નિષેધક, (૫) સૌભાગ્યકાર.
દરેક યંત્રને લખવાની વિધિ જુદા પ્રકારની છે.
પ્રથમ યંત્રને સુગંધિ દ્રવ્યોથી લખી વિકસિત થયેલા ૧૦૦૮ પુષ્પોથી ી દૂ નમો અરિહંતાણં હું નમઃ આ મંત્ર દ્વારા પૂજવાનું છે. તે પછી પંચ રને તે યંત્ર સાથે રાખી તે યંત્રને કુંવારી કન્યાના કાંતેલા સૂતરથી ગૂંથી નારીના કંઠમાં યા તે ડાબા હાથ પર ધારણ કરવાનું છે. જેથી વધ્યત્વેદેષને નાશ થાય છે.
બીજા અને ત્રીજા યંત્રને સુગંધિ દ્રવ્યથી લખી ઉપર જણાવેલ મંત્રદ્વારા પૂજવાનું છે. જેથી તે યંત્ર જે સ્ત્રીને મરેલા બાળકે અવતરતાં હોય તેના બાળકને મરેલા અવતરતાં અટકાવે છે.
ચોથા યંત્રને કુંકુમ અને ગોરોચનથી લખીને ઉપર મુજબ તેની પૂજા કરવાથી બાલકની ગ્રહપીડાનું નિવારણ થાય છે.
પાંચમા યંત્રને પણ ઉપર મુજબના દ્રવ્યથી લખીને ઉપર જણાવેલ મંત્ર દ્વારા પૂજવાથી તે દુર્ભાગ પ્રાણીઓનું સૌભાગ્ય વધારે છે અને અપસ્મારાદિ પીડાઓને નાશ કરે છે પરંતુ “આ બધાં કાર્યો પ્રથમ ગુપૂજા કરવાથી જ સિદ્ધ થાય છે. અન્યથા નહિં એવું શ્રી પાદલિપ્તસૂરિનું કથન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org