Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૧૦૮ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય અકસ્માત તેના મસ્તક પરથી દેવવલલભ હાર (કે જે પૂર્વે ચારાયો હતે) પડયો અને તે ત્યાં બેઠેલા સૌએ જોયે. સૌને આશ્ચર્ય થયું કે જે હાર ગયો હતે તે કુમાર પાસેથી કેવી રીતે નીકળે? પ્રિયંકર પણ ચકિત થઈ ગયું કે મારા ભાગ્યે કેવું અસમંજસ કાર્ય કર્યું. લાંબા કાળથી મેળવેલું સઘળું મહત્ત્વ આજે ચારના કલંકથી ચાલ્યું ગયું અને મરણ આવી લાગ્યું. દુર્ગાનું બેલેલું સાચું પડ્યું. ખરેખર ! ગત જન્મમાં મેં કોઈને પણ કલંક આપ્યું હશે. તે કર્મ અત્યારે આવીને ઉપસ્થિત થયું.
આ તરફ અશોકચન્દ્ર રાજાએ હારને જોતાંજ “આને બાંધીને ઉચિત દંડ કરે.” એ પ્રમાણે કેટવાળને હુકમ કર્યો.
મન્વીએ કહ્યું-રાજન્ ! પ્રિયંકરમાં આ વસ્તુ ઘટિત થતી નથી. આ પરોપકારી અને પુન્યવાન છે.
રાજાએ પ્રિયંકરને પૂછ્યું કે પ્રિયંકર ! તું સાચું બેલ. આ લાખ રૂપિયાને હાર તેં કયાંથી લીધો? યા તે તને કયાંથી મળ્યો? તને કેઈએ આપ્યું હતું ? અગર તે કેઈએ તારે ઘેર રાખ્યું હતું? જે હોય તે સાચું કહી દે.
પ્રિયંકરે કહ્યું-સ્વામી ! હું કંઈ જ જાણતો નથી. આજ સુધી આ હાર મેં કયારેય જે પણ નથી. આપના મનમાં જે ઠીક લાગે તે કરે.
રાજા કહે છે કે આને કેવું મીઠું બોલતાં આવડે છે અને કે કલાવાળે છે? મસ્ત્રીએ કહ્યું-મહારાજા ! આ પ્રિયંકર સન્માન એગ્ય છે. ચારના દંડને યોગ્ય નથી. માટે જે કરવું હોય તે પૂરે વિચાર કરીને કરજે. આને વિનય જ એનું કુલીનપણું અને સદાચારપણું દર્શાવે છે. રાજન ! આ બધું ભાગ્યનું વિલસિત જ છે.
રાજાએ કહ્યું-મન્દીશ્વર ! તમારા જમાઈ હોવાથી તમે આનો પક્ષ કરે છે. પણ ચારને પક્ષ લેવો એ તમારા માટે શ્રેયસ્કર નથી.
આ સાંભળી મંત્રી પણ ચૂપ થઈ ગયો.
રાજાએ પિતાના સેવકોને કહ્યું કે આ હારના ચેરને મજબૂત બાંધે. તે લેકેએ તે જ વખતે તેને બાંધ્યું.
રાજાએ મંત્રીને કહ્યું કે તે દિવસે બ્રાહ્મણ નિમિત્તીયાએ હારના ચોરને રાજ્ય મળવાનું કહેવું હતું પણ તેને મેં કહ્યા અનુસાર શુળીનું રાજ્ય મળશે. મારા પુત્ર અને ગોત્રીએ રાજ્ય ચલાવનારા બેઠા છે.
મંત્રીએ કહ્યું-આપની વાત બરાબર છે,
આ અવસરે દિવ્ય રૂપવાળી અને દિવ્ય આભૂષણોથી સજજ ચાર સ્ત્રીએ રાજસભામાં આવી. રાજાએ તેમને સ્વાગત પૂછ્યું, તેમને જોઈને સભાજનને ચમત્કાર થયું. રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org