Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૧૦૨ :
ઉવસગ્ગહરે તેત્ર સ્વાધ્યાય મકાનમાં અધિષ્ઠિત થયેલ વ્યન્તર બાલકનું રૂપ લઈ ધ્યાન ભંગ કરવા માટે આવ્યું. ઘણાંય દીનતાભર્યા વચને કહ્યાં પણ પ્રિયંકર ડગે નહીં. તેથી તેણે યુવાનનું રૂપ બનાવ્યું અને ભય પેદા કરવાના ઉપાયો અજમાવ્યા તે પણ નકામા થયા ત્યારે તેણે વૃદ્ધનું રૂપ ધારણ કર્યું અને કહેવા લાગ્યું કે હું નંદીશ્વર દ્વીપમાં યાત્રા કરવા જઉં છું. તું પણ સાથે ચાલ જેથી તને પણ યાત્રા કરાવું.
પ્રિયંકર વિચાર કરે છે કે દેવતાને પળિયાં ન હોય અને માનવીની ત્યાં જવા માટે શક્તિ નથી. ખરેખર આ પેલો દુષ્ટ વ્યક્તર જ લાગે છે અને તેથી તેણે ઉવસગહરને જાપ વગેરે વિશેષ પ્રકારે ચાલુ રાખ્યું. પરિણામે પેલે દુષ્ટ વ્યન્તર ત્યાંથી રવાના થઈ ગયો. ધનદત્ત શેઠ પણ ઉવસગ્ગહર સ્તોત્ર ગણવાપૂર્વક સુખેથી તે મકાનમાં રહેવા લાગ્યા.
ધનદત્તે પિતાના કુટુંબને જણાવ્યું કે પ્રિયંકરનું ભાગ્ય મહાન છે અને તેણે આપણું ઉપર માટે ઉપકાર કર્યો છે તેથી એને શ્રીમતી નામની મારી પુત્રી આપવાને વિચાર છે.
કુટુંબે શેઠની આ વાતને સહર્ષ સ્વીકાર કર્યો જેથી ધનદત્ત પણ આનંદપૂર્વક પ્રિયંકર સાથે પિતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું અને દાયજામાં હાર, હીરાભડી મુદ્રિકાઓ, મુક્તાફલો, વસ્ત્ર, ઘેડા વિગેરે વિપુલ સામગ્રી આપી.
કેટલાક દિવસો બાદ વ્યન્તરના કષ્ટનું પ્રિયંકરે નિવારણ કર્યું. તે વાત હિતકર નામના મંત્રીશ્વરે સાંભળી અને તેથી તેણે પ્રિયંકરને બેલા, સ્વાગત આદિ પૂછયું અને કહ્યું કે કુમાર ! તારું નિષ્કારણપરોપકારિપણું મેં સાંભળ્યું છે. દુનિયામાં સ્નેહ સકારણ હોય છે જ્યારે તારે તે સર્વ ઉપર નિષ્કારણ નેહ છે તેથી તારે યોગ્ય કંઈક કાર્ય હું બતાવવા ઈચ્છું છું.
કુમારે કહ્યું-મત્રીશ્વર! હું તમારે સેવક છું, જે કંઈ કાર્ય હોય તે કહે.
મસ્ત્રીએ પોતાની પુત્રીનું સ્વરૂપ તેની આગળ નિવેદન કરતાં કહ્યું કે એક દિવસે મારી પુત્રી પિતાની સખી સાથે વાડીમાં ગઈ હતી. ત્યાં કેઈ શાકિનીથી તે ગ્રહણ કરાઈ છે કે ભૂતપ્રેત કે વ્યતરના વળગાડથી પકડાઈ છે તે કંઈ સમજાતું નથી. આ વાત વર્ષથી ય વધુ સમય થવા આવ્યો. ઘણું ઘણું ઉપચાર કર્યા પણ કશે જ ફાયદો ન થયો. ઘણું ઘણું માનતા માની. ઘણાય વૈદ્યોને પૂછ્યું પણ કઈ રોગ છે એમ કહે છે કોઈ ભૂત આદિનો વળગાડ બતાવે છે, તે કોઈ ગ્રહ આદિને દોષ જણાવે છે. શું કરવું તે ય નથી સમજાતું. વિષમ સંકટ આવી પડયું છે આઠમ અને ચૌદશે શરીરમાં વિશેષ ભાર રહે છે તે દિવસે કંઈ જ ખાતી નથી, કંઈ બોલતી નથી, પૂછીયે તો ઉત્તર આપતી નથી. આનું પાણિગ્રહણ પણ કેણ કરે? તેથી પુષ્કળ ચિન્તાતુર છું. તું પરેપકારી છે. તે કૃપા કરીને મારી ચિન્તા દૂર કર. જે કોઈ ઉપાય ઠીક લાગે તે અમલમાં મૂક. પૈસા જેટલા જોઈએ તેટલા લે તેનેય વાંધો નથી પણ મારી દીકરીને સાજી કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org