Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૧૦૦ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય માતાપિતાને પ્રણામ કર્યા. તે પણ ખુશ થયા અને દેવનું વચન સત્ય પૂરવાર થવાની ખાત્રી થઈ. પ્રિયંકર વ્યવહારમાં ચતુર હતું તેથી સમગ્ર કુટુંબને ભાર તેના પર મૂકીને પાસદત્ત શેઠ કેવળ પુણ્યકર્મો કરવામાં જ જોડાઈ ગયા.
એક વખત પ્રિયંકર રાતે નિદ્રામાં હતું ત્યારે પાછલી રાતે એક મહાઆશ્ચર્યકારિ સ્વપ્ન જોયું કે તેણે પિતાના શરીરમાંથી આંતરડાઓને સમૂહ કાઢીને તેમાંથી આંતરડાઓ છૂટા કરીને તે આંતરડાઓથી અશેકપુર નગરને વીંટી દીધું અને પોતાના શરીરને
અગ્નિમાં સળગતું જેઈને પાણીથી તે શમાવે છે તેટલામાં તે જા. જાગતાં તેને આશ્ચર્યની સીમા ન રહી. આખી રાત્રિ તેણે નવકારમંત્રના સ્મરણમાં વીતાવી. સવારે ઉઠીને પોતાના પિતાને ઉપર્યુક્ત સ્વપ્નની વાત જણાવી. પિતાએ કહ્યું કે ત્રિવિક્રમ ઉપાધ્યાય પાસે જા અને તેમને સ્વપ્નનું ફલ પૂછ. બીજા કેઈને આ વાત કરીશ નહિં.
- પ્રિયંકર ઉપાધ્યાયને ઘેર ગયે. ઉપાધ્યાય સરોવર તરફ ગયેલા હતા, પ્રિયંકર ત્યાં ગયો. ઉપાધ્યાયને મલ્યો અને તેમને પ્રણામ કરવાપૂર્વક એકાન્તમાં પિતાના સ્વપ્નની વાત જણાવી. સ્વપ્નની વાત સાંભળીને ઉપાધ્યાય વિમિત થઈ ગયા અને વિચારે છે કે આ સ્વપ્ન રાજ્યલાભ સૂચવે છે. પણ સ્વપ્નમાં કંઈ ફેરફાર તે નથીને ! એ માટે તેમણે કુમારને ફરી ફરી પૂછયું. ઉપાધ્યાયને ખાત્રી થઈ ગઈ કે આ રાજ્યલાભ સૂચક સ્વપ્ન જ છે. તેથી કુમારને સાથે લઈને જેટલામાં તે પિતાના ઘર તરફ જાય છે તેટલામાં અક્ષતથી ભરેલ અને નાળિયેર સહિત થાળ લઈને સામું આવતું સ્ત્રીઓનું ટોળું જોયું. ઉપાધ્યાય વિચારે છે કે વધામણું સમું આવ્યું. તેટલામાં એક મનુષ્ય માથે પાટ લઈને આવતે જોયો. તે પછી મઘથી ભરેલો ઘડે સામેથી આવતે જાયે. આ બધાં શુભ શુકનથી ખુશ થયેલા ઉપાધ્યાયની સાથે કુમાર તેમને ઘેર ગયો. ત્યાં કુમારનું બહુમાન કરીને ઉપાધ્યાયે પિતાની સોમવતી નામની પુત્રી કુમારને આપી. કુમારે કહ્યું-હું આ કંઈ સમજી શકતા નથી. મારા પિતા બધું જાણે. હું તે તમને સ્વપ્નનું ફલ પૂછવા આવ્યો ત્યારે તમે મને કન્યા પરણાવવાની વાત કરે છે. હું મીઠું માગું અને તમે મને કપૂર આપે તેના જેવી આ વાત છે.
ઉપાધ્યાયે કહ્યું-તું તારે ઘેર જા. તારા પિતાને હું બધું કહીશ.
કુમાર ઘેર ગયે અને પિતાને બધી વાત કરી. પિતાએ ઉપાધ્યાયને ત્યાં જઈને કહ્યું કે સ્વપ્નનું ફળ તમે કેમ ન જણાવ્યું?
ઉપાધ્યાયે કહ્યું-આ સ્વપ્નથી સમજાય છે કે પ્રિયંકર આ નગરનો રાજા થશે. તે સાંભળીને દેવતાની વાણી પણ સાચી પડશે એમ હૃદયમાં વિચાર કરી પાસદર બે કે પંડિત પ્રવર ! તમારું કહેલું બધું સાચું છે.
ઉપાધ્યાયે કહ્યું–તેથી તે મારી પુત્રી હું તારા પુત્રને આપી રહ્યો છું. શેઠે તે વાત કબૂલ કરી. શુભ લગ્ન જોઈને શેઠે પિતાના પુત્રને પંડિતની પુત્રી સાથે લગ્ન મહોત્સવ કર્યો. આમ સેમવતી તેની બીજી પત્ની થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org