Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૯૯ : પલીપતિએ કહ્યું-આ પણ અસત્ય છે. મારા શરીરે આરોગ્ય છે. તાવ વગેરે કંઇ પણ નથી. અગર તે હમણાં જ બધી ખબર પડશે. સભાજનેને પણ આ વાતથી વિરમય થયે.
સિદ્ધપુરુષે કહ્યું-મેં કહેલી વાત સાચી પડે તે જાણજો કે પ્રિયંકરને રાજ્ય મળશે. પદલીપતિએ કહ્યું-કયા દિવસે મળશે ?
સિદ્ધપુરુષે કહ્યું- મહા સુદ પુનમે ગુરુવાર અને પુષ્ય નક્ષત્રમાં પ્રિયંકર રાજા થશે તેમાં લગીરેય સંશય નથી.
પલીપતિએ તે જ ક્ષણે પ્રિયંકરને છૂટે કર્યો અને પિતાને ઘેર લઈ જઈ સુંદર વસ્ત્રો વગે. રેથી તેને સત્કાર કર્યો તેને પિતાની પાસે જ રાખ્યો. તે પછી ઘણીવાર સુધી સિદ્ધપુરુષ સાથે વાતે કરીને સમા વિસર્જન કરી. પલ્લી પતિએ ઘેર આવીને દંતશુદ્ધિ, સ્નાન વગેરે કર્યું તેટલામાં અકસ્માત તેને મસ્તક વેદના ઉપડી. રઈયાએ આવીને કહ્યું કે સ્વામી ! ભેજ. નનો સમય થઈ ગયો છે. શીઘ પધારે. પલ્લી પતિએ કહ્યું-થોડીવાર પછી ભેજન કરીશ. મારું મસ્તક દુઃખે છે. ઉપરાંત હે પણ ઠીક નથી.
બાદ તે પલંગમાં સૂઈ ગયે અને નિદ્રા આવી. તે છેક સાંજે ઉઠો ત્યારે પણ શરીરે સવાધ્ય ન હતું. આ વિગત જાણી મન્ત્રી ત્યાં આવ્યો અને પલ્લી પતિને કહ્યું કે સ્વામી ! સદંતર ભૂખ્યા રહેવું ઠીક નથી. મગનું પાણી લે. કારણ કે તે વાત-પિત્ત અને કફનું શમન કરનાર છે. હૃદયને હિતકારી છે, રેચક તથા શરીરની શુદ્ધિ કરનાર છે, શુષ્ક, નીરસ એવું પણ તે મગનું પાણી તાવનો નાશ કરે છે.
તેથી પલ્લી પતિએ રુચિ વિના પણ મગનું પાણી તથા ઔષધને ઉપયોગ કર્યો.
બીજા દિવસે સ્વસ્થ થયેલ પહિલપતિ સભામાં આવ્યો અને કહેવા લાગ્યો કે સિદ્ધપુરુષને વચન સાચું પડયું. બાદ મંત્રી, પિતાના કુટુંબીઓ તથા વજને આદિને બોલાવીને તેમની સાથે પલીપતિ વિચાર કરે છે કે આ છોકરે પિતાના ભાગ્યને જાણ નથી. આને અવશ્ય રાજ્ય મળવાનું છે. તે સર્વ કુટુંબના ચિત્તમાં બેસતું હોય તે મારી પુત્રી વસુમતી આને આપીયે. જેથી આ આપણા માટે સુખકારી થાય અને આપણી પરંપરા પણ સુખી થાય.
સર્વ જણાએ આ વાતને સહર્ષ સ્વીકારી. ૧લીપતિએ શુભમુહૂર્ત નહિ ઈચ્છતા એવા પણ પ્રિયંકરને પોતાની કન્યા પરણાવી અને ધન, ઘેડા, વસ્ત્રો વગેરે પણ આપ્યું.
પ્રિયંકર પિતાના મનમાં વિચારે છે કે આ બધય ઉવસગ્ગહર સ્તવનો જ મહિમા છે જેથી વિપત્તિના સ્થાને સંપત્તિ, બેડીના સ્થાને પાણિગ્રહણ અને અપમાનના સ્થાને સન્માન મને પ્રાપ્ત થયાં છે. આ તરફ પલીપતિએ પિતાના માણસો દ્વારા પાંચમી રાતે પત્ની સહિત પ્રિયંકરને અશોકપુર નગરમાં પહોંચાડી દીધે. પ્રિયંકર તથા તેની પત્નીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org