Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૯૮ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય ગ્રહર તેત્ર ૧૨૦૦૦ વખત ગર્યું. આ તરફ વેલ પતિને વિચાર આવ્યો કે આ ગરીબ વાણિયાને પકડી રાખવાથી ય શું ફાયદો થવાને છે ?
એટલામાં તેની સભામાં એક જ્ઞાની, વિદ્યાસિદ્ધ આવી પહોંચે. આશીર્વાદ આપી તે સભામાં બેઠે.
પરસ્પર સવાગતના પ્રશ્ન થયા. પદલીપતિએ તેને પૂછયું-આપ શું શું જાણે છે ?
વિદ્યાસિદ્ધ કહ્યું-મનુષ્યનું જીવન કેટલું છે? મરણ કયારે થશે ? અમુક સ્થળે જવાનું કે અમુક સ્થળેથી આવવાનું ક્યારે થશે? રેગ થશે કે નહિ ? જીવનમાં સારા રોગ છે કે નહિં? ધન કયારે અને કેટલું મળશે? કલેશ થશે કે નહિં ? સુખ દુઃખ કેવાં પ્રાપ્ત થશે? શુભાશુમ શાં શાં થશે? આ સર્વે હું જાણું છું.
પલી પતિએ કહ્યું-તે પછી આપ કહો કે જેણે અમારો સઘળે દેશ પડાવી લીધો છે તે અમારા વિરી અશોકચન્દ્ર રાજાનું મરણ ક્યારે થશે ?
વિદ્યાસિદ્ધ કહ્યું–એકાન્તમાં કહીશ. પલી પતિએ કહ્યું-અહીં બધા મારા પિતાના જ માણસ છે. તમે નિશ્ચિતપણે કહે.
વિદ્યાસિદ્ધ પદલીપતિના કાનમાં અશોકચંદ્રનાં મરણનું સ્વરૂપ કહ્યું અને જણાવ્યું કે આમાં લેશમાત્ર સંદેહ નથી.
પલીપતિએ કહ્યું કે તેની પછી ગાદીએ કેણું આવશે?
વિદ્યાસિદ્ધ ક્ષણવાર વિચાર કરીને કહ્યું કે તેના પુત્રને રાજ્ય નહિ મળે, એટલું જ નહિં પણ તેના ગેત્રમાં પણ હવે પછી કેઈને રાજ્ય નહિં મળે. પરંતુ જેને તે બેડીમાં નાખ્યો છે તે પુણ્યશાળી છે. તેને દેવતા રાજ્ય અપાવશે.
પહેલીપતિએ કહ્યું-સિદ્ધપુરુષ! શું અસંબદ્ધ બેલે છે? તમારું જ્ઞાન કેટલું છે તે જણાઈ ગયું. આ નિર્ધન વાણિયાને રાજ્ય મળશે ? એનું તે કેઈ નામેય જાણતું નથી. જે પુન્યવાન હોય તે તે સર્વત્ર પ્રસિદ્ધ હેય.
વિદ્યાસિદ્ધ કર્યું–મારી કહેલી વાતમાં લેશમાત્ર સંદેહ ન કરશે. તમને આ વાતની પ્રતીતિ માટે જણાવ્યું કે ગઈકાલે તમે મેદક, પાંચ ખાખરા, મગ અને અડદની દાળ, છાશ તથા તાબૂલ ખાધું હતું.
પલીપતિને વિદ્યાસિદ્ધની વાત પર વિશ્વાસ આવ્યું. તે વખતે સભામાંથી કેટલાક જણાએ કહ્યું કે ચૂડામણિ શાસ્ત્ર જાણનારા વીતી ગયેલી વાત જાણે છે પણ થનારી વાત જાણતા નથી. તેથી પલ્લી પતિએ ફરી તેને પૂછયું કે આજે હું શું ભજન કરીશ?
સિદ્ધપુરુષે કહ્યું-મગનું પાણી અને તે પણ છેક સાંજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org