Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૯૨ :
ઉવસગહર સ્તોત્ર સ્વાધ્યાય ન થઈ અને વધારામાં પુત્ર મૃત્યુ પામ્યો. માટે આ ગામમાં આપણે વસવું નથી. અહીં હંમેશાં મને પુત્રને વિયેગ યાદ આવે છે માટે આપણે પાછા અશોકપુર નગરમાં જઈએ તે સારૂં.
સ્ત્રીને અતિ આગ્રહને વશ થઈ પાસદત્તે નગરમાં જવાનું કબૂલ કર્યું. શુભ મુહૂને નગરમાં જવા માટે પ્રયાણ કરે છે તેટલામાં ઘરના દ્વાર પાસે જ પગમાં કાંટે વાગ્યો. આ અપશુકન થાય છે તેમ સમજી પાસદર નગરમાં ન જતાં ત્યાં જ રોકાઈ ગયો.
વળી કેટલાક દિવસે વીતી ગયા. એક રાત્રિ બે પાસદત્તની પત્ની પ્રિયશ્રીએ સ્વપ્ન જોયું કે તે ભૂમિ ખેદી રહી છે અને તેમાંથી એક મેટુ, તેજથી ઝળહળતું, વીંધાયા વિનાનું મેતી પિતાને મળે છે. સવાર થતાં જ પિતાના પતિને આ રવપ્નની વિગત જણાવી. તેણે પણ વિચારીને કહ્યું કે આપણને પુત્ર થશે જે મહત્તવથી પરિપૂર્ણ થશે. મેતી વીંધાયા વિનાનું હતું માટે આ બાલક પણ પૂર્ણ આયુષ્યવાળો થશે. આ સાં મળી પ્રિયશ્રી ખુશ થઈ. શુભ વેળાએ પુત્રનો જન્મ થયે. તેને પિતાના વિભવને અનુસારે જન્મોત્સવ કરવામાં આવ્યો. કેટલાક દિવસ વીત્યા બાદ પાસદર પિતાના પુત્રની સાથે શુભ મુહૂર્તી અશોકપુર નગરમાં જવા નીકળ્યો. માર્ગમાં શુભ શુકન થયા. મનમાં અત્યંત પ્રમુદિત થઈ પાસદરે પ્રયાણ શરૂ કર્યું અને અશોકપુર નગરની બહાર પહોંચે ત્યાં આમ્રવૃક્ષની નીચે દેવપૂજા કરી વિશ્રાન્તિ લે છે ત્યાં આકાશવાણ થઈ કે-“આ બાલક, પિતાના પુણ્યબળે આજથી પંદર વર્ષ બાદ આ નગરને રાજા થશે.” આ જાતની આકાશવાણી સાંભળી બાલકના માતાપિતા બેલા આ બાળકને રાજ્ય મળે તેનું અમારે કામ નથી અમારે તે આ બાલક જીવે તેનું કામ છે. કારણ કે એક બાળક પ્રથમ મૃત્યુ પામ્યો હવે આ બીજાની આશા છે પરંતુ તે તો ભાગ્યને આધીન છે. તેટલામાં બીજી વાર આકાશવાણી થઈ કે “ આ બાળક ચિરકાળ જશે. કેડે રૂપિઆ મળશે. રાજપુત્ર પણ હાથ જોડીને તેની સેવા કરશે.” આ સાંભળી માતાપિતા ખુશ થયા. આ કેણ બેલે છે તે જાણવા ઉંચે જોયું પણ તેમણે કઈ દેવ કે મનુષ્યને જે નહીં તેથી પૂછયું કે આ બેલનાર કેણુ દેવ છે? તેમનું નામ શું છે? અને શા કારણથી અમારા પર તેમનું વાત્સલ્ય છે? ત્યારે ઊપર ૨હેલ દેવ બે -હું તમારે પુત્ર છું કે જે મૃત્યુ પામ્યો હતો. તમે સંભળાવેલા નમસ્કાર મહામંત્રના શ્રવણથી હું ધરણેન્દ્રના પરિવારમાં દેવ થયે છું અને અહીં રહું છું. માતા પિતા અને ભાઈના નેહથી જ્યાં સુધી આને રાજ્ય નાંહિ મળે ત્યાં સુધી હું સાંનિધ્ય કરીશ. આ મારે ભાઈ ભાગ્યશાળી છે તેથી તમારે કશી જ ચિન્તા ન કરવી. પરંતુ આ બાળકનું નામ મારા નામ પરથી રાખજે.
પિતાએ પૂછ્યું-આપનું નામ શું ? દેવે કહ્યું-પ્રિયંકર. માતાપિતાએ પુત્રનું નામ “પ્રિયંકર ” રાખ્યું દેવે કહ્યું-કયારે પણ કંઈ સંકટ આવી લાગે ત્યારે અહીં આવીને મારા આ સ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org