Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૯૪ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય વાણુથી કઈ બેલ્યું કે રાજાને છળું ! રાજપુત્રને ખાઉં ! કુબુદ્ધિ આપનાર મંત્રીને પકડું કે પુરોહિતને પકડું! આ વાણી સાંભળી સૌ ભયભીત બની ગયા. અને ખાત્રી થઈ કે આ નિધાન ભૂતથી અધિષ્ઠિત છે માટે આ બધુંય પાસદત્તને જ આપી દેવું જોઈએ.
રાજાએ પાસદત્તને પૂછયું-જ્યારે તે નિધાન જોયું ત્યારે ત્યાં કેઈ ન હતું? કોઈએ પણ તે જોયું ન હતું? આ નિધાનની વાત કોઈ જાણે છે ?
પાસદને કહ્યું-સ્વામી ! એક તે હું જાણું છું, બીજી મારી પત્ની જાણે છે, ત્રીજું કઈ પણ ત્યાં ન હતું.
રાજાએ કહ્યું-તે પછી તે આ વાત મારી આગળ કેમ કહી ?
પાસદરે કહ્યું-સ્વામી ! પારકાનું ધન ન લેવાની મેં પ્રતિજ્ઞા કરી છે. આ જમીન બધી રપાપની છે અને તેથી તેમાં રહેલું નિધાન પણ આપનું જ ગણાય તેથી મેં તે ન લીધું.
પાસદરના આ કથનથી સંતુષ્ટ થયેલા રાજાએ તે નિધાન તેને સોંપી દીધું અને કહ્યું કે તારા પુણ્યથી આ નિધાન પ્રકટ થયું છે તે તારું જ થાઓ. પાસદર વિચારે છે કે મારા નિયમનું ફળ મને આ લેકમાં જ પ્રાપ્ત થયું. નિધાન લઈને પાસદર ઘેર આવ્યો અને પિતાની પત્નીને ધર્મ આ લેકમાં પણ શું ફળ આપે છે તે સમજાવ્યું.
પાસદર હવે પાસદર શેઠ બન્યો અને પ્રાપ્ત થયેલા આ ધનથી વેપાર શરૂ કર્યો. નવાં મકાન બંધાવ્યાં, નવી દુકાને કરી, વેપાર વધારવા લાગ્યો અને પાંચ જણમાં તે પૂછાવા લાગ્યા.
આ તરફ તેને પુત્ર પ્રિયંકર પણ ભણાવવા લાયક થયો. તેને લેખનશાળમાં મૂકવાને મહોત્સવ કરવામાં આવ્યો અને તે નિમિત્તે વજનને ભેજન માટે નિમંત્રવામાં આવ્યા. પ્રિયશ્રીએ આ અવસરે પતિને કહ્યું કે મારા ભાઈના વિવાહ સમયે મારી બહેનેએ મારી મશ્કરી કરી હતી, અપમાન કર્યું હતું તે બધી બહેનને નિમંત્રણ કરી આપણે ઘેર જમાડી તેમનું વસ્ત્રાદિથી સન્માન કરીયે તે સારૂં. આ તેમને બોલાવવા અને તેમને આપણા પુન્યનું ફળ બતાવવાને અવસર છે.
શેઠે કહ્યું-પ્રિયે! તેમણે જેવું કર્યું તેવું આપણે કરવું જોઈએ.
પ્રિયશ્રીએ કહ્યું- ઉત્તમ પુરુષો અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરે છે અને તે જ તેમને માટે એગ્ય છે.
શેઠે સ્ત્રીના કથનથી તેની બહેનને નિમંત્રવા માટે પિતાના મનુષ્યોને મોકલ્યા. તેમણે આગ્રહપૂર્વક શેઠને ત્યાં પધારવાનું તેમને જણાવ્યું. જવાબમાં તેમને શેઠની સાળીઓએ કહ્યું કે દરિદ્રોને ઘેર ભેજન કરવા જતાં લોકે પણ હાંસી કરે છે ઉલટું તેમને ઘેર જવામાં અમારે ધનવ્યય થાય છે એમ કહી તે હસવા લાગી અને નિમંત્રણને અસ્વી. કાર કર્યો. શેઠે મોકલેલા મનુષ્ય પાછા આવ્યા. પત્નીના કહેવાથી શેઠ પતે નિમંત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org