Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગર સ્તોત્ર સ્વાધ્યાય
: ૫ : કરવા ગયા. શેઠના વસ્ત્રાભૂષણે જોઈ તેમને આશ્ચર્ય થયું અને તેમનું સન્માન કર્યું. શેઠ પણ સર્વ વજનને બહુમાનપૂર્વક આવવાનું કહી પાછા આવ્યા.
ચોગ્ય સમયે સર્વ સ્વજન વર્ગ આવી લાગ્યો. સવને યોગ્ય ઉતારા અપાયા. તેમના ગાય, ઘોડા વગેરે વાહનો તથા વાહનચાલકેની પણ યોગ્ય સરભરા કરાઈ. પોતાની બહેન નની ઉચિત પ્રતિષત્તિ કરતી પ્રિયશ્રી કહેવા લાગી કે તમને આ અમારા સામાન્ય ઘરમાં નહીં ફાવે પણ મોટું મન રાખી અગવડ સહન કરી લેજો. પ્રિયશ્રીની બહેને પણ તેનું ઘર, ઘરને આડંબર, વસ્ત્ર, આભૂષણ વગેરે જોઇ મનમાં વિમિત થઈ ગઈ. ભોજનના અવસરે શેઠે તેમને યેગ્ય આસન પર બેસાડી થાળી, વાટકા મૂકાવ્યાં અને ભોજન કરાવ્યું. જેમાં પ્રથમ સાકરનાં પાણી પીરસ્યાં. પછી જાતજાતનાં ફળે તથા મેવા મૂક્યા પછી ખાજાં, સુંવાળી, તલસાંકળી, મરકી, જાતજાતના લાડુ, લાપસી વગેરે પકવાન્ન પીરસ્યા. પીળી કેશર જેવી મગની દાળ, સાક્ષાત્ અમૃત જેવું ઘી, તળેલા પાપડ, ભાત ભાતનાં રાયતાં તથા વિવિધ જાતનાં શાક હતાં, જેમાં કેટલાક દુર્જનના હદય જેવા તીખાં હતાં, કેટલાક પડશણની જીભ જેવા કડવાં હતા, કેટલાંક ગુરુના વયન જેવાં લૂગ હતાં, તે કેટલાક માના હેત જેવા મધુર હતાં. તે પછી સફેદ દૂધ જેવા અણિયાળા ભાત તથા કઢી પીરસ્યાં. આ રીતે વિવિધ વાનીઓથી આગ્રહપૂર્વક તેમને જમાડ્યા. બાદ કપૂર, લવિંગ, એલચી અને કેશર મિશ્રિત પાનનાં બીડાં આપવામાં આવ્યા.
આ બધું જોઈ સ્વજને ચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે ખરેખર ! આની પની પુન્યવાન છે. એને નિધાન મળ્યું જે રાજાએ પાછું એને જ આપ્યું. ખરેખર ! શેઠને પુન્ય ફળ્યું છે. આ રીતે જેઓ પાસદત્તની પ્રથમ અવહેલના કરતા હતા તેઓ જ તેની પ્રશંસા કરવા લાગ્યા.
પાસદને સર્વ સ્વજનેને સુંદર વસ્ત્રોની પહેરામણ કરી. પ્રિયશ્રીએ પણ પિતાની બહેને પટેળાં આપ્યાં. પ્રિયંકરને વાજતે ગાજતે ઉપાધ્યાય પાસે ભણવા મૂકવામાં આવ્યું. પ્રિયશ્રીએ પિતાની બહેનને આગ્રહ, આદર અને સનેહપૂર્વક કેટલાક દિવસો રાકી. બધી જ બહેનો પોતે પૂર્વે કરેલા વર્તન બદલ લજિજત થઈ અને વિચારવા લાગી કે આ પણ સ્ત્રી છે અને આપણે પણ સ્ત્રી છીએ. છતાં આપણામાં ને તેનામાં કેટલું અંતર છે! તે બધી બહેનોએ પ્રિયશ્રીની ક્ષમા માગી. પ્રિયશ્રીએ કહ્યું-તમારો કશે દોષ નથી. મેં પોતે પૂર્વ જન્મમાં બાંધેલા અશુભ કર્મનું જ તે ફલ હતું.
આ તરફ શેઠે સર્વ સ્વજનોને વિદાય આપી. પ્રિયંકર પણ ઉદ્યમપૂર્વક અધ્યયન કરવા લાગ્યો. ઉપાધ્યાય પણ તેના વિનય ગુણથી રંજિત થઈને પ્રેમથી વિદ્યાદાન કરવા લાગ્યા. પરિણામે થોડા જ દિવસમાં તે સર્વ વિદ્યાઓમાં કુશલતાને પામ્યા. ત્યારબાદ ગુરુ પાસે તે ધર્મશાસ્ત્રો ભણવા લાગ્યો. ગુરુએ પણ તેને યેગ્ય જાણ સમ્યક્ત્વ, રત્નત્રયી, નવતરવ, બારવ્રત વગેરેનું જ્ઞાન આપ્યું અને મહાશ્રાવક બનાવ્યું અને હિતશિક્ષા આપી કે “મહાનુભાવ! બાલ્યાવસ્થાથી ધર્મ કરવો જોઈએ. કારણ કે, જે દિવસો જાય છે તે પાછા આવવાના નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org