Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૮૮ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય ૩. અર્થક૯૫લતાવૃત્તિ
આ વૃત્તિ વિ. સં. ૧૩૬૫ માં સાકેતપુરમાં જિનપ્રભસૂરિએ રચી છે. જે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી તેના ગ્રંથાંક ૮૧ તરીકે “અનેકાર્થ રત્નમંજૂષા” નામક ગ્રંથમાં વિ. સં. ૧૯૮૯ માં મુદ્રિત થયેલ છે.
આ વૃત્તિ અર્થોના વૈવિધ્ય, “ઉવસગ્ગહર” ની ગાથાઓનું પાWયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષમાં અર્થઘટન તથા અર્થોની વિશદ છણાવટની દષ્ટિએ અતિશય મહત્વ ધરાવનારી છે. ૪. અજિતપ્રભસૂરિકૃત ઉવસગહરં અવચૂર્ણિ
આ અવચૂર્ષિ કયી સાલમાં રચાઈ તેને ઉલ્લેખ ગ્રંથમાં નથી. પ્રતિના અંતે માત્ર શ્રી નિમણૂરિકૃતવૃરિ અવધૂળિ:” એટલે જ ઉલેખ છે. પ્રતિના છેડાને ભાગ ઘસાઈને નષ્ટ થયેલ છે તેથી ગ્રંથકર્તાનું નામ વંચાતું નથી. પણ આ પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી સંગ્રહની નં. ૧૨૭૨ ની પ્રતિ તરીકે તેના સૂચિપત્રમાં જ્યાં નેંધાઈ છે ત્યાં આ અવચૂર્ણિન કર્તા તરીકે અજિતપ્રભસૂરિનું નામ નંધાયેલ છે. એટલે લાગે છે કે પ્રતિને પ્રાન્તભાગ નષ્ટ નહીં થયો હોય ત્યારે ત્યાં અજિતપ્રભસૂરિ નામ લખેલ હશે. અમે પણ તેથી અહીં તેના કર્તા તરીકે અજિતપ્રભસૂરિનું નામ લખેલ છે.
આ અવચૂર્ષિ ૧૫૦ અનુટુપ કોક પ્રમાણ અને અદ્યાવધિ અમુદ્રિત . આ અવચૂર્ણિ જિનપ્રભસૂરિકૃત અર્થક૯૫લતાનું સંક્ષિપ્તીકરણ છે જે તેની વિશેષતા છે. ૫. ઉવસગ્ગહર પદાર્થ
આ પદાર્થ જિનસૂરમુનિકૃત પ્રિયંકર નુકથાના પ્રાન્ત ભાગ સાથે જોડી દેવાયેલ છે. લા. દ. ભા. સં. વિદ્યામંદિરની પુણ્યવિજય સંગ્રહની પ્રતિ નં. ૪૦૩૬ કે જે “ઉપસહરસ્તેત્ર સટીક પત્ર ૧૦ થી ૨૬ (અપૂર્ણ) નામની છે તેના પત્ર ૨૫ ની ૯મી લીટીથી આ પદાર્થ શરૂ થાય છે ત્યાં “હરિ હi પાળે સ્ટિવિતાત્તિઃ ” થી આને પ્રારંભ કરાયે છે જે ૨૭ મા પત્ર ઉપર પ્રાયઃ સમાપ્ત થતું હોય તેમ દેખાય છે પણ પ્રતમાં ૨૬ થી આગળના પત્ર નથી તેથી પ્રાન્ત ગ્રંથકારનું નામ જોવા મળતું નથી. પ્રિયંકરનૃપ કથાની સાથે જ આ “પદાર્થ' જોડી દેવાયેલ છે. તેથી આના પણ કર્તા જિનસૂરમુનિ હશે તેમ લાગે છે જે તેમ હોય તે આ પદાર્થની રચના ૧૬ મી શતાબ્દિની ગણાય.
હર્ષકીર્તિસૂરિની વૃત્તિ અને આ પદાર્થનું સંપૂર્ણ વાક્યોમાં પણ લગભગ સામ્ય છે જે આશ્ચર્યજનક છે. ૬ સિદ્ધિચંદ્રગણિકત ઉવસગ્ગહરં ટીકા
આ ટીકા વિ. સં. ૧૯૮૯ માં દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી તેના ૮૧ મા ગ્રંથાંક તરીકે પ્રસિદ્ધ થયેલ અનેકાર્થરત્નમંજૂષા નામક ગ્રંથમાં પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org