Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગહર સ્તોત્ર સ્વાધ્યાય વ્યંતરદેવ નિકાલમાં તે ઉત્પન્ન થયા. ત્યાંથી તેણે પિતાને પૂર્વ જન્મ જાણવા વિભંગ જ્ઞાનને ઉપયોગ મૂકો. પિતાના પૂર્વભવનું સ્વરૂપ જાણ્યું. અહંત પ્રવચન ઉપર ઉત્કૃષ્ટ પ્રઠેષ પ્રગટ્યો અને તે વ્યન્તરાધમ વિચારવા લાગ્યું કે હું મારા પૂર્વ વૈરને બદલે કેવી રીતે આ અત્ સાધુઓ અને શ્રાવકો ઉપર લઉં!
સર્ષની જેમ છિદ્રો જોવામાં તત્પર એવા તેને સુંદર અનુષ્ઠાનમાં સતત રત અને સદા અપ્રમત્ત એવા સાધુએનું કોઈ છિદ્ર પ્રાપ્ત થયું નહીં. આથી વિલખા થયેલા તેણે સાધુઓને પડતા મૂકી, અવિરત હોવાથી પ્રમાદવાળા તથા વિશિષ્ટ ધર્માનુષ્ઠાનેથી વિકલ એવા શ્રાવકોના છિદ્રો જોવા માંડ્યા અને છલ પામીને તે દુષ્ટ વ્યન્તર ઉપદ્રવ કરવા લાગ્યું.
વિશિષ્ટ બુદ્ધિવાળા અને જેમણે શ્રતનો સાર મેળવ્યું છે એવા શ્રાવકોએ આ જોયું અને તેમને થયું કે “વ્યતર કૃત આ ઉપદ્રવ અમારાથી ઉપશાન્ત થઈ શકે તેમ નથી. તેથી આ વિષયમાં પ્રતીકાર કરવા માટે શ્રી ભદ્રબાહસ્વામી જ સમર્થ છે.” એવી સૌએ વિચારણા કરી અને બનેલા વ્યતિકરને જણાવવાપૂર્વક ગુરુ પાસે વિનંતિ મેકલી. ગુરુએ તે વિનંતિને સાંભળી પિતાના અતિશય જ્ઞાનથી આ વ્યતિકર પાછળની વિગતે જાણ મહાપ્રભાવવાળું “ઉવસગ્ગહર” તેત્ર નૂતન બનાવીને મેકવ્યું. ત્યારથી સઘળે ય સંઘ તેના પાઠથી તથા મરણના પ્રભાવથી નિરુપદ્રવ તથા ધર્મપરાયણ થયે. [૧૦] ૩૬ “ઉવસગ્ગહરે તેત્ર પર રચાયેલી વૃત્તિઓ અને તેની વિશેષતા.
ઉવસગ્ગહર સ્તોત્ર પ૨ નાની મોટી ટીકાઓ તથા વૃત્તિઓ રચાઈ છે. જે પિતપિતાની વિશેષતાઓથી અલંકૃત છે.
વર્તમાનકાલમાં કેટલીક ટીકાઓ પ્રાપ્ત થતી નથી. પરંતુ જે ટીકાઓ પ્રાપ્ત થાય છે તે નીચે મુજબ છે. ૧. ઉવસગહર લધુવૃત્તિ. કર્તાઃ પૂર્ણ ચન્દ્રસૂરિ (મુદ્રિત)
આ વૃત્તિને રચનાકાલ બારમી શતાબ્દી મનાય છે. ૨. ઉવસગ્ગહર લઘુવૃત્તિ. કર્તા: દ્વિજપા દેવ ગણિ (મુદ્રિત)
આ વૃત્તિને રચનાકાલ પણ બારમી શતાબ્દી મનાય છે. ૩. અર્થકલ્પલતા વૃત્તિ. કર્તા જિનપ્રભસૂરિ (મુદ્રિત)
આ વૃત્તિ વિ. સં. ૧૩૬૫ માં સાકેતપુરમાં રચાઈ છે. ૪. ઉવસગ્ગહર અવસૂર્ણિ. કર્તા અજિતપ્રભસૂરિ (અમુદ્રિત)
આ જિનપ્રભસૂરિકૃત અર્થક૫લતા ઉપરની અવસૂરિ છે. રચના સંવત્ ઉપલબ્ધ નથી. તેની હસ્તપ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org