Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૮૪ :
ઉવસગહર સ્તોત્ર સ્વાધ્યાય અને વિશેષે કરીને જતિષ અને નિમિત્ત જાણ્યાં. લાવણ્ય, રૂપ, યૌવન, વિદ્યા અને વિજ્ઞાનથી મહિમાવંતે એ તે “પ્રભાકર” નામને સમૃદ્ધિ અને પ્રસિદ્ધિને પામે.
આ સ્વદેશ છે અને આ પરદેશ છે એ વિચાર તે કાયર પુરુષો કરે છે. જેમાં સત્વશીલ અને પુન્યવંત છે તેમને પરદેશ પણ સ્વદેશ છે.
એક વખતે તેણે પિતાનું જન્મ લગ્ન વગેરે જોયું અને તે પિતાના મનમાં વિસ્મિત થયો કે જુએ ! મારા પિતાનું કેવું અસ્થિરપણું છે. કારણ કે જે શુભ લગ્ન હતું તેને ચપલતાના ચગે અશુભ લગ્ન માનીને, અજ્ઞાનના ગે મને તેમણે વિદેશમાં રવાના કર્યો. અથવા તે મારા પિતા મારા મહાન ઉપકારી કે જેથી તેમણે આવું કર્યું તેથી મને દેશનું દર્શન થયું. જેના ગે મહાન ગુણ પ્રકર્ષ મને પ્રાપ્ત થયો. શાશ્વેમાં કહ્યું છે કે જ્યાં સુધી ધૂતથી ભરેલી અને અનેક પ્રકારના વૃતાન્તથી વ્યાપ્ત એવી પૃથ્વીનું પુરુષે પરિ બ્રમણ નથી કર્યું ત્યાં સુધી વિલાસો કેવા! પંડિતાઈ કેવી! બુદ્ધિ કેવી! હોંશિયારી કેવી! દેશ દેશની ભાષાનું જ્ઞાન કેવું! અને દેશાચારોની મનહરતાથી માહિતગાર થવાનું ય કેવું! મારા વડીલોએ આવું કર્યું તે પણ કુલીન આત્માએ માટે ગુરુજને ગૌરવનું સ્થાન છે તેથી કયારેક પણ હું તેમને સતેષ થાય તેમ કરીશ.
આ અરસામાં પાછલી વયમાં રહેલા વરાહમિહિરને ફરી પણ બીજો પુત્ર ઉત્પન્ન થયો. રાજાના આદેશથી પ્રમુદિત ચિત્તવાળા બાલકના પિતાએ મેટી વિભૂતિથી બાળકને જન્મોત્સવ કર્યો. વધામણાં થવા લાગ્યા. રાજા વગેરે સમસ્ત પરિજન અક્ષતપાત્ર હાથમાં લઈ લઈને પુરોહિત (વરાહમિહિર)ના ઘેર આવ્યા. તે વખતે વિહાર કરતા કરતા આચાર્ય ભદ્રબાહુ પણ ત્યાં આવી પહોંચ્યા. પરંતુ તે નિઃસંગ હોવાથી પુરોહિતને ઘેર ન ગયા. માત્સર્યના કારણે આ વાતને મનમાં રાખીને આ લોકો લેકવ્યવહારથી ય રહિત છે” એમ વરાહમિહિર લોકમાં નિંદા કરવા લાગ્યો. આચાર્યે શ્રતને ઉપગ મૂકો અને મહાગુણ જાણુને તેને કહેડાવ્યું કે સૌમ્ય! આજથી સાતમે દિવસે એકવાર તને પ્રતિબંધ કરવા આવીશું. તે દિવસે પુત્રના મરણના કારણે શેકથી તપ્ત બનેલા તને ધર્મોપદેશરૂપી જલથી નિવૃત્તિ પમાડશું.
આ વચન સાંભળીને વરાહમિહિર ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ પ્રજવલિત થઈ ઉઠયો અને બોલ્યો કે આ અમંગલ પ્રતિહત થઈને ભદ્રબાહુ ! તારા મસ્તક ઉપર જ પડે. બાકી છે તટ! જે તું કંઈ પણ જાણતા હોય તે મરણનું કારણ કહે.
આચાર્યે કહેવડાવ્યું કે ભદ્ર! તારા પુત્રનું મરણ બિલાડીથી થશે. “આ બે સાબિત થાવ' તે માટે છિદ્ર વિનાના મજબૂત કાછોથી બનાવેલા કાઝઘરમાં માતા સહિત પુત્રને વરાહમિહિરે રાખ્યો. ઉપરાંત તે કાઇગૃહના દ્વારે માટે દંડ હાથમાં રાખીને ઉભેલા બે બે અલમસ્ત પહેરગીરે બિલાડીથી રક્ષણ કરવા માટે વરાહમિહિરે બેઠવ્યા.
બરાબર સાતમે દિવસે બાલકની પરિચારિકાએ પ્રમાદવશ દ્વારની અર્ગલા કાઢીને બાલકની શય્યા પાસે ઉભી મૂકી. ભવિતવ્યતાના વશથી તે અર્ગલા માતાના મેળામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org