Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર ઑત્ર સ્વાધ્યાય દુઃસહ એવું ચિતામાં બળી મરવું હું અંગીકાર કરું છું એવી પ્રતિજ્ઞા પૂર્વક મોટા અભિમાનરૂપી પર્વત ઉપર આરુઢ થયેલ તે વરાહમિહિર નગરમાં પરિભ્રમણ કરવા લાગ્યો.
એક વખત તેની પત્ની સાવિત્રીએ શુભ મુહૂર્તે સર્વ અંગના લક્ષણોથી યુક્ત પુત્રને જન્મ આપ્યો. રાજસભામાં બેઠેલા વરાહમિહિરને દાસીએ આવીને પુત્ર જન્મની વધામણી આપી. તે વખતે હર્ષથી પુલકિત થવાને બદલે વરાહમિહિરનું મુખ શ્યામ પડી ગયું. કારણ કે જે વખતે દાસીએ પુત્રજન્મની વધામણી આપી તે સમયને જ પુત્રનો જન્મ સમય માનીને તેણે લગ્નની ગણત્રી કરી, પણ પુત્રજન્મ બાદ દાસીને ઘેરથી અહીં આવતાં જે સમય લાગે તે તેણે ગણત્રીમાં લીધે નહિં.
રાજાએ તેને હર્ષના સ્થાને વિષાદનું કારણ પૂછ્યું ત્યારે વરાહમિહિરે કહ્યું કે, દેવ! આ મારો પુત્ર ક્રૂર ગ્રહોની દષ્ટિવાળા લગ્નમાં જન્મ પામ્યા છે. તેથી લક્ષણવિહીન એવો તે જેમ જેમ વૃદ્ધિ પામશે તેમ તેમ આપના રાજ્યના, રાષ્ટ્રના, યાવતુ પોતાના ' કુલના પણ વિનાશને હેતુ થશે.
રાજાએ કહ્યું કે આ બહુ ખરાબ વસ્તુ છે તે પણ તમે કહે કે એ કેઈ ઉપાય છે? કે તેનું અને આપણું રક્ષણ થાય. - વરાહમિહિરે કહ્યું કે જે આ બાલકને બે રાજ્યોની સીમા ઓળંગીને તેથી આગળ મોકલી દેવાય છે જે કષ્ટને સમૂહ આવનાર છે તે આ બાળકને માથે જ પડે તેમાં સંદેહ નથી.
રાજાએ કહ્યું કે આ અતિ નિધૃણ ઉપાય છે. ત્યારે વરાહમિહિરે કહ્યું કે રાજનું! આપની વાત સાચી છે, પરંતુ નીતિનું આચરણ કરતા મનુષ્યએ આ અવશ્ય કરવું પડે તેમ જ છે. તે કર્યા સિવાય અન્ય કોઈ ઉપાય નથી અને એમ કહી વરાહમિહિર ઘેર આવ્યું.
પિતાના વિશ્વાસુ નક, ધાવમાતા તથા અન્ય સામગ્રી તૈયાર કરીને તેમની સાથે તે જ દિવસના જન્મેલા પુત્રને પિતાએ શીધ્ર નગરથી રવાના કર્યો અને સાથે જનારા માણસને સૂચના કરી કે આ બાળક સેળ વર્ષો બાદ મૃત્યુ પામશે અને તે મૃત્યુ પામે એટલે તરત જ તમે પાછા વળીને અહીં આવશે. ત્યાં સુધી આની સાથે રહેજો.
આ રીતે પુત્રના સ્નેહની પણ પરવા છેડી, લેક શું બોલશે તે પણ વિચાર્યા વિના, પિતાએ પુત્ર માટે આ નિઘ્રણ કર્મ કર્યું.
કેટલાક દિવસ કુટુંબે બાળકને શેક કર્યો પણ “દુઃખનું ઓસડ દહાડા” એ ન્યાયે સો ધીમે ધીમે બાળકને ભૂલી ગયા. તે બાલક પણ મહાપુન્યવાન હતું. જોતાંની સાથે સુખ ઉપજાવે તે હતે, પ્રત્યક્ષ પુજને રાશિ હેય તે હતે. પરિવારથી વીંટાયેલ તે દક્ષિણ દેશમાં આવ્યું, આઠ વર્ષને થયે. લેખાચાર્યની પાસે પ્રકૃતિથી વિનયયુક્ત અને અધ્યયનમાં પ્રયત્નશીલ એ તે ભણવા લાગ્યો. - ચૌદ વિવાઓ, ચાર વેદ, છ અંગ, નિઘંટુ વગેરે તેણે અલ્પ સમયમાં જાણી લીધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org