Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૪૩ : પ્રપતનથી થતે ઉપસર્ગ તે છે કે બરાબર ધ્યાનપૂર્વક જોઈને ચાલવાને ખ્યાલ ન રહેવાથી પડવા આખડવાનું થાય અને તેથી પીડા ઉપજે.
સ્તંભનથી થતે ઉપસર્ગ તે છે કે બેઠા, ઉભા, યાવત્ સૂતા રહેવાથી પગ વગેરે ખંભિત થઈ જાય.11
શ્લેષણથી થતે ઉપસર્ગ તે છે કે પગ વગેરે વાળીને વધુ સમય બેસવાથી પરિણામે તે પગ વગેરે તેવી જ સ્થિતિમાં રહી જાય.
આ રીતે ચારે પ્રકારના ઉપસર્ગોના ચાર ચાર ભેદ ગણતાં કુલ સોળ ભેદ થાય છે.
કોઈ આ રીતે ભેદ ન ગણતાં ચારે પ્રકારના ઉપસર્ગોના અનુકૂલ તેમ જ પ્રતિકૂલ એમ બબે ભેદ ગણું માત્ર આઠ ભેદ પણ માને છે.?
કઈ કઈ સ્થળે ઉપસર્ગોના ચાર ભેદો ન ગણતાં અપેક્ષાભેદને લક્ષ્યમાં રાખીને ત્રણ ભેદ પણ ગણવામાં આવ્યા છે. ૧૪
આ સર્વ પ્રકારના ઉપસર્ગોને દૂર કરવાનું સામર્થ્ય પાન્ધયક્ષમાં છે. આ પાશ્વ યક્ષ જેમની સેવા કરે છે તેવા શ્રી પાર્શ્વનાથ ભગવંત છે તેથી તેમનું માહાસ્ય અતિ અદભૂત કેટિનું અપ્રમેય છે. તે “યવસમાં વાણં' પદ દ્વારા સૂચવાય છે.
શ્રી તીર્થકર ભગવંતેને જ્યારે નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ દેએ નિર્મિત કરેલા સમવસરણમાં વિરાજમાન થઈ ભવ્ય જીવોના ઉપકારાર્થે પિતાની પાંત્રીસ ગુણયુક્ત વાણી વરસાવે છે. તેના વેગે અનેક ભવ્યાત્માઓ સર્વવિરતિ, દેશવિરતિ તથા સમ્યક્ત્વ અંગીકાર કરે છે. શ્રી જિનેન્દ્ર ભગવાન પણ તે સમયે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે જ સમયે શાસનની રક્ષા માટે યક્ષ તથા યક્ષિણી પણ સ્થાપિત થાય છે. તેમનું કાર્ય શાસનના આરાધકો ઉપર આવતાં વિદ્ગોનું નિવારણ કરવાનું છે.
ભગવંત શ્રી પાર્શ્વનાથનો શાસનયક્ષ પાર્શ્વયક્ષ છે. જે, ભગવત શ્રી પાર્શ્વનાથ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા ભક્તોના કોને સદા દૂર કરનાર છે.
પ્રસ્તુત સ્તુત્ર પાર્શ્વયક્ષથી પણ અધિષિત છે તેથી તેમનું સ્મરણ અહીં કરાયું છે.
१० प्रपतनया वा यथा अप्रयत्नेन संचरतः प्रपतनात् दुःखमुत्पद्यते ।। ११ स्तंभनया वा यथा तावदुपविष्टः स्थितो यावत्सुप्तः पादादिः स्तब्धो जातः । ૧૨ સ્ટેચા ચા ચા પાકમાવુકરા સ્થિત વા તેન તથૈવ ઘા ઋમિત તિ | સ્થા. ઠા. ૪ ઉ. ૪ ૧૩ સ ઇવ ટુવારિશ્વતુર્વોડનુત્રપ્રતિરસાત કણધા મવતિ | સૂત્ર૦, ૧ શ્ર , ૩ અ. ૧૪ ઢિ ૨ ૩વરાજે તા તિરિદજી મારે જે મવહૂ સરૂ નિરર્વા ઉત્તસૂત્ર, ૩૧ અધ્યયન. * યક્ષો તે વ્યંતર દેવ નિકાયના ૧ કિનર, ૨ કિપુરુષ, ૩ મારગ, ૪ ગાંધર્વ, ૫ યક્ષ, ૬
૬ રાક્ષસ, છ ભૂત અને ૮ પિશાચ એ આઠ ભેદ પૈકીને પાંચમે ભેદ છે. તેઓ પર્વત તથા ગુફાઓના આંતરાઓ તથા વનવિવર આદિમાં વસનારા હેવાથી વ્યક્તર’ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org