Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૭૩ : વિરવસદ્ નિરિંગ (“પૂજિત” પદ અધ્યાહાર સમજવાનું છે) પાર નમિ.
અર્થ -વિષધરોમાં વૃષભ એટલે શ્રી ધરણેન્દ્ર અને “ઝળપુરા' એટલે કુલિંગે ( અગ્નિકણ જેવા ઉપદ્ર) ઉપર જય મેળવનાર શ્રી પદ્માવતી તેનાથી પૂજિત “પાસ” એટલે શ્રી પાર્શ્વને “મા” એટલે નમીને. જો કે અહીં “વિસર વનને અર્થ ધરણેન્દ્ર કરાયે છે તે તે બરાબર છે કારણ કે ધરણેન્દ્ર તે નાગરાજ છે અને વિષધર વૃષભને અર્થ પણ નાગોના રાજા છે પરંતુ ળિપુરાને અર્થે પદ્માવતી કેવી રીતે કરવા તેનું સમાધાન સાંપડતું નથી.
નમસ્કાર વ્યાખ્યાનટીકા'માં આ વિગતના સંદર્ભમાં એક ચક દર્શાવાયું છે તે ચિન્તામણિ ચક છે. જો કે દ્વિજપા દેવગણિએ દર્શાવેલ ચિન્તામણિ ચક્ર સાથે આને મેળવતાં આમાં કેટલીક વિભિન્નતા દષ્ટિગોચર થાય છે. અમે આ જ ગ્રન્થમાં અન્યત્ર સર્વ યંત્રો દર્શાવ્યા છે. ત્યાં બ્રિજ પાશ્વદેવગણિએ દર્શાવેલ ચિન્તામણિચક્ર પણ દર્શાવ્યું છે; તેથી નમસ્કાર વ્યાખ્યાનટીકા”માં સૂચવેલ યંત્ર અહીં દર્શાવ્યું નથી.
ઉવસગ્ગહરે તેત્રની બીજી ગાથામાં “વિસર ” પદ દ્વારા આ મંત્ર કહેવાય છે. ત્યાં “નમિળ વાર મંત” પદ ન મૂકતાં “વિક ૪િ માં” પદ શા માટે મૂકાયું? આ શંકા પણ ઊઠવી સ્વાભાવિક છે. પણ તેનું સમાધાન એ છે કે આ મંત્ર દ્વારા બે કાર્યો થાય છે, એક તે વિષેનું હરણ અને બીજું કિલષ્ટ (તણખા મૂકાયા હોય તેવા) રોગનો નાશ. આ હકીકતને સૂચવતા આ મંત્રમાં બે પદો છે. એક વિસહર” અને બીજું કુલિંગ” એટલે આ મંત્રને “નમક વાત” મંત્રથી વાચ્ય ન કરતાં “વસ ઢા” મંત્રથી વાગ્યે કરાયો છે અને તે દ્વારા આ મંત્રથી સિદ્ધ થનારાં કાર્યો સૂચવાયાં છે. [૧૦] ૨૮, ઉવસગ્ગહર સ્તોત્રમાં દર્શાવાયેલા ત્રણ પ્રકારના ભક્ત આત્માઓ
ઉવસગ્ગહરં સત્રમાં ત્રણ પ્રકારના ભક્ત આત્માઓ દર્શાવાયા છે અને તે ત્રણ પ્રકારના આત્માઓની કક્ષાનુસાર તેમને પ્રાપ્ત થતાં ફલો પણ દર્શાવાયાં છે. તેમાં સર્વ પ્રથમ કક્ષાના આત્મા (જઘન્ય) “મનુજ” દર્શાવ્યા છે કે જેઓ ભૌતિક આપત્તિઓના નિવારણને જ પ્રાધાન્ય આપે છે. તેત્રકારે તેમને માટેનાં ફલે-ગ્રહ, રોગ, મારિ અને દુષ્ટ જવાને નાશ ગણાવ્યાં છે જે દર્શાવતી ગાથા “
વિકસ્ટિTHi” છે. બીજી કક્ષાના આત્માઓ તરીકે “પ્રણત” આત્માઓ દર્શાવ્યા છે કે જે મધ્યમ કક્ષાના છે, તેમને પ્રાપ્ત થનારાં ફલ તરીકે બહુફ-સ્વર્ગ આદિની સંપદાઓ, રાજ્ય, સુખ, સમૃદ્ધિ, દુઃખમાત્રને નાશ દર્શાવ્યા છે અને તે દર્શાવતી ગાથા “વિક્રુક દૂજે મંતો” છે.
ત્રીજી કક્ષાના આત્માઓ તરીકે “લબ્ધ સમ્યક્ત્વ આત્માઓ દર્શાવ્યા છે કે જે ઉત્તમ આત્માઓ છે. તેમને પ્રાપ્ત થનારાં ફલ તરીકે નિર્વિદને અજરામર પદની પ્રાપ્તિ દર્શાવાઈ છે એટલે કે પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ અને જ્યાં સુધી તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ લેકમાં સુખ સંપદાઓ તેને મળ્યા જ કરતી હોય છે તે બતાવાયું છે.
૧૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org