Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૬૭ : અહીં એક વાત લખવી આવશ્યક છે કે કેટલાય વિદ્વાનો ઉવસગાહરં સતેત્રના પ્રણેતા આચાર્યશ્રી ભદ્રબાહુને વિક્રમની છઠ્ઠી શતાબ્દિના હોવાનું માનવા પ્રેરાય છે અને તે માટે વિવિધ દલીલો રજૂ કરે છે. પરંતુ વિ. સં. ૧૭૬૫ માં રચાયેલી અર્થક૯૫લતાવૃત્તિના પ્રણેતા શ્રી જિનપ્રભસૂરિ ઉવસગ્ગહરં સ્તોત્રના પ્રણેતા શ્રી ભદ્રબાહુને વીર– નિર્વાણની બીજી શતાબ્દિમાં થયેલા જ સ્વીકારે છે અને તેથી તેમના મતને જ અહીં માન્ય કરાય છે. [૧૦] ૨૩. ભદ્રબાહુવામીએ આવસ્મયનિષ્ણુત્તિમાં દર્શાવેલ સવાલ
निवारणी विद्याજેવી રીતે ઉવસગ્ગહરે તેત્રમાં શ્રી ભદ્રબાહુએ “વિસહર કુલિંગ' મંત્ર દર્શાવ્યું છે, તેવી રીતે બીજે ક્યાંય પણ વિદ્યા કે મંત્ર દર્શાવ્યું છે ખરે? એ શંકા થવી સ્વાભાવિક છે. - તેના સમાધાનમાં જણાવવાનું કે આવસ્મયની નિજજુત્તિ ગા. ૧૨૭૦ માં તેમણે સવ્યવિસનિવારણ” વિદ્યા પણ ગંધવ નાગદત્તના કથાનકમાં દર્શાવી છે અને વિશેષ નેધપાત્ર બીના તો તે છે કે તેમાં પ્રાન્ત “સ્વાહા” પલ્લવનો પ્રયોગ કરાયો છે અને તેથી એ પણ નિર્ણત થાય છે કે ત્યારે “સ્વાહા”ને પલ્લવ તરીકે પ્રયોગ થતો હતો. પ્રાકૃતમાં
સ્વાહા”નું “સાહા” ન કરતાં સ્વાહા જ કાયમ રખાયું છે. [૧૦] ૨૪. “વિસહર કુલિંગ' મંત્રમાં મંત્રીઓને પ્રયોગ . ઉવસગ્ગહરં સ્તંત્રની બીજી ગાથામાં વિસહિર કુલિંગ' મન્ત્ર એટલું જ કહેવાયું છે
અને તેને પાઠ કરવાનું સૂચવાયું છે. જ્યારે ટીકાકારાએ તે મંત્રને આગળ પાછળ છે. દો છો સર્વે આદિ બીજથી સમન્વિત કરીને તે પછી તેને જાપ કરવા સૂચવ્યું છે. - અહીં એ વાત વિચારવાની છે કે શું શ્રી ભદ્રબાહુસ્વામીના વખતમાં પણ આ દૌ શ્રી આદિ મંત્રીને પ્રયોગમાં લેવાતા હતા? તથા આ દૂ શ્રી આદિ મંત્રીને ઈતરમાં જોવા મળે છે, તેવી રીતે જૈનોમાં પણ છે કે જૈનેતરમાંથી તે જૈનોમાં પ્રવેશ પામ્યા છે? " શ્રી ભદ્રબાહુ સ્વામીના વખતમાં “વાહા” પલ્લવ તરીકે હતું. એ આપણે ઉપર જોઈ ગયા છીએ એટલે જ એ પલ્લવ હોય તે પછી બીજા મંત્રી જે પણ હોય જ તે વાત માન્યા વિના ચાલે તેમ નથી. તે જૈનેતરોમાંથી જૈનોમાં દાખલ નથી થયાને? તેને જવાબ એ છે કે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની ૧૯ મી માટે થયેલા માનદેવસૂરિએ રચેલ શાન્તિસ્તવ કે જેનું પ્રસિદ્ધ નામ લઘુશાતિ છે તેમાં છે. હૂં ટૂ વગેરે મંત્રી જે દર્શા. વાયેલા છે. બીજું કમઠ અસુરે દર્શાવેલા મંત્રીબીજોથી ગતિ મંત્રાધિરાજ સ્તોત્રમાં જણાવાયું છે કે આ મંત્ર બીજે કમઠ અસુરે દર્શાવ્યા છે એટલે મંત્રી જેથી સમન્વિત કરવાની પદ્ધતિ ભગવાન શ્રી મહાવીરુ પરમાત્મા પૂર્વે પણ જૈનદર્શનમાં હોય તેવી સંભવિતતા માન્યા વિના ચાલે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org