Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય કરાવવું જોઈએ તેથી આદિમાં ઉપાધ્યાય કહ્યા છે. ઉપાધ્યાય પાસે આ સૂત્રનું અધ્યયન કરનારને સાધુઓ જ સહાય કરે છે. કારણ કે તેમને સહાય કરવામાં અધિકાર છે. તેથી ઉપાધ્યાય પછી સાધુઓ કહેવાયા છે. આ પ્રમાણે અધ્યયન કરાયેલ તે સૂત્રને અર્થ આચાર્યો જ કહે છે તેથી સાધુઓ પછી આચાર્ય મૂક્યા છે અને આચાર્યના ઉપદેશથી અહં તેનું જ્ઞાન થાય છે. (અહીં અહંતુ આ તેત્રમાં વર્ણવાયેલ ભગવાન પાર્શ્વ છે.) તેથી આચાર્યની પછી અહંત કહ્યા છે, આ સ્તોત્રના પાઠથી થનારૂં ભાવફળ પરંપરાએ સિદ્ધપણું છે. તેથી અહમ્ પછી સઘળા શુભ અનુષ્ઠાનના ફળભૂત સિદ્ધ ભગવંતેનું પ્રતિ
પાદન કરાયું છે. આ પ્રમાણે પંચ પરમેષ્ટિથી ગભિત આ સ્તોત્ર છે.* / [૧] ૨૬. ભગવાન શ્રી પાર્શ્વનાથની વિશેષતા
| સર્વ તીર્થકર ભગવંતે તીર્થંકરના ભવથી પૂર્વના ત્રીજા ભવે તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે. સર્વ તીર્થકર ભગવતે જન્મથી ( ગર્ભાવાસથી) આરંભી ત્રણ જ્ઞાન સંયુત હોય છે. સર્વ તીર્થંકર પ્રભુ અતુલ બલ, રૂપ, એશ્વર્ય તથા કાતિના ભંડાર સમાં હોય છે. એટલે અમુક તીર્થકર વધુ પુણ્યવાનું અને અમુક તીર્થકર ઓછા પુણ્ય વાન એમ કહેવું વાજબી નથી.
આમ છતાં પણ બીજી બીજી ઔદયિકમાવજન્ય પુણ્ય પ્રવૃતિઓ કઈ કઈ તીર્થકર ભગવંતમાં વિશેષ હોય તે તેને જૈનશાસન અમાન્ય કરતું નથી. ભગવાન શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ આ ત્રણ તીર્થકર ચક્રવર્તી પુણ્યને ભેગવટ કરનારા હતા જ્યારે બાકીના ૨૧ તીર્થકરેને માટે તેવી સ્થિતિ ન હતી.
તેવીજ રીતે ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામી વિશિષ્ટ કેટિના આદેય નામકર્મના ઉદયવાળા હતા અને જેમના નામને પ્રભાવ કલિકાલમાં વિશેષ હોય તેવા હતા. તેમ કહેવાથી બીજા શ્રી તીર્થકર ભગવંતેની ન્યૂનતા દર્શાવાતી નથી. / શ્રી પાર્શ્વનાથસ્વામીના અધિષ્ઠાયક અન્ય તીર્થકર ભગવંતે કરતાં વિશેષ છે એ. ( પણ ભગવાન શ્રી પાર્શ્વનાથને મહિમા વધવામાં નિમિત્તભૂત ઘટના છે. ભગવાન શ્રી પાર્શ્વનાથની ઘણી આર્યાએ દેવીપણાને તથા ઈન્દ્રાણીપણાને પામી છે એ હકીકત જ્ઞાતાધર્મકથાસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાં દર્શાવાઈ છે.
ત્યાં જણાવાયું છે કે ચમરેન્દ્રની અગ્રમહિષીઓ, બલીદ્રની અગ્રમહિષીઓ, દક્ષિણ વિભાગના (અસુરેન્દ્ર સિવાયના) ઈન્દ્રોની અગમહિષીઓ, ઉત્તર વિભાગના (અસુરેન્દ્ર સિવાયના) ભવનપતિ ઈન્દ્રોની અમહિષીઓ, દક્ષિણ વિભાગના વ્યંતર દેવેની અગ્રમહિષીઓ, ઉત્તર વિભાગના વાણુવ્યંતરદેવની અમહિષીઓ, ચન્દ્રની અગમહિષીઓ, સૂર્યની અગ્રમહિષીઓ, શક્રેન્દ્રની અગ્રમહિષીઓ, ઈશાનેન્દ્રની અગમહિષીએ એ બધી પૂર્વભવમાં ભગવાન પાર્શ્વનાથની સાધ્વીઓ હતી. અને તે બધી જ તે તે ઈન્દ્રોની ઈન્દ્રાણીરૂપે ઉત્પન્ન થઈ છે.
* અ) ક , લ. પૃ. ૯-૧૦ + જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર પૃ. ૨૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org