Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૬૩ : આ તેત્રના પાઠથી પરમ્પરાએ સિદ્ધપણું તે ફલ છે.”
આ લોક અને પરલોકના સુખના અભિલાષીઓએ આ સ્તંત્રનું હંમેશાં સ્મરણ કરવું તથા પઠન કરવું જોઈએ.”
એટલે આ રતત્ર ઉભય ફળને આપનાર છે.
આ તેત્રની રચના કયા નગરમાં યા સ્થળમાં થઈ તે અંગે પ્રાપ્ત થતી ટીકાઓ કશે જ પ્રકાશ પાડતી નથી. આ અંગે જે લખાણ પ્રાપ્ત થાય છે તે નીચે મુજબ છે.
જ્યારે વરાહમિહિરે વ્યક્તર બની ઉપદ્રવ શરૂ કર્યો ત્યારે શ્રી ભદ્રબાહુ સ્વામી તે નગરમાં ન હતા પણ અન્યત્ર હતા તેથી જ્યાં ઉપદ્રવ શરૂ થયો ત્યાંના સંઘે વિચાર કર્યો કે આ વ્યન્તરકૃત ઉપદ્રવને દૂર કરી શકે તેવા કેવલ શ્રી ભદ્રબાહુ જ છે અને તેથી તેમણે બનેલ સ્વરૂપને જણાવવા ગુરુને વિનંતિ મોકલી. શ્રી ભદ્રબાહુસ્વામીએ પિતાના જ્ઞાનથી આ બધો વ્યતિકર જાણે આ વિનંતિને સ્વીકાર કરી મહાપ્રભાવવાળું નવું ઉવસગ્ગહર તેત્ર બનાવી સર્વત્ર મોકલ્યું. તેથી સમસ્ત સંઘ તેના પાઠ અને સમરણના પ્રભાવથી નિરુપદ્રવ થયે.
આથી નિશ્ચિત થાય છે કે જે નગરમાં ઉપદ્રવ થયો તે નગરમાં શ્રી ભદ્રબાહુ ન હતા પણ અન્યત્ર હતા.
સંઘની વિનંતિથી આ તેત્ર તેમણે બનાવી બીજાઓ દ્વારા મોકલાવ્યું હતું.
આ તેત્ર લઈ જનારા સાધુઓ હતા કે શ્રાવકે હતા તે નિર્ણત થતું નથી. [૧૦] ૧૩, અક્ષરમાન
આ સ્તોત્ર ૧૮૫ અક્ષર પ્રમાણ છે. (સંયુક્ત અક્ષરને એક જ અક્ષર ગણવાને છે.)
પહેલી ગાથામાં ૩૭, બીજીમાં ૩૮, ત્રીજીમાં ૩૭, ચેથીમાં ૩૫ અને પાંચમીમાં ૩૮ અક્ષરે છે જે બધા ભેગા કરતાં ૧૮૫ થાય છે. [૧૦] ૧૪ સંયુક્તાક્ષર
આ તેત્રમાં સંયુક્તાક્ષર ૧૮ અને એક મતે ૧૯ છે.
પ્રથમ ગાથામાં ૪ સંયુક્તાક્ષરો છે, બીજીમાં ૨, ત્રીજમાં ૪, ચોથીમાં ૬, પાંચમી ગાથામાં ૩ અને જેઓ વિજ્ઞાને બદલે રેણુ પાઠ સ્વીકારે છે તેમના મતે ૨. આ રીતે સંયુક્તાક્ષરની વ્યવસ્થા છે. [૧૦] ૧૫. “ઉવસગ્ગહર સ્તોત્રનું સ્મરણમાં સ્થાન
પ્રતિદિન સ્મરણ કરવા ચગ્ય છે કે જેને “નવસ્મરણ” કહેવામાં આવે છે, તેમાં આ તેત્રનું સ્થાન પંચમંગલમહાગ્રુતસ્કંધ સૂત્ર એટલે શ્રી નમસ્કાર મહામંત્ર પછી તરત જ છે. જે આનું ઉત્કૃષ્ટ સ્થાન દર્શાવે છે. જો કે ખરતરગચ્છમાં પ્રચલિત સપ્ત. સમરણમાં આનું સ્થાન સર્વથી અન્તિમ- સાતમું છે. આવી પ્રણાલિકા કેમ થઈ તે વિચારણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org