Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય [૧૦] ૧૬. પ્રાથમિકતા
નવસ્મરણોમાં શ્રી નમસ્કાર સૂત્ર તે અનાદિ છે. તે સિવાયના સર્વ તેમાં રચના કાલની દષ્ટિએ પણ ઉવસગ્ગહર પ્રથમ છે.
રચયિતાની દૃષ્ટિએ પણ ઉવસગ્ગહરના રચયિતા મહાજ્ઞાની, ચૌદ પૂર્વધર અને સર્વ સ્તોત્રના રચયિતામાં પ્રથમ સ્થાને બિરાજમાન શ્રી ભદ્રબાહુ સ્વામી છે.
શ્રમણ ભગવંત મહાવીરની પટ્ટપરંપરામાં તેત્રકાર આચાર્યો જે કઈ થયા તેમાં પણ સર્વ પ્રથમ ભદ્રબાહુસ્વામી જ હતા. તેમની પૂર્વ થયેલા કોઈ પણ આચાર્ય ભગવતે તેત્રની રચના કર્યાનું જાણવામાં નથી. [૧૦] ૧૭. “ઉવસગ્ગહરં સ્તોત્રની જુદી જુદી ગાથાઓના જુદા જુદા પ્રભાવ
આ તેત્રની ૫ ગાથાઓ પૈકી પ્રથમ ગાથાને પાઠ ઉપસર્ગ–ઉપદ્રવ અને વિષધરના વિષને નાશ કરનાર છે.
પ્રથમ તથા બીજી ગાથાને સંયુક્ત રીતે કરાયેલો પાઠ યા મરણ ગ્રહ-રોગ-મારિ, વિષમ પર, દુષ્ટ, દુર્જન તથા સ્થાવર જંગમ વિષને નાશ કરનાર છે. પ્રથમ દ્વિતીય તથા તૃતીય ગાથાના પાઠ યા મરણથી વિષમ રોગ, દુઃખ તથા દારિદ્રનો નાશ થાય છે.
પ્રથમ, દ્વિતીય, તૃતીય તથા ચતુર્થ ગાથાના પાઠથી સર્વ વાંછિત પ્રાપ્તિ થાય છે. આ ચાર ગાથામાં શ્રી પાર્શ્વચિન્તામણિ મંત્ર સ્થાપન કરાયેલ છે અને સંપૂર્ણ તેત્ર ( ૧ થી ૫ ગાથા પ્રમાણ) ના પાઠથી આલોક તથા પરલોકના સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. [૧૦] ૧૮. “ઉવસગ્ગહર તેત્રમાં મંત્રો–
આ સ્તંત્રમાં “વિસહજ કુલિંગ” મંત્ર તે છે જ પણ બીજા અનેક મંત્રો જેવા કે સ્તંભન, મેહન, વશીકરણ, વિશ્લેષણ, ઉચ્ચાટન તથા પાર્શ્વ યક્ષ-યક્ષિણી મંત્ર ગુપ્ત રીતે સ્થાપિત કરાયેલા છે. - પાંચમી ગાથામાં વિશેષ કરીને દષ્ટકેત્થાપન, પુરક્ષાકરણ તથા ક્ષેમકરણ અંગેના મંત્ર હોવાનું નોંધાયું છે. [૧૦] ૧૯. “ઉવસગ્ગહર તેત્રમાં યન્ત્ર
આ સ્તોત્રમાં અનેક યંત્ર હવાનું પણ નોંધાયું છે. પ્રથમ ગાથામાં નીચેનાં ય છે–
૧ જગદવાલભ્યકર, ૨ સૌભાગ્યકર, ૩ ભૂતાદિનિગ્રહકર, ૪ સુદ્રોપદ્રવનાશક, ૫ વરાપશામક, ૬ શાકિનીનાશક, ૭ વિષનિગ્રહકર.
* જુઓ દિ. પા. તિ, પૃ. ૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org