Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
અહીં સમ્યક્ત્વની ચિંતામણિ તથા કલ્પવૃક્ષથી અધિકતા દર્શાવી તેનું પારંપરિક ફલ નિર્વાણ છે તે સૂચવાયું છે અને તે નિર્વાણ ફલ પણ નિર્વિને મળે છે તે સ્પષ્ટ કરાયું છે. સમ્યકત્વ:
સમ્યફ શબ્દ પ્રશંસા કે અવિરુદ્ધ ભાવને દર્શાવે છે. સમ્યફનો ભાવ તે સમ્યક્ત્વ કહેવાય છે એટલે કે સમ્યફૂપણું - સારાપણું, અર્થાત્ જે વસ્તુ જેવા સ્વરૂપમાં હોય તેવા સ્વરૂપમાં તેને સ્વીકારવી.
સારાંશ એ છે કે હેયને (ત્યાગ કરવા લાયકને) હેય માનવી, રેથને (જાણવા લાયકને) ય માનવી અને ઉપાદેયને (આદરવા ગ્યને) ઉપાદેય માનવી આનું નામ વિશિષ્ટ કેટિનું દર્શન-સમ્યગ્રદર્શન છે.
સમ્યગદર્શન કે સમ્યફ બંને પર્યાયવાચક શબ્દ છે. આ સમ્યક્ત્વને ઓળખવાના શાસ્ત્રીએ પાંચ ચિહૂને બતાવ્યા છે અને તે શમ, સંવેગ, નિર્વદ. અનુકંપા અને આસ્તિષ્પ છે. આ પાંચ ચિનો આત્મામાં દેખાય છે તે સમ્યકત્વ ગુણના પ્રકટીકરણની ખાત્રી આપે છે.
મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષો પશમથી આ સફવ નામનો આત્માને ગુણ પ્રકટ થાય છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ પ્રથમ પંચાશકમાં સમ્યક્ત્વની ટૂંકમાં વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કેતત્તસ્થત સમત્ત-
તના અર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યફવ છે. શ્રી ઉમાસ્વાતિ વાચકે પણ તત્ત્વાર્થ સૂત્રમાં– તરાર્ધશ્રદ્ધાને સમ્યગ્રીન-
તના અર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે એમ જણાવ્યું છે. અહીં તવ શબ્દની વિચારણા બે રીતે કરવામાં આવે છે. એક પરમાર્થથી અને બીજી વ્યવહારથી. તેમાં પરમાર્થ દષ્ટિએ જીવ, અજીવ, પુણ્ય, પાપ આશ્રવ, સંવર, બંધ, નિજારા અને મોક્ષ એ નવ તત્ત્વો છે. આ નવે તવેના ભાવમાં શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે અને વ્યવહારદષ્ટિએ સુદેવ, સુગુરુ અને સુધર્મ માં શ્રદ્ધા રાખવી તે સમ્પકૃત્વ છે, કારણ કે આ વિશ્વમાં નિર્ણય કરવા યોગ્ય અને જાણવા યોગ્ય તો ઉપરોક્ત ત્રણ જ છે.
શાસ્ત્રોમાં જણાવ્યું છે કે
આરિહંત તે સુદેવ છે, પંચમહાવ્રતધારી સાધુ તે સુગુરુ છે અને રાગદ્વેષથી સર્વથા રહિત શ્રી જિનેશ્વરદેવેએ પ્રરૂપેલો ધર્મ તે સુધર્મ છે.
આ ત્રણ પ્રત્યેની શ્રદ્ધા એટલે કે સુદેવમાં સુદેવત્વબુદ્ધિ, સુગુરુમાં સુગુરુત્વબુદ્ધિ અને સુધર્મમાં સુધર્મવબુદ્ધિ તે સમ્યકત્વ કહેવાય છે. अविग्घेणं
વાણંતિ વળ” માં વપરાયેલ “વળ' પદનો અર્થ છે “નિવિન પણે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org