Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૫૭ : જેઓ ૭ ગાથા માને છે તેઓ ૬ ઠ્ઠી અને ૭ મી ગાથા તરીકે જે ગાથાઓ મૂકે છે તેમાં પણ એકવાતા નથી, કઈક હાથપોથીઓમાં ૩૪ નppમચટૂળ તથા » નrt તુદોળ સમિચ એમ બે ગાથાઓ ૬ ઠ્ઠી તથા ૭ મી ગાથા તરીકે પ્રાપ્ત થાય છે. તે કેઈક હાથથીઓમાં તેનાથી જુદી બે ગાથાઓ પણ ઉપલબ્ધ થાય છે.
આ બધું જોતાં વર્તમાનમાં ઉપલબ્ધ થતી પાંચ ગાથાઓ જ વાસ્તવિક રીતે ઉવસગહરં સ્તોત્રની ગાથાઓ છે, એમ માનીને અમે તે ઉપરાંતની ગાથાઓનું વિવેચન કરવું અહીં ઉચિત માન્યું નથી. [૧૦] ૬. વિવિધ સંપ્રદામાં ઉવસગ્ગહરં સ્તોત્ર
જેન તારાબરમૂર્તિપૂજક સંપ્રદાય સિવાયના કેઈ જ સંપ્રદાયમાં ઉવસગહરં સ્તોત્રને કે તેની રચના થયાને કશે જ ઉલ્લેખ સાંપડતું નથી.
આચાર્ય શ્રી ભદ્રબાહને સર્વ સંપ્રદાયે સ્વીકારતા હોવા છતાં તેમની રચનાને આમ કેમ ગૌણ કરવામાં આવી હશે તે સમજાતું નથી.
દિગમ્બર સંપ્રદાય “ઉવસગ્ગહર' રતેત્રને આચાર્ય માનતુંગસૂરિ કૃત માને છે. સત્તરમી શતાબ્દીની દિગમ્બરીય પટ્ટાવલીના અનુસારે આ હકીકત નેંધાઈ છે. [૧૦] ૭. ભક્તિની વ્યાખ્યા
ઉવસગ્ગહરં સ્તોત્રની પાંચમી ગાથાના બીજા ચરણમાં વપરાયેલ મત્તિમર પદમાં રહેલા મત્તિ શબ્દની વ્યાખ્યા જુદે જુદે સ્થળે જુદા જુદા સંદર્ભોમાં જુદી જુદી કરવામાં આવી છે.
મગ્ન ધાતુથી ઉત્તાનું પ્રત્યય આવવાથી મ િશબ્દ નિષ્પન્ન થાય છે. મન્ ધાતુનો અર્થ છે સેવા કરવી. એટલે મને અર્થ છે સેવા. સાચી સેવા ત્યારે જ થાય કે જ્યારે જેની સેવા કરવી હોય તેના પ્રત્યે હદયમાં પ્રેમ હોય એટલે અહીં મસ્જિનો અર્થ આન્સર પ્રેમ કરવામાં આવ્યો છે.
* જુઓ ભક્તામર કલ્યાણ મંદિર નમિણ સ્તોત્રત્રયની ભૂમિકા પૃ. ૨૧ (હી. ર. કાપડીયા પ્ર. દે લા. જે. ગ્રંથમાલા.)
૧ મો: કાન્તીતઃ | અ. ક લ. શાંડિલ્ય સૂત્ર ભાષ્યમાં જણાવ્યું છે કે;–ા ઘરનુરારીશ્વરે / ૧-૧-૨ છે.
तस्मिन् ईश्वरे परा सर्वोत्कृष्टातिगाढा यानुरक्तिः प्रीतिपर्यायोऽनुरागः । इतररागविस्मारणोऽतिनिर्भरो माहात्म्य. ज्ञानपूर्वकः स्नेह इति यावत् ।।
તે ઈશ્વરમાં પરમ અનુરાગ તે જ ભક્તિ.
તે ઈશ્વરમાં પર એટલે સર્વોત્કૃષ્ટ અતિગાઢ જે અનુરાગ, જેને પ્રીતિ કહેવાય તેવો અનુરાગ. અતિનિભર એટલે બીજા રાગોનું વિસ્મરણ કરાવનાર તેમજ તેમના માહાત્મ્યના જ્ઞાનપૂર્વકને સ્નેહ તે ભક્તિ છે.
ભક્તિની આ બધી વ્યાખ્યાએ “આન્તર પ્રીતિ' અર્થમાં સમાવિષ્ટ થઈ જાય છે. આવી “આન્તર પ્રીતિને સમૂહ તેનાથી છલકાતું હદય” આ શબ્દ ભક્તિની સર્વોત્કૃષ્ટતા દર્શાવનારા છે, શ્રદ્ધાનું પરમ મબલ્ય પ્રકટ કરનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org