Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
કે પ્રકાશકીય નિવેદન છે
સ્વાધ્યાય શ્રેણિ અન્તર્ગત “નમસ્કાર સ્વાધ્યાય [ પ્રાકૃત વિભાગ] “નમસ્કાર સ્વાધ્યાય? [ સંસ્કૃત વિભાગ] અને “લેગસ સૂત્ર સ્વાધ્યાય –આ ત્રણ ગ્ર પ્રકાશિત થઈ ગયા બાદ આ ચેથા ગ્રંથ “ઉવસગહરં સ્તોત્ર સ્વાધ્યાય” વાચકેના કરકમલોમાં મૂકતાં અમે આહૂલાદ અનુભવીએ છીએ.
લોગસ્સ સૂત્ર સ્વાધ્યાય ના પ્રકાશન બાદ “નમોળુણું સૂત્ર સ્વાધ્યાય પ્રકાશિત કરવાની મંડલની ભાવના હતી. પરંતુ નમેલ્થણું સૂત્ર અંગે વિપુલ સાહિત્યની જરૂરત રહે અને તે તુરંત ઉપલબ્ધ ન થતાં તેનું પ્રકાશન તત્કાલ પૂરતું સ્થગિત કરી ઉવસગહર સ્તોત્ર સ્વાધ્યાય” નું લેખન કાર્ય શરૂ કરવું એમ વિચારાયું.
અમને એમ થયું કે પ્રસ્તુત સ્તોત્રનું સંપાદન-પ્રકાશન જે અમુક નિશ્ચિત પદ્ધતિ અનુસાર થાય તે સાધકોને પ્રસ્તુત સ્તોત્રના ગૂઢ રહસ્યો, તેના વાસ્તવિક પ્રભાવ, તેને અંગે થયેલી વિચારણાઓ વગેરે અનેક હકીકતેને સ્પષ્ટ ખ્યાલ આવે અને તે દ્વારા સાધક વર્ગ પોતાના આત્માનું ઉર્વીકરણ કરી શકે.
આ પદ્ધતિના લેખનકાર્યમાં અનેક ગ્રંથોની જરૂરત પડે તે સ્વાભાવિક છે. પ્રસ્તુત લેખનમાં આવા જે ગ્રંથોની આવશ્યકતા પડી છે, કે જે ગ્રંથે સાક્ષી તરીકે કે ખાસ આધારરૂપે લેવાયા છે, તેની નોંધ “ આધારભૂત ગ્રંથની યાદીમાં આપવામાં આવી છે.
કેટલેક સ્થળે ઉપયોગમાં લેવાયેલા ગ્રંથ વિગેરેના સંપૂર્ણ નામના ઉલ્લેખને સ્થાને ટૂંકાક્ષરી ઉલ્લેખ કરાયા છે, તેની સમજૂતિ માટે “સંકેતસૂચિ આપવામાં આવી છે.
પ્રરતુત લેખન માટે મુદ્રિત ગ્રંથ ઉપરાંત હસ્તલિખિત પ્રતે જોવાની આવશ્યકતા લાગતાં નીચેના જ્ઞાનભંડારોને ઉપયોગ કરવામાં આવ્યું હતું.
૧. આર્ય બૂસ્વામી મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર–ડઈ. ૨. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ. ૩. લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડાર–રાધનપુર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org