Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૪૧] નીરાગીપણાનું ગાંભીર્ય અને ઉદરની કૃશતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મસ્તકે રહેલી ફણુએ ઠેઠ ખભા સુધી પથરાયેલી છે. જેમાં પ્રતિમાનું મુખમંડળ દીપી ઉઠે છે. ફણ સાથે મૂર્તિની ઉંચાઈ પહોળાઈ રા-૩ ફીટ છે. (૪) સહસ્ત્રફણુછવાચ્છાદિત પ્રભુશ્રી પાર્શ્વનાથ-રાણકપુર
ગઢ આબૂ નવિ ફરસિયો, ન સુ હીરને રાસ,
રાણકપુર નર નવિ ગયે, ત્રિયે ગર્ભાવાસ, આ રીતે કવિ ઋષભદાસે જેની મહત્તા વર્ણવી છે તે મરુદેશમંડન રાણકપુર તીર્થમાં ધરણુવિહાર પ્રાસાદના ઉત્તર તરફના નાલમંડપ પાસે ખૂણાના દેરાસરની ભીંતમાં એક મોટી શિલા ઉપર સહસ્ત્રફેણ આછાદિત પાર્શ્વનાથ ભગવાનનું આંટી ગૂઠા જેવું આ શિલ્પ સૌ કોઈને આશ્ચર્યાન્વિત કરે તેવું છે.
આ શિલ્પમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ નાગેન્દ્રની પીઠ ઉપર કાયોત્સર્ગપૂર્વક ધ્યાનમાં ઉભેલી છે અને એ જ નાગેન્દ્ર બીજા નાગ-નાગણીઓ સાથે આંટા લગાવી ગૂંથેલું ૧૦૦૮ ફણાનું છત્ર ધારણ કરી રાખ્યું છે.
આ કૃતિમાં શિપીએ પિતાના ઉત્કૃષ્ટ કલા કૌશલને પરિચય કરાવ્યું છે. અતિ વિરલ ગણાય તેવી અજોડ કૃતિઓ પિકીની આ કૃતિ છે. આ શિલા ઉપર સં. ૧૯૦૩ ને લેખ છે.
(૫) શ્રી લઢણુ પાશ્વનાથ-દર્ભાવતી (ડાઈ), પ્રાચીન કાલનું દર્શાવતી તેજ આજનું ડભાઈ છે કે જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં વસ્યું હતું.
આ સ્થળે આઠ જિનાલયે વિદ્યમાન છે. તે પૈકી લઢણ પાર્શ્વનાથનું મંદિર પ્રાચીનતમ છે.
આમાં મૂળનાયક તરીકે બિરાજમાન શ્યામરંગી લોઢણ પાર્શ્વનાથની મૂર્તિ વેળુની છે. આ મૂર્તિ ઘણા સમય પર્યત જળથી ભરેલા કૂવામાં રહેવા છતાં તેને એક કણ પણ ખર્યો નહીં અને આ મૂર્તિ લેઢ જેવી રહી તેથી તેનું નામ લોઢણ પાર્શ્વનાથ રાખવામાં આવ્યું એવી એક કિંવદન્તી છે. આ મૂર્તિ અતિમનહર અને ભક્તોના - હૃદયને આલ્હાદક છે. પ્રભુની કૃતિ અર્ધ પદ્માસને બિરાજમાન છે અને તેથી જમણો ચરણ છૂટે દેખાય છે.
(૬) શ્રી પદ્માવતીદેવી નાલંદાના એક દેવીના ચિત્ર ઉપરથી ચિત્રકાર પાસે રેગ્ય ફેરફાર કરાવી અહીં પદ્માવતી દેવીરૂપે આ ચિત્ર રજૂ કરવામાં આવેલ છે.
(૭) સુશોભન મધ્ય શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર (જૈન લિપિમધ્યે)
એક સુંદર સુશોભનની મધ્યમાં શ્રી ઉવસગ્ગહર રાતેત્રને જૈન લિપિમાં લખાવી - અહીં રજૂ કરવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org