Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
(૨૩) પ્રશ્ન. ઉવસગહરની પાંચમી ગાથામાં ભગવંત પાસે “આપ બાધિ આપો” એવી યાચના
કરવામાં આવી છે તે શું જિનવરેન્દ્રો બેલિ આપે છે ખરા? ઉત્તર. આ પ્રશ્નનો ઉત્તર આપતાં આવશ્યક હારિભદ્રીય ટીકા વગેરેમાં જણાવ્યું છે
કે આ ભક્તિથી બેલાયેલી ભાષા છે. આ અસત્યામૃષા નામને ભાષાને એક પ્રકાર છે. ખરી રીતે જોતાં તે શ્રી તીર્થકરદે પ્રત્યેની ભક્તિથી સ્વયમેવ ઉપચુંક્ત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે માટે જ કહેવાય છે કે “તમે આપે.' તેમની ભક્તિ-સ્તવના દ્વારા મળતી વસ્તુ તેમણે જ આપી કહેવાય એ અપેક્ષાએ તેમની પાસે “બાધિ આપિ” એવી યાચના કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org