________________
નમ: श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
श्रीमद् विजयप्रेमसूरीश्वरसद्गुरुग्यो नमः श्रीमद् विजयभुवनभानुसूरिसद्गुरुभ्यो नमः
तर्कसम्राट् सर्वशास्त्रविशारद म हा म हो पा ध्या य श्री य शो वि ज य वि र चि त
उपदेश रहस्य
આ અભુત ગ્રન્થના રચયિતા મહામહે પાધ્યાય ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ છે. વિ. સં. ૧૯૬૦થી વિ. સં. ૧૭૪૩ના ગાળામાં આ મહાપુરુષ જેના શાસનમાં સુપ્રસિદ્ધ હતા. જેનેતર નવ્ય ન્યાય અને પ્રાચીનન્યાયના વિષયમાં તેઓશ્રીની વિદ્વત્તા અજોડ હતી. તે ઉપરાંત છએ દર્શન અને જિન દર્શનનાં તેઓશ્રી પારગામી ધુરંધર તાર્કિક વિદ્વાન હતા. તેઓએ આગમિક-દાર્શનિક વિષયનું સ્પષ્ટીકરણ કરતા અનેક ગ્રન્થ રચ્યા છે. ઉપદેશના વિષયમાં તેઓશ્રીએ આ “ઉપદેશ રહસ્ય” નામના અભુત ગ્રન્થની રચના કરી છે. તેમાં આર્યા છેદમાં પ્રાકૃત ભાષામાં ૨૦૩ મૂળગાથાની રચના છે અને તેના ઉપર સુંદર વિવરણ તેઓશ્રીની જ તર્કગર્ભિત કલમે આલેખાયું છે. તેમના વા વાક્ય જન શાસન પ્રત્યેની તેમની અપૂર્વ નિષ્ઠા, જિન દર્શન–ધર્મશાસ્ત્રનાં તલસ્પર્શી અધ્યયનની પ્રૌઢતા, પ્રત્યેક હકીકતને તર્કશાસ્ત્રની કઠિન કમેટી દ્વારા ચકાસવાની નિપુણતા, તેમજ સ્વ કે પર દર્શનનાં સાપેક્ષ સત્યેનું બેનમૂન સમર્થન કરવાની કુશળતા વાચકનાં ચિત્તને અપૂર્વ આહ્લાદ ઉપજાવે એવી છે. એઓ શ્રીના બીજા અનેક ગ્રન્થની માફક આ ગ્રન્થ પણ સરળતાથી સમજાય તેવું ન હોવાથી તેના સારાંશનું સંકલન કરીને ગ્રન્થના વિષયને સરળતાથી સમજી શકાય તે જાતને તાત્પર્યાર્થ તૈયાર કરી તેને અનુવાદરૂપે મુમુક્ષુઓ-વિદ્વાન અને ધર્મપ્રેમી સજજનેના કરકમલમાં પ્રસ્તુત કરવાને આ નમ્ર પ્રયાસ છે.