________________
ઉપદેશરહસ્ય ગાથા-૧૪૪
કહેવામાં આવે કે-“શેનયામમાં થતી પક્ષીની હિંસા શત્રુઘાત રૂપ સ્વાર્થસિદ્ધિને અનુલક્ષીને થતી છેવાથી ત્યાં અનિષ્ટ સર્જન થવાની શક્યતા છે. પરંતુ અરિમ યજ્ઞની હિંસા યાર્થક હેવાથી–અર્થાત યજ્ઞકર્મના અંગભૂત હોવાથી તેમાં કોઈ દોષ નથી. આ રીતે અગ્નિમ અને નયાઝમાં ઘણે તફાવત છે”-તો એ બરાબર નથી. કારણ કે યજ્ઞ પોતે જ સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ માટે કરાતો હોવાથી તેમાં થતી હિંસામાં પણ સ્વાર્થ જ મુખા છે એટલે દેષ થવામાં કઈ અટકાવનાર નથી. આ વિષયનું વધુને વધુ વિવેચન
8 કલકલતામાં જોઈ લેવું. આ રીતે જૈનેતર વચનમાં જણાને કોઈ મહત્ત્વનું સ્થાન ન હોવાથી જાતિના દર્શાવેલા ઉત્સર્ગ–અપવાદ હૃદયમાં જશે તેવા નથી. જ્યારે જિનવચનમાં જયણાનું અત્યધિક મહત્ત્વ હોવાથી તે નિવિને હૃદયંગમ બની શકે તેવું છે. ઇતિ સિદ્ધમ્ પ્ર૧૪૩
अवैतदुपसंहरन्वाहकयमेत्थ पसगेणं उस्सग्गववायरूवमिय गाउं ।
जह बहु कज्जं सिज्झइ तह जइयव्वं पयत्तेणं ॥१४४॥ ઉપસંહાર :--
શ્લેકાર્થ -પ્રાસંગિક ઘણું થયું. આ રીતે ઉત્સર્ગ અને અપવાદના સ્વરૂપને જાણીને ઘણું કાર્ય જે તે સિદ્ધ થાય તે રીતે પ્રયત્નપૂર્વક પ્રવર્તવું જોઈએ. ૧૪૪
कृतं पर्याप्तम् अत्रोत्सर्गापवादचिन्तायाम् प्रसगेन, इत्येवमुत्सर्गापवादरूप ज्ञात्वा यथा बहु=अभ्यधिकम् , कार्य =सयमप्रयोजन सिद्धयति तथा प्रयत्नेन=सर्वादरेण यतितव्यं, बहुविस्तरोत्सगबहुविधापवादावबोधस्य संयमात्यादरमात्रप्रयोजनत्वात् ॥१४४
તાત્પર્યાW :-ઉત્સર્ગ અને અપવાદની વિચારણામાં પ્રાસંવિક રીતે જે કહેવામાં આવ્યું છે તે ઉત્સર્ગ–અપવાદના સ્વરૂપને સમજવા માટે પુરતું છે. તેનાથી ઉત્સર્ગ અને અપવાદનું સમ્યક સ્વરૂપ જાણીને આદર બહુમાનપૂર્વક તે રીતે તેનું આચરણ કરવું જોઈએ કે જેથી સંયમ રૂપ પ્રોજન વધુને વધુ માત્રામાં સિદ્ધ થાય. ઘણું વિસ્તારર્થી ઉત્સર્ગ માર્ગ અને અનેક પ્રકારના અપવાદોને જણાવવાનું અને જાણવાનું પ્રયોજન જ આ છે કે સંયમ જીવનમાં વધુને વધુ આદર બહુમાન ઊભા થાય. ૧૪૪