Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 348
________________ ૩૦૭ ઉપદેશ જા- અનુષ્ઠાન વૈચિત્ર્યમાં તથાભવ્યત્વને પ્રભાવ "पटत्वाद्यवच्छिन्नस्याकस्मिकतापत्तेस्तत्र तन्तुत्वादिना हेतुत्वमावश्यकं, अन्यथा तदवच्छिन्नसामग्रयनिश्चये एतावत्सत्त्वेऽवश्यं पटोत्पत्तिरित्यनिश्चयरूपादाकस्मिकत्वात् प्रवृत्तेर्दुर्घटत्वप्रसंगात्तादृशनिश्चये एव कृतिसाध्यताधीसंभवात् , तत्परत्वाद्यवच्छिन्नस्याऽकस्मिकत्वं त्विष्टमेव, तद्धर्मावच्छिन्नसामग्रीसत्त्वेऽपि तथा निश्चयाऽयोगात्, तद्धर्मावच्छिन्ने प्रवृत्यभावाच्चे"ति चेत्, ? न, प्रवृत्त्यनो(? त्यौ)पयिककारणतायामेवं वक्तुमशक्यत्वात् , नियतान्वयव्यतिरेकप्रतियोगित्वरूपकारणताया विशेषरूपेणैव ग्रहसंभवाच्च, सादृश्यबुद्धचैव प्रवृत्त्युपपत्तेः, अन्यथान्वयव्यतिरेकव्यभिचारग्रहयोरविशेषेण कारणसाबुद्धावप्रतिबधत्वप्रसङ्गात् । પૂર્વપક્ષ –જન્યભાવ પ્રત્યે દ્રવ્યન કાર્યકારણભાવ હેવા છતાં જે તંતુવાવછિનને પટવાવચ્છિન્મનું કારણ માનવામાં ન આવે તો પટવાવચ્છિન્નની ઉત્પત્તિ શેનાથી થઈ એ પ્રશ્નનું સમાધાન ન થવાથી પદિ કાર્યો વિના કારણે જ ઉત્પન્ન થવા સ્વરૂપ આકસ્મિક્તાની આપત્તિ આવશે. જે કાર્ય વગર કારણે ઉત્પન્ન થાય તે આકસિમક કહેવાય. પટ પ્રત્યે જે તંદુત્વપુરસ્કા૨ણ કારણુતા માનવામાં ન આવે તો પટાવચ્છિન્નની કારણ સામગ્રી કઈ કઈ છે તેનો નિર્ણય થઈ શકે નહિ. એટલે “આટલી સામગ્રીની વિદ્યમાનતામાં અવશ્ય પટની ઉત્પત્તિ થાય એ નિશ્ચય ન થવા રૂપ આકસ્મિકતાના કારણે પટનું ઉત્પાદન કરવા માટે થતી પ્રવૃત્તિ પણ દુર્ઘટ બની જશે. વળી ઉત્પાદકને જ્યાં સુધી એ નિશ્ચય ન થાય ત્યાં સુધી આ કાર્ય મારાથી શક્ય છે કે નહિ તેવો નિર્ણય પણ સંભવ નથી. જે એવી આપત્તિ દર્શાવાય કે-તે પછી પટવાવચ્છિન્નની જેમ ત૫ટવાવચ્છિન્નની પણ આકસિમકતા ઢાળવા માટે તત્તતુત્વાવચ્છિન્નની કારણુતા પણ સ્વીકારવી પડશે-તે એ બરાબર નથી કારણ કે તત્પરત્નાવચ્છિન્નની આકસ્મિક્તા સ્વીકાર્ય છે. એ કાંઈ દેષ રૂપ નથી કારણ કે તતપટ–ાવચ્છિન્ન આદિની ઉત્પાદક સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ પૂર્વોપદર્શિત નિશ્ચય થ અશક્ય છે અને પૂર્વોપદશિત પ્રકારના નિશ્ચયનો અભાવ એ જ આકસ્મિક્તા છે. વળી, તત્પટવાવચ્છિન્નને ઉત્પન્ન કરવા માટે કઈ પ્રવૃત્તિ પણ કરતું નથી એટલે એ નિશ્ચય ન થાય તો પણ કેઈ આપત્તિ નથી. Fવિશેષ કાર્યકારણભાવ ગ્રહનું સમર્થન ઉત્તરપક્ષ :--આપત્તિ નથી એમ કહેવું બરાબર નથી કારણ કે પ્રવૃત્તિઅનુપયોગી કારણતાને તત્પટવાવછેદન ગ્રહ ન થાય તેમાં કાંઈ બગડી જતું ન હોવા છતાં જ્યાં તત્પટ રૂ૫ વ્યક્તિઓની જ ઉત્પત્તિ ઈચ્છનીય છે ત્યાં તત્પટટ્યાવછિન્નની ઉત્પત્તિ માટે જરૂરી પ્રવૃત્તિમાં ઉપયોગી કારણુતાને ગ્રહ થ આવશ્યક છે. જે તત્પટ–ાવચ્છિન્ન કાર્યાનિરૂપિતકારણુતાનો ગ્રહ નહીં થાય તે તરપટના ઉત્પાદનમાં પ્રવૃત્તિ કઈ રીતે થશે? બીજી વાત એ છે કે હંમેશા નિયત અન્વયવ્યતિરેક પ્રતિગિતા સ્વરૂપ કારણુતાની બુદ્ધિ વિશેષરૂપપુરસ્કારેણ જ થતી હોય છે, સામાન્યરૂપપુરસ્કારેણ નહીં. દા.ત. તન્તુથી ઉત્પન્ન થતા પટને જેવાથી તત્કાલ ઉત્પન્ન વસ્ત્ર અને તપૂર્વકાલીન તન્દુઓને જ કાર્ય–કારણ ભાવ લક્ષ્યમાં આવે છે, નહીં કે સર્વ વસ્ત્રોને સર્વ તંતુઓ સાથે, કારણ કે સર્વ વસ્ત્ર અને સર્વ તત્ત્વએનું જ્ઞાન તે સર્વજ્ઞ જ કરી શકે, બીજા નહીં.

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382