Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 352
________________ ઉપદેશ ૪૧-અનુષ્ઠાન વૈચિયમાં તથાભવ્યત્વને પ્રભાવ ૩૧૧ સમાધાન :- એ રીતે એક કારણથી અનેક કાર્યોત્પત્તિ માની શકાય તેમ જ નથી, કારણ કે એક કારણ જે સ્વભાવથી પૂર્વેક્ષણમાં કાર્ય ઉત્પન્ન કરે એ જ સ્વભાવથી જે ઉત્તર ક્ષણમાં પણ ભિન્ન કાર્ય ઉત્પન્ન કરતું હોય તે એ ઉત્તરક્ષણભાવી કાર્ય પૂર્વેક્ષણમાં જ ઉત્પન્ન થઈ જવું જોઈએ, કારણ કે પૂર્વેક્ષણમાં તદુત્પાદક સ્વભાવ અપ્રતિહત છે. પરિણામે ઉત્તરોત્તર ક્ષણભાવી તમામ કાર્યો એક જ સાથે પૂર્વ ક્ષણમાં ઉત્પન્ન થવાની મોટી આપત્તિને નેતરુ મળે છે. આ આપત્તિના ભયે “વસ્તુ એકાન્ત એક સ્વરૂપ હોય તે પણ તેમાં વિવિધ કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ હોઈ શકે એમ કહેવું ઘણું અઘરું છે. ઉપરોક્ત રીતે તથાભવ્યત્વની નિયામક્તા સિદ્ધ થઈ–એનું સમર્થન કરતાં શ્રી ઉપદેશ પદ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે८"इहरासमंजसत्तं तस्स तहसहावयाइ तह चित्तो । कालाइजोगओ नणु तस्स विवागो कहं होइ । ગાથા ૧૦૦૦ – અન્યથા (ભવ્યત્વમાં ભિન્નતા ન હોય તે) અસંગતિ આવે. ભવ્યત્વ એક જ સ્વભાવવાળું હોય તે કાલાદિ વેગથી જીવને તેવા પ્રકારના વિચિત્ર ફળ વિપાક ક્યાંથી હોય? ६°एसो उ तंतसिद्धों एवं घडए ति णियमओ एवं । पडिवज्जेयव्वं खलु सुहुमेणं तक्कजोगेणं ॥ ગાથા ૧૦૦૧–વિચિત્ર ફળ વિપક સિદ્ધાન્તમાં દર્શાવેલ છે. અને તે ભિન્ન ભિન્ન ભવ્યત્વથી જ ઘટે. સૂકુમતર્ક અજમાવીને અવશ્ય તે એ રીતે સ્વીકારવું. ४१एवं चिय विन्नेओ सफलो नाएण पुरिसगारो वि । तेण तहक्खेवाओ स अन्नहा कारणो ण भवे ॥ ગાથા ૧૦૦૨—ભવ્યત્વની ભિન્નતા હોય તો જ ન્યાયથી પુરુષાર્થ સફળ જાણો, કારણ કે તથાભવ્યત્વ જ પુરુષાર્થને ખેંચી લાવનાર છે. અન્યથા તથા ભવ્યત્વ વિના તે નિહેતુક થઈ જાય. ९२उवएससफलयावि अ एवं इहराण जुज्जति तओ वि । तह तेण अणिक्खित्तो सहाववादो बला एति ॥ ગાથા ૧૦૦૩–ઉપદેશની સફળતા પણ એ રીતે જ છે. અન્યથા તે પણ ઘટે નહિ. તથા વિચિત્ર ભવ્યત્વના અસ્વીકારમાં તેનાથી અનાક્ષિપ્ત અર્થાત્ એકાકાર સ્વભાવવાદ (જે નીચેની ગાથામાં જણાવાશે.) બલાતું પ્રસિદ્ધ થાય છે. को कुवलयाण गंधं करेइ महुरत्तणं च उच्छृणं । वरहत्थीण य लीलं विणयं च कुलप्पसूआणं ॥ ગાથા ૧૦–કણ કમળને સુગંધી બનાવે છે! ઈશ્નમાં મધુરતા કાણુ લાવે છે હસ્તિરાજમાં ગમનનું સૌંદર્ય કેનાથી ! કુલીનોમાં વિનય ક્યાંથી ! ८४एत्थ य जो जह सिद्धो संसारिओ तस्स संत्तियं चित्तं । किं तस्सहावमह णो भव्वत्तं वायमुद्देसा॥ ८९ इतरथासमंजसत्वं तस्य तथास्वभावतादि तथा चित्रः । कालादियोगतो ननु तस्य विपाकः कथं भवति ॥ ९० एष तु तन्त्रसिद्धः एवं घटत इति नियमत एवम् । प्रतिपत्तव्यं खलु सूक्ष्मेण तर्कयोगेन । ९१ एवं चैव विज्ञेयः सफलो न्यायेन पुरुषकारोऽपि । तेन तथाक्षेपात् स अन्यथा कारणो न भवेत् ॥ ९२ उपदेशसफलतापि च एवमितरथा न युज्यते ततोऽपि । तथा तेनाऽनाक्षिप्तः स्वभाववादो वलादेति ॥ ९३ कः कुवलयानां गत्व करोति मधुरत्वञ्चेक्षणाम् । वरहस्तिनां च लीला विनयं च कुलप्रसूतानाम् ॥ ९४ अत्र च यो यथा सिद्धः सांसारिकस्तस्य सच्चित्तम् । किं तत्स्वभावमथ नो भव्यत्व वादमुद्रैषा ॥

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382