Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 347
________________ ૩૦૬ ઉપદેસરહસ્ય ગાથા-૧૮૮ ઉત્પન્ન કાર્યોના સમુદાયરૂપ છે. સ્વતંત્ર કાર્યરૂપ નથી. જે તીર્થકર સિદ્ધાદિને સ્વતંત્ર કાર્ય માનવામાં આવે તે ગુરુધર્મ નીલઘટવ પણ કાર્યતાવછેરક માનવું પડશે. આશય એ છે કે ઘટોત્પાદક સામગ્રી ઘટને ઉત્પન્ન કરે છે અને નલત્પાદક સામગ્રી નીલને ઉત્પન્ન કરે છે એટલે નલઘટ સ્વતંત્ર કાર્યરૂપે ઉત્પન્ન થતું નથી. પરંતુ નીલવર્ણરૂપ કાર્ય અને ઘટકાર્ય એ બેના સમુદાયરૂપ નીલ ઘટ છે. જે એને નીલની કારણે સામગ્રી કરતા નઘટની કારણ સામગ્રી અલગ માનવી પડે એટલે કાર્યકારણ ભાવેની સંખ્યા વધી જતા બિનજરૂરી ગૌરવ થાય છે. એ જ રીતે તીર્થંકરાદિ સિદ્ધોને સ્વતંત્ર કાર્યરૂપ માનવામાં આવે તે દરેક જીવના ભવ્યત્વને જુદું જુદું માનવું પડે એ મહાન ગૌરવ અસ્વીકાર્ય છે. શાસ્ત્રમાં જે તીર્થંકરસિદ્ધ આદિ ભેદ દર્શાવ્યા છે તે તે કેવળ સિદ્ધોમાં પરસ્પર વંધમ્મ (વિભિન્નતા) દર્શાવવા માટે છે. આ રીતે દરેક જીવનું અલગ ભવ્યત્વ માનવામાં કોઈ પ્રબળ પ્રમાણ નથી. ઉત્તરપક્ષ – જે ભવ્યત્વને ભેદ માનવામાં ન આવે તે પછી તીર્થંકરસિદ્ધવાદિ ધર્માવચ્છિન પદાર્થમાં નિયામક કેને કહેશે ? પૂર્વપક્ષ –સામાન્યતઃ જે કાર્ય પ્રતિ જે જે કારણોની કારણતા સ્વીકૃત છે-માન્ય છે તે તે કાર્ય પ્રતિ તે તે કારણુવ્યક્તિઓ જ નિયામક હોય છે એટલે તીર્થંકરપણે સિદ્ધિના જે કારણે છે તે કારણુવ્યક્તિઓ જ તીર્થંકરસિદ્ધત્વાદિ વિશિષ્ટ પદાર્થના નિયામક છે. આ રીતે કેઈ કારણભેદ માનવાની જરૂર રહેતી નથી. ઉત્તરપક્ષ તીર્થકરસિદ્ધવાદિધર્મથી અવચ્છિન્ન પદાર્થમાં ઉપરોક્ત રીતે સામાન્યતઃ સિદ્ધ તત્ તત્ કારણ વ્યક્તિની નિયામકતા હોવી એને અર્થ જ એ છે કે તીર્થંકરસિદ્ધત્વાવચ્છિન્ન પ્રત્યે તે તે ફારણ વ્યક્તિઓ વિશિષ્ટ સ્વરૂપે હેતુભૂત છે. તે આ રીતે તીર્થંકર સિદ્ધવાદિના નિયમન માટે કારણુવ્યક્તિઓમાં અર્થાત તે તે આમામાં પરસ્પર પણ ભિન્નતા માનવા કરતા તે તે આત્માઓમાં રહેલા ભવ્યત્વધર્મને જ અલગ અલગ વિજાતીય સ્વરૂપે માનવા યુક્તિ યુક્ત છે. કારણ કે ધમભેદ બહિરંગ છે અર્થાત્ ધર્મીભેદ=ધર્મજાત્યની કલ્પનામાં ગૌરવ છે. જ્યારે ધર્મભેદ અંતરંગ છે અર્થાત્ ધર્મના વજાત્યને માનવામાં લાઘવ છે. આનો વિચાર પૂર્વપક્ષીએ કેમ નહિ કર્યો હોય ? પૂર્વપક્ષ તત્ તત્ કાર્ય વ્યક્તિની નિયામક્તા એ હેતુતારૂપ નથી કારણ કે કારણુવ્યક્તિમાં સામાન્યધર્મ પુરસ્કારેણ કારણુતા સંભવિત હોય ત્યાં વિશેષધર્મ પુરસ્કારેણ અન્યથાસિદ્ધિ હેવાથી કારણુતા માની શકાય નહિ એટલે તત્ તત્ તીર્થકર વ્યક્તિની સિદ્ધિમાં સામાન્યતઃ ભવ્યત્વ ધર્મ પુરસ્કારેણુ કારણુતા માની શકાય તેમ હોવાથી વિશિષ્ટ ધર્મ પુરસ્કારેણ કારણુતા માનવી ઉચિત નથી. ઉત્તરપક્ષ :-જે એ રીતે વિશેષ ધર્મ પુરસ્કારેણુ કારણુતા અસંભવિત હોય તે પછી સર્વ જન્ય-ભાવ પ્રત્યે દ્રવ્યત્વધર્મ પુરસ્કારેણું એકમાત્ર દ્રવ્યની કારણુતા સિદ્ધ થશે. અર્થાત્ દ્રવ્ય અને જન્યભાવને માત્ર એક જ કાર્યકારણુભાવ સિદ્ધ થશે. એટલે પછી વસ્ત્રાદિ વિશેષ જન્યભાવ પ્રત્યે તંદુત્વાદિ ધર્મ પુરસ્કારેણ કારણુતાનું જ્ઞાન પ્રમાણભૂત નહિ રહે. તેમ જ પટવાવાવછિન્ન પ્રત્યે તંતુવાવચ્છિન્નની કારણતાને વ્યવહાર પણ અપ્રમાણુ થઈ જશે.

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382