Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 346
________________ ઉપદેશ–૪૧ અનુષ્ઠાન વૈચિમાં તથાભવ્યત્વનો પ્રભાવ ૩૦૫ [તથાભવ્યત્વ શું પદાર્થ છે?1. તાત્પર્યાથે - સાકાર અને અનાકાર ઉપયોગને આશ્રય જીવ છે. આ જીવને જ જે ભવ્યત્વે નામને સ્વભાવ છે તે દરેક જીવને એક સરખો હોતો નથી. એટલે જુદા જુદા જીવના ભિન્ન ભિન્ન પ્રકારના સ્વભાવને જ તથાભવ્યત્વ કહેવામાં આવે છે. જીવને સ્વભાવ કહેવાનું કારણ એ છે કે તથાભવ્યત્વ કર્મનિર્મિત હેતું નથી. કેઈક જીવ ભવિષ્યમાં તીર્થકર બને છે તો કોઈક ગણધર થાય છે. આ ફળભેદ થવાનું કારણ તે તે જીના ભવ્યત્વ સ્વભાવની ભિન્નતા છે અને તેથી જ જુદા જુદા જીવોનું ધર્માનુષ્ઠાન પણ જુદુ જુદુ હોય છે. જૈનદર્શનમાં પ્રત્યેક કાર્ય તથાભવ્યત્વ, કાળ, નિયતિ, પુરૂષાર્થ (ઉદ્યમ) અને પપૂર્વોપાર્જિતકર્મ આ પાંચ કારણના સમુદાયથી જન્ય માનવામાં આવે છે. તેમાંનું એક કારણ જીવન તથાભવ્યત્વ સ્વાભાવ છે. અને તે પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં મુખ્ય ભાગ ભજવે છે. જુદા જુદા કાર્યો, જુદા જુદા કાળે, જુદી જુદી સામગ્રીથી ઉદ્દભવતા હોય છે ત્યાં તે બધી નિમિત્ત સામગ્રીને એકત્રિત કરવાનું કામ તથાભવ્યત્વ કરે છે. - જે જુદા જુદા જીવને ભવ્યત્વ સ્વભાવ જુદા જુદા પ્રકાર ન હોય તે શ્રી સિદ્ધાંતમાં તીર્થકરસિદ્ધ અને અજિનસિદ્ધ આવા ભેદ પાડ્યા છે તે પ્રમાણભૂત નહિ રહે. ઋજુસૂત્ર વગેરે પર્યાયને કારણેના ભેદ વિના કાર્યોમાં ભેદભાવ સ્વીકારતા નથી. વળી એકસરખા કારણથી પણ જે ભિન્ન ભિન્ન કાર્યોની ઉત્પત્તિ થઈ શકતી હોય તો કઈ એક જ માટી વગેરે કારણથી સકલ લેયવર્તી સમસ્ત કાર્યોની ઉત્પત્તિ થઈ જતા બાકીના પદાર્થોની કારણરૂપે કલ્પના પણ નિરર્થક થઈ જવાની આપત્તિ અપરિહાર્ય છે. अथ 'सामग्रयाः कार्यतावच्छेदकावच्छिन्नोत्पत्तिव्याप्यत्वात्तीर्थकरसिद्धत्वाद्यवच्छिन्नस्यानापत्तिरेव, न हि तीर्थकरसिद्धत्वादिकं कार्यतावच्छेदकं, अर्थसमाजसिद्धत्वात् , अन्यथा नीलघटत्वादिकमपि तथा स्यात्, तीर्थकराऽतीर्थकरसिद्धादिभेदाभिधानं च वैधर्म्यमात्राभिप्रायेणैवेति भव्यत्वभेदे मानाभाव' इति चेत् ?न, तीर्थकरसिद्धत्वाद्यवच्छिन्ने नियामकस्यावश्यवाच्यत्वात् । 'सामान्यतः क्लप्तकारणताकतत्तद्व्यक्तीनामेव तन्नियामकत्वमिति चेत् ? तादृशनियामकत्वमेव हेतुत्वमिति तावद्व्यक्तिविशेषकल्पनापेक्षया भव्यत्वविशेष एवान्तरङ्गत्वात् कल्पयितुं युक्त इति किं न विभाव्यते ! 'विशेषरूपेण तत्तद्व्यक्तीनामन्यथासिद्धत्वान्न हेतुत्वमिति चेत् ? तर्हि द्रव्यत्वेन जन्यभावत्वेनैक एव कार्यकारणभावः स्यादिति तन्तुत्वादिना कारणत्वबुद्धिव्यपदेशयोरप्रामाવ્યાપત્તિઃ | [તથાભવ્યત્વની કાર્યતાવ છેદકતા ઉપર આક્ષેપ-સમાધાન ] પૂર્વપક્ષ – પ્રત્યેક કાર્યની સામગ્રી કાર્યતાવછેદક ધર્મ વિશિષ્ટ કાર્યની વ્યાપ્ય હોય છે. એટલે કે સામગ્રી કાર્યતાવછેદક ન હોય તેવા ધર્મથી વિશિષ્ટ કાર્યની વ્યાપ્ય હોતી નથી. પ્રસ્તુતમાં તીર્થંકરસિદ્ધવાદિ એ મેક્ષરૂપ કાર્યનિષ્ઠ કાચતાનું અવચ્છેદક નથી. એટલે મોક્ષજનક સામગ્રીથી તીર્થકર સિદ્ધાદિ કાર્યોની ઉત્પત્તિ માનવાની જરૂર નથી, પણ એ તે,

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382