Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 307
________________ ૨૬૬ ઉપદેશરહસ્ય ગાથા-૧૪૮ [નિગુણ પ્રત્યે સમચિત્ત રહીએ] તાત્પર્યાથ-“અસંવિગ્ન લોકોની ભવસ્થિતિ જ એવા પ્રકારની છે કે જેથી કર્મના ભારથી લદાયેલા હોવાથી, કર્મના બોજ નીચે દબાયેલા હોવાથી હજુપણુ કલ્યાણના ભાજન બન્યા નથી. જૈન ધર્મના ઉપદેશે આપણે અમલમાં મૂકવાં જોઈએ એ ઋજુ પરિણામ તેઓમાં હજુ પ્રગટ્યો નથી.”—આ પ્રમાણે ભવસ્થિતિનું હંમેશા ચિન્તન કરતા રહેવું અને એ રીતે ચિત્ત સમતોલ રાખીને, જેઓ જિનવચનથી પ્રતિકૂળ આચરણ કરી રહ્યા છે અને જેઓને દુર્ગતિમાં પતન કરાવનાર મોહનીય વગેરે અશુભકર્મોનો ઉદય વતી રહ્યો છે એવા છે ચાહે લૌકિકધર્મસંસ્થામાં વતી રહ્યા હોય કે લકત્તરધર્મસંસ્થામાં વતી રહ્યા હોય, તેઓ પ્રત્યે દ્વેષભાવ રાખવાની જરૂર નથી. તેઓનું દર્શન થઈ જતાં “અરરર ! અરરર ! આવાના કયાં દર્શન થયા—એ તિરસ્કારભાવ દાખવો નહિ. તેઓની કેઈક પ્રશંસા સાંભળવા મળે કે તરત જ તે સાંભળીને છંછેડાઈ જવું નહિ, ઉકળી જવું નહિ-તેમની અસલ્ય નિંદા કરવા બેસી જવું નહિ. આ રીતે દ્વેષભાવને ત્યાગ કરે તેમાં અકલ્યાણ કે પણું કલ્યાણ જ છે. પરંતુ બને ત્યાં સુધી તેમના સંસર્ગથી દૂર રહેવા માં દ્વેષભાવ છે એવી કલ્પના કરવાની જરૂર નથી. કારણ કે જે ખરેખર ધર્માથી છે તેઓને પિતાના દુર્લભ સદાચારે યથાવત જળવાઈ રહે તે માટે શિથિલાચારીઓથી દૂર રહેવાની ખાસ જરૂર છે. કહ્યું છે કે-ગુણ અને દેષ સંસર્ગજન્ય છે. તેમાંય ગુણવાનના સંસર્ગથી ગુણો આવતાં વાર લાગે છે જ્યારે દોષવાનના સંસર્ગથી દોષો ઊભાં થતાં વાર લાગતી નથી. માટે તેવાઓના સંસર્ગથી દૂર રહેવામાં જ લાભ છે અને ખરેખર તો આ રીતે ધર્મ સુરક્ષિત રહેતા ધર્મમાં અંતભૂત મધ્યસ્થપણું પણ સુરક્ષિત રહે છે. એને બદલે જો તેઓના વધુ સંસર્ગમાં રહેવામાં આવે તે ઉલટ બોલચાલ વગેરેને અને ઝગડાને પ્રસંગ ઊભું થતાં જે ડું ઘણું મધ્યસ્થપણું હોય તે પણ ચાલ્યું જાય. આ વાત પર બરાબર ચિંતન કરવું. જિજ્ઞાસા - મધ્યસ્થ આત્માઓ માટે ઉપરોક્ત રીતે દ્વેષભાવનું વર્જન સરળ છે. પરંતુ વર્તમાનકાળમાં મોટાભાગના વિહારક્ષેત્રોમાં પ્રમાદી અને પાખંડી લે કે પેધી ગયા હોવાથી, એવા અસંવિગ્ન લેકના સંસર્ગથી દૂર રહેવું ઘણું કઠિન છે. તો શું કરવું ? આ જિજ્ઞાસાનું શ્લોકના ઉત્તરાર્ધથી સમાધાન કરતાં કહ્યું છે કે દુષ્કાળ, રાજકીય ધાંધલ કે બીજે કઈ ઉપદ્રવ વગેરે કારણેને આધીન થઈને અન્યત્ર તેવાઓથી વેગળા રહી શકાય તેમ ન હોય ત્યારે તે અસંવિગ્ન લેકે મધ્યે રહેવું પડે તો પણ એવી રીતે રહેવું કે જેથી આપણું સદબુદ્ધિમાં કોઈ વિકાર થવા પામે નહિ તેમ જ આપણી શુદ્ધ સામાચારીને પણ કેઈ હાનિ થાય નહિ. ૧૪૭ના ननु कारणेऽप्यसंविमसमीपेऽवस्थाने स्वपरोपघातप्रसंगः, गुणमत्सरिभिरसंविनैश्चौर्याद्यध्यारोपस्य कथञ्चिदुपलब्धस्य प्रमादाचरितस्य सुदूरविस्तारणस्य तथाविधकुलेप्वन्नपानव्यवच्छेदादेश्च करणात्, स्वतस्तेषां पापबन्धस्य बोधिवातफलस्य संभवाच्च, न चैतद्दोषपरिहारार्थ वंदनादिना तदनुवर्तनापि युक्ता, तथा सति तद्गतयावत्प्रमादस्थानानुमतिप्रसङ्गादित्यत आह

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382