________________
ઉપદેશ ૩૭–સદ્ગુરુને ઓળખવાના ઉપાયો
૨૭૩
તાત્પર્યાથી - જે વ્યક્તિને ઉત્સર્ગ–અપવાદ વગેરે દ્વેત પદાર્થોની યથાર્થ જાણકારી નથી એવી વ્યકિતશ્રત અને ચારિત્રધર્મ ઉભયથી ભ્રષ્ટ થયેલ છે. નિર્ધમી જે પિતાને મુગ્ધ લોકમાં ગુરૂ કહેવડાવતો હોય તે ખરેખર તે જૈનશાસનની વિટંબણું કરતે હોય છે અને આવા ગુરૂઓને પનારે પડેલું જનશાસન એ શ્રદ્ધા-વિશ્વાસાદિનું સ્થાન નથી. આ અશ્રદ્ધાભાવ ઘણું લોકોને ઉત્પન્ન કરે છે અથવા ઘણાં લોકોની શ્રદ્ધાને તેડી નાંખે છે અને એ રીતે જેઓએ હજુ કલ્યાણનું મે પણ જોયું નથી તેવાને, પિતાના મિથ્યા ઉપદેશથી રંગાઈ ચુકેલા મુગ્ધબુદ્ધિવાળા લોકોને સંસારમાં ડૂબાડે છે-રખડતા કરી દે છે. શ્રી સંમતિતર્કસૂત્રમાં તેમ જ ઉપદેશમાળા વગેરે શાસ્ત્રમાં પણ આવા જ તાત્પર્યવાળું કથન ઉપલબ્ધ થાય છે– ૧૫રા
[ઘણું ભણવા છતાં સિદ્ધાન્તને દુશ્મન ?] जह जह बहुस्सुओ समओ अ सीसगणसं परिवुडो अ ।
अविणिच्छिओ अ समए तह तह सिद्धतपडिणीओ॥१५३॥
પ્લેકાર્થ – જેમ જેમ બહુ જાણતો જાય, ઘણુને માન્ય બનતું જાય અને અનેક શિષ્ય પરિવારથી વધતું જાય તેમ તેમ તે સિદ્ધાન્તને દુશ્મન બનતો જાય છે કારણકે શાસ્ત્રથી નિશ્ચિત ( પરિણતો નથી. ૧૫૩
यथा यथा बहुश्रुतः परिपठितबहवागमः, संमतश्च बहुमतः संसाराभिनन्दिनां गतानुगतिकप्रवाहपतितानां तदनुवर्तिनां चान्येषां बाह्याडम्बरदर्शनमात्रोदितविस्मयानां मुग्धमतीनां च, च= पुनः शिष्यगणैर्विनेयवृन्दैः सपरिवृतः समन्तात् परिवृतः, अविनिश्चितः सम्यगपरिणतश्च प्रवचने, ऐदम्पर्याज्ञानाद्विरत्याहवाच्च, तथा तथा सिद्धान्तप्रत्यनीको रंजनकलादेयतापरध्यन्धनबाहुल्यहेतुयोगाग्निःशंकमसत्प्रवृत्त्या यथास्थितसिद्धान्तस्य विपर्यासापादनात्, अतो नेदृशगुर्वाश्रयणं युक्त किन्तूक्तगुणवद्गुर्वाश्रयणमेव श्रेय इति भावः ॥१५३॥
તાત્પર્યા - જે વેષધારી સાધુએ સિદ્ધાન્તનું હાર્દ જાણવાની તસ્દી જ લીધી નથી, શુદ્ધ તાત્પર્ય જાણવાની કઈ જિજ્ઞાસા જ નથી અને જે કાંઈ જાણ્યું તેને અમલમાં મૂકવા અર્થાત્ વિરતિભાવ પ્રત્યે ઝુકાવ વધતું જાય એ રીતે પ્રવર્તવામાં રસ જ નથી અને કેવળ ઘણું ઘણું આગમશાસ્ત્રનું વૈશાખનંદનની જેમ અવલોકન કરી જાય અને પિતાની જાતને આગમવિશારદ સમજી બેસે છે, તેમ જ ભવાભિનંદી અને ગતાનુગતિક ગાડરીયા પ્રવાહમાં ભળનારા અને તેઓનું અનુવર્તન કરવામાં નિમગ્ન એવા બાહ્યાડંબર દેખીને જ નેત્ર અને મુખ પહોળું કરી બેસનારા ઘેલીબુદ્ધિવાળા લોકોમાં વધારે ને વધારે માન્ય -માનનીય-આદરણીય બનતા જાય; વધુને વધુ માન સન્માન મેળવતા જાય; તેમ જ તે વેષધારીઓમાં દણિરાગ ધરાવનાર અને તેઓના ચરણે જીવન સમર્પણ કરી બેસનાર અનેકાનેક શિષ્યને પરિવાર જેમ જેમ તેઓને વધતું જાય તેમ તેમ તે વેષધારી ગુરુઓ ખરેખર તે જનશાસનના વિરોધી બનતા જાય છે, ૩૫