Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 332
________________ ઉપદેશ ૩૮–પૂર્ણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન [વાકાર્યાદિ પ્રતીતિ શ્રુતજ્ઞાનાત્મક હોવાનું સમર્થન इत एवोपपद्यते 'शब्दादेनमर्थ जानामी'ति । नहीयं धीः शब्दोत्तरकालविचारस्य मानसादित्वे घटते, उपनीतज्ञानादौ लौकिकविषयताद्यभावात् 'साक्षात्करोमी'त्यादिप्रतीतिपरिहारऽपि तत्र 'शाब्दयामी'ति प्रतीतेः समाधातुमशक्यत्वात् । न चात्र शब्दप्रयोज्यत्वमुपाधिभूतमेव विषयः, बाधकं विना स्वभावभूतस्यैव शाब्दत्वस्य तत्र विषयत्वात्, इत्यमुना प्रकारेण निजसदृशं पदार्थादिभेदेन पूर्ण श्रुतज्ञान कर्तुमुपदेश उक्तक्रमानुविद्धसूत्रदेशनात्मा भवति । यथास्वज्ञानमेव योग्ये श्रोतरि हितार्थिनामुपदेशप्रवृत्तेरिति द्रष्टव्यम् ॥१७४॥ તાત્પર્યાથ:-શબ્દ શ્રવણ કર્યા બાદ “શબ્દથી આ અર્થને જાણું છું” આવી પ્રતીતિ ઉત્પન્ન થાય છે. વાક્યાર્થીદિ પ્રતીતિ ઈહાદિસ્વરૂપ હોવાના કારણે જે મતિજ્ઞાનના જ ભેદરૂપ હોય અને તેને અન્તર્ભાવ શ્રુતજ્ઞાનમાં ન જ હોય તો ઉપરોક્ત પ્રતીતિ નહિ ઘટી શકે. કારણ કે શબ્દસંતના અનુસંધાનથી આ પ્રતીતિ ઉદ્દભવી હોવાના કારણે તેને મતિજ્ઞાન રૂપ માની શકાય તેમ નથી. કારણ કે મતિજ્ઞાન તે ઇન્દ્રિયજન્ય છે ત્યારે આ પ્રતીતિમાં ઈન્દ્રિયને વ્યાપાર ન હોવાથી ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન સ્વરૂપ તો તે હોઈ જ શકે નહિ. જે એમ કહેવામાં આવે કે “શબ્દસંકેતના અનુસંધાનના ઉત્તરકાળે વિચારરૂપે આ પ્રતીતિ ઉદભવતી હોવાથી મને જન્ય મતિજ્ઞાન સ્વરૂપ અર્થાત માનસપ્રત્યક્ષરૂપે માનવામાં વાંધો નથી.”—તે તે પણ શક્ય નથી. કારણ કે પ્રસ્તુત પ્રતીતિમાં શબ્દ પણ વિષય છે અને માનસપ્રત્યક્ષને વિષય શબ્દ હેતો નથી. જે એમ કહેવામાં આવે કે-“મનને લૌકિકસંનિકર્ષ શબ્દ સાથે ન હોવા છતાં જ્ઞાનાત્મક-અલૌકિકસંનિકર્ષથી ઉદ્ભવતા માનસ પ્રત્યક્ષને વિષય શબ્દ બનવામાં કઈ દેષ નથી. ઉપનીતજ્ઞાન એટલે ઉપનયમર્યાદાજન્યજ્ઞાન, ઉપનયમર્યાદા એટલે અલૌકિક સક્નિકર્ષ. શબ્દન અલૌકિકસંનિકર્ષજન્ય માનસપ્રત્યક્ષ થવામાં કોઈ ન હોવાથી ઉપરોક્ત પ્રતીતિને શબ્દબેધમાં અન્તર્ભાવ કરવાની જરૂર રહેતી નથી.”—તે એ પણ બરાબર નથી, કારણ કે ઉપનીતજ્ઞાનના વિષયભૂત શબ્દમાં અલૌકિક વિષયતાને અનુભવ થે જોઈએ જ્યારે પ્રસ્તુતપ્રતીતિના વિષયભૂત શબ્દમાં લૌકિક વિષયતાનો અનુભવ થાય છે. એટલે “શબ્દથી આ અર્થને સાક્ષાત્કાર કરું છું” આવી પ્રતીતિ થવાને અવકાશ ન હોવા છતાં “શાબેધાત્મક અનુભવ કરી રહ્યો છું” એવી આ પ્રસ્તુત પ્રતીતિનું સમાધાન તેને શ્રુતજ્ઞાનમાં અન્તર્ભાવ ર્યા વિના કેઈપણ રીતે શક્ય નથી. કદાચ એમ કહેવામાં આવે કે-“પ્રસ્તુત પ્રતીતિમાં વાસ્તવિક નહિ કિન્તુ પાધિક શબ્દપ્રજ્યતાને અનુભવ થઈ રહ્યો છે એટલે તેનો અન્તર્ભાવ શાબ્દબોધમાં કરવો વ્યર્થ છે.” તો એ પણું આ નથી. કારણ કે સ્ફટિકની લાલાશની જેમ અહીં શબ્દપ્રજ્યતાને ઔપાધિક ત્યારે કહી શકાય કે જ્યારે સ્ફટિકમાં પૂર્વકાલીન સફેદાઇના અનુભવરૂપ બાધકની જેમ અહી પણ કઈ બાધક ઉપસ્થિત હેય. તે ન હોવાથી પ્રસ્તુત પ્રતીતિમાં વાસ્તવિક જ શબ્દપ્રજ્યતા વિષચભૂત છે, એમ માનવું જ રહ્યું. મૂળશ્લેકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે પિતાને જેવું પદાર્થઆદિ ભેદથી પરિપૂર્ણ શ્રુતજ્ઞાનનું આધાન કરવાને શાસ્ત્રને ઉપદેશ છે એટલે પદાર્થોદિ ક્રમથી અનુવિદ્ધપણે

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382