________________
૧૦૧
ઉપદેશ-૧૩-વિને આવે તે નમતું જોખવું નહીં તાત્પર્યાથ–બે પુરુષ એક જ સરખું ભોજન કરે છે, બીજે દિવસે સહેજ અજીર્ણ જેવું લાગતાં એક પુરૂષ ચેતી જાય છે અને અજીર્ણને રેગની પૂર્વાવસ્થારૂપ સમજીને રોગ ઉત્પન્ન ન થાય તે માટે અપચ્ચન કે અતિમાત્રાએ આહારને ત્યાગ અને ઉપવાસ વગેરે આરોગ્યના નિયમેનું સેવન કરે છે તેમજ રોગ પેદા થાય તેવા અતિભોજન વગેરે કારણોને ત્યાગ કરે છે. તે તેનું અજીર્ણ ટળી જાય છે અને સંભવિત રેગની ઉત્પત્તિ થતી નથી.
જ્યારે બીજો પુરુષ તે અજીર્ણરૂપ ચિહ્નથી ચેતી જવાને બદલે વધારે ને વધારે ખા ખા કરે છે, તેમ જ પથ્ય કે અપથ્યનું ભાન રાખતા નથી. સ્વાદલેલુપતાને કારણે રેગના કારથી દૂર રહી શક્તિ નથી તે તેને રેગેત્પત્તિ થાય છે.
[નિમિત્તતુલ્યતા અંગે વ્યવહારનય-નિશ્ચયનયની દષ્ટિ ]. પ્રસ્તુત દષ્ટાંતમાં બને પુરુષને રોગની ઉત્પત્તિમાં નિમિત્તની તુલ્યતા (એક સરખું ભે જન) જર્ણવી છે તે વ્યવહાર નયના અભિપ્રાચથી. કારણ કે વ્યવહાર નથી ઘણે અંશમ તુલ્યતા હોય તો બે વસ્તુમાં એકત્વની બુદ્ધિ અવિરુદ્ધ છે. જ્યારે નિશ્ચયનયથી નિમિત્તની તુલ્યતાનું કથન અશક્ય છે. કારણ કે નિશ્ચયનયને અભિપ્રાય એ છે કે કાર્ય જે અલગ અલગ હોય તો તેના કારણે પણ અલગ જ હોય પરંતુ સરખા ન હોય. આ અભિપ્રાયનું બીજ જે ગ્રંથવચન છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-“કાર્ય કદાપિ કારણના અભાવમાં ઉત્પન્ન થાય નહિ તેમ જ જે કાર્યના જે કારણે પ્રસિદ્ધ છે તેથી અન્ય બીજા કાર્યના કારણથી પણ પ્રસ્તુત કાર્યની ઉત્પત્તિ થતી નથી. દિા.તઘટના કારણે માટી વગેરે છે તેનાથી વસ્ત્રની ઉત્પત્તિ થતી નથી પરંતુ તંતુ વગેરે કારણથી જ વસ્ત્ર ઉત્પન્ન થાય છે.] જો વિના કારણ કે અન્ય કાર્યનાં કારણેથી પણ અભિપ્રેતકાર્યની સિદ્ધિ થતી હોય તે “તંતુ વગેરે સામગ્રીથી જ વસ્ત્ર વગેરેની ઉત્પત્તિ થાય બીજાથી નહિ આવી કાર્યકારણ ભાવની વ્યવસ્થા તૂટી પડે.” આ હેતુથી એકને રગે ભવ અને બીજાને અનુદ્દભવ રૂપ અલગ અલગ કાર્યમાં નિમિત્તની તુલ્યતા નિશ્ચય નયને અમાન્ય છે પરંતુ વ્યવહાર નયને માન્ય છે.
ઉપદેશપદ-શાસ્ત્રમાં (ગાથા ૩૨૬) કહ્યું છે કે- “ વ્યવહાર નથી નિમિત્ત તુલ્યતાનું કથન ઉચિત છે કારણ કે વ્યવહારનય પણ તત્ત્વપ્રાપ્તિનું મહત્ત્વનું અંગ છે. કારણ કે વ્યવહારનયને અનુસરીને પ્રવર્તવાથી જ નિશ્ચયનયસાધ્ય ફળને યોગ થાય છે.”
મિક્ષપ્રાપ્તિનું પ્રધાન અંગ વ્યવહાર નય છે. આશય એ છે કે જેમ કેઈ ખેડૂત દિવ્યદષ્ટિથી અવશ્યભાવી ફળને નિશ્ચય કરીને ખેતી કરે છે તેમ “સારો વરસાદ પડશે અને આપણે મહેનત બરાબર કરશું તો અન્ન જરૂર પાકશે એવા વ્યવહારિક નિર્ણયથી જે ખેડૂત ખેતીમાં પ્રવર્તે છે, તે બન્નેને ફળપ્રાપ્તિ એકસરખી થાય છે. તે જ રીતે વ્યવહારનયને આશ્રયીને મેક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર પણ તેવું જ ફળ મેળવે છે જેવું નિશ્ચય નયથી પ્રવર્તનાર મેળવે છે.
પ્રસ્તુતમાં પણ સમજવું જોઈએ કે પૂર્વે બંધાઈ ચુકેલા કર્મ રૂપ મુદ્ર વ્યાધિમાં અભિવૃદ્ધિ કરનાર અવિધિ વગેરેનું આસેવન કરવામાં આવે છે તે કર્મ અવશ્ય કડવા ફળનું સર્જન કરે છે અને જે અવિધિ આદિને સાવધાની પૂર્વક પરિહાર કરવામાં આવે તે તે કર્મોને પ્રભાવ નષ્ટ થઈ જવાથી ભાવ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે એવો નિયમ છે. કે કઈ પણ દોષ જે નિમિત્તોથી ઉદ્દભવે કે વૃદ્ધિગત થાય તે નિમિત્તોના વિરોધીનિમિત્તોનું