________________
૧૩૪
:
ઉપદેશરહસ્ય ગાથા-૬૩
થયા કરતો હોય તે એટલા માત્રથી તે આજ્ઞાપાલન નિરર્થક નથી. કિન્તુ એનાથી ફરી ભવિષ્યમાં વિશિષ્ટ પ્રકારના આજ્ઞાનની પ્રાપ્તિ સુલભ થાય છે. ઔષધ યત્નના દષ્ટાંતથી આ હકીકત વધુ સ્પષ્ટપણે સમજાય છે. જેમ કેઈ એક રોગની નિવૃત્તિ માટે એકવાર ઔષધસેવનને આરંભ કર્યા પછી પ્રમાદ, આળસ, વિસ્મૃતિ વગેરેના કારણે ઔષધ લેવાનું રહી જાય અથવા અપથ્યાદિનું સેવન થઈ જાય, આ રીતે સમ્યક્રક્રિયા (ચિકિત્સા) નો અપચાર વકલ્ય (અભાવ) થઈ જતાં તેના કવિપાક અસહ્ય વેદના વગેરે અનુભવ્યા પછી પુનઃ ઔષધસેવન તેમ જ તેમાં પૂર્ણ સાવધાની રાખવાની અભિલાષા સવિશેષ જાગૃત થાય છે. તેમ કર્મવ્યાધિની ચિકિત્સા કરવા માટે એકવાર સમ્યગદર્શનાદિ ગુણોનો આદર કર્યા પછી અશુભ ભવિતવ્યતાદિ કેઈ નિમિત્તથી સાધુ વગેરે શુભલંબન પર દ્વેષ થઈ જતાં તે ગુણોથી પતન થયા બાદ તેના કડવા વિપાક રૂપે નરક વગેરે દુર્ગતિના દુઃખ અનુભવ્યા પછી જન્માક્તરમાં પૂર્વભવ આરાધિત સમ્યગદર્શન વગેરે ગુણોની સાધનામાં સવિશેષ જાગૃતિ પ્રગટ થાય છે. શ્રી પંચાશક શાસ્ત્રમાં (૩/૨૪) કહ્યું છે કે –
ક્ષાપશમિક ભાવમાં રમતા આત્માએ દઢ આદરપૂર્વક કરેલું પ્રશસ્ત અનુષ્ઠાન અશુભકર્મના ઉદયથી મુકાઈ જાય-છૂટી જાય તે પણ ભવિષ્યમાં ફરી શુભ અધ્યવસાયની વૃદ્ધિમાં કારણભૂત બને છે.
સારાંશ, આજ્ઞાગ દીપકલિકાની જેમ ઉત્તરોત્તર સજાતીય આજ્ઞાગના ઉદ્દભવમાં હેતુભૂત છે અને અશુભકર્મના ઉદયને અભાવ તેમાં સહકારી કારણરૂપ છે. એટલે અશુભ કર્મોદય રૂપ પ્રતિબંધ ઉપસ્થિત થતા પૂર્વકાલીન આજ્ઞાગથી ભાવવૃદ્ધિ થતી અટકી જવા છતાં પણ પ્રતિબંધક દૂર થતાં તે ચાલુ થઈ જાય છે. આ વિષય અંગે અન્યગ્રન્થમાં પણ વિવેચન કરેલું છે. ૬૩