________________
૧૨
ઉપદેશરહસ્ય ગાથા-પ૫–૮૬
कत्थइ न नाणमेअस्स भावओ तम्मि असइभोगोवि । अंधलयभोगतुल्लो पुव्वायरिआ तहा पाहु॥ १०°सदसदविसेसणाओ भवहेऊ जहिच्छिओवलंभाओ। नाणफलाभावाओ मिच्छद्दिहिस्स अन्नाणमिति ।।
अथ दुष्टावधारणत्वात्तज्ज्ञानस्य विपरीतत्वेऽपि तत्सुखस्याऽतथात्वात् कथं विपरीतत्वमिति चेत् ? न, सुवर्णपटापेक्षया मृन्मयघट इव कूटदलपरिणामत्वरूपस्यैव वैपरीत्यस्य संभवात् ॥६८॥
[ઇન્દ્રિયજન્ય સુખની દુરૂપતા ] તાત્પર્યાર્થ: શરદઋતુમાં વાતાવરણની રજ જમીન પર બેસી જાય છે અને સૂર્યનું તેજ વધે છે એટલે તેના કિરણોને તાપ પણ પ્રખર હોય છે એ તાપથી સરોવરમાં પાણીની સપાટીમાં ઉષ્મા ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ ઊંડાણ ઘણું હોય તે નીચેનું પાણી ઠંડુ જ રહે છે. એ જ રીતે મિથ્યાષ્ટિને બાહ્ય ઇન્દ્રિયે અને વિષયના સંપર્કથી બાહ્ય ઈન્દ્રિયરૂપ સપાટીમાં જે સુખ ઉત્પન્ન થાય છે તે અંતરાત્મામાં થતું નથી, કારણ કે તેના આત્મામાં અપાર અને ઘોર મિથ્યાત્વનું ઊંડાણ છે કે જેમાં દુઃખ સિવાય બીજું કાંઈ છે જ નહિ, એટલે બાહ્યન્દ્રિરૂપ સપાટી પરનું સુખ પણ આંતરિક પરિણતિને આશ્રયીને દુઃખરૂપે પરિણમે છે.
આંધળે માણસ સર્વશ્રેષ્ઠ રાજમહેલમાં રહેતું હોય, મખમલની પથારી અને ગાલીચા તથા રેશમી વસ્ત્રો અને સ્ત્રી વગેરેને ઉપભેગ કરે, તે પણ નેત્રના અભાવમાં તે બધાના રૂપના દર્શનના અભાવમાં સંપૂર્ણ ઈચ્છાપૂતિ ન થતી હોવાથી (એટલે કે અધૂરી જ રહી ગયેલી જોવાની તીવ્ર ઈચ્છાની આકુળતા રહેતી હોવાથી) ઉપભોગ જનિત સુખને યથાર્થ અનુભવ કરી શકાતો નથી. ઉપભેગ પણ એને માટે અનુપગ તુલ્ય થઈ જાય છે, એજ રીતે રાજ્ય વગેરેના સુખને ઉપભોગ હોવા છતાં પણ મિથ્યાષ્ટિજીવને મિથ્યાત્વદેષરૂપ અંધાપાને કારણે ઈચ્છાપૂતિ ન થતી હોવાથી તે બધું જ ભોગવવા છતાં પણ ન ભોગવ્યા જેવું થઈ જાય છે.
શંકા : મિથ્યાષ્ટિની જેમ સમ્યગૃષ્ટિ જીવને પણ લાભકષાયનો વિચ્છેદ થતો ન હોવાથી ઇરછા અતૃપ્ત જ રહે છે. ઇચ્છા અતૃપ્ત રહેવાના કારણે મિથ્યાષ્ટિને ઈચ્છાક્ષયજન્યરતિ (ષાય) સ્વરૂપ સુખને અભાવ હોય તો સમ્યગૃષ્ટિને પણ કેમ ન હોય ?
[અનંતાનુબંધી કષાયથી તૃષ્ણાની કાતીલ પીડા] સમાધાનઃ લોભાદિ ચારેય કષાયના ચાર પ્રકાર છે. (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાન (૩) પ્રત્યાખ્યાન (૪) સંજવલન. આ ચારેયમાં અનંતાનુબંધી પ્રબળ છે. સમ્યગદષ્ટિ આત્માને સંપૂર્ણ લેભ વિચ્છેદ ન હોવા છતાં પણ અનંતાનુબંધી લેભને વિચ્છેદ હોવાથી, અનંતાનુબંધી લેભજનિત અત્યુઝ તૃષ્ણાની પીડા તેને હોતી નથી. એટલે અપ્રત્યાખ્યાનાદિ લોભજનિત તૃષ્ણ ક્યારેક પ્રબળ અવસ્થામાં જાગ્રત હોય તે પણ અનંતાનુબંધી કષાયના ઘરની ન હોવાથી અંતરમાં એને અંશે–સૂક્રમરૂપે ઉપશમ સુખનું સંવેદન હોય છે, એટલે રતિરૂપ સુખને પણ સર્વથા અભાવ હોતો નથી. જ્યારે મિથ્યાષ્ટિને અનંતાનુબંધી
ભકષાયને વિચ્છેદ ન હોવાથી સુખને લેશ પણ હેત નથી. સંભવ છે કે ક્યારેક ९९ कथ्यते न ज्ञानमेतस्य भावतस्तस्मिन्नसकृद्भोगोऽपि । अन्धलकभोगतुल्यः पूर्वाचार्यास्तथा प्राहुः ॥ १०० सदसदविशेषणात् भवहेतु र्यादृच्छिकोपलम्भात् । ज्ञानपलाभावाद मिथ्यादृष्टेरज्ञानमिति ॥