________________
૨૫૪
ઉપદેશરહસ્ય ગાથા-૧૩૭–૧૩૮ તાત્પર્યાW - ઊંચા ઊંચા પર્વતેનું અસ્તિત્વ હોવાથી જગતમાં ભૂતલાદિની નીચા તરીકેની પ્રસિદ્ધિ છે. અર્થાત્ લેકને પર્વતની અપેક્ષાએ સપાટભૂમિ નીચી છે એવી પ્રતીતિ થાય છે. એ જ રીતે નીચી સપાટ ભૂમિની અપેક્ષાએ પર્વત વગેરેની ઊંચા તરીકેની પ્રતીતિ થાય છે. આ દષ્ટાંતનું તાત્પર્ય એ છે કે જે જે અપેક્ષિક ભાવ હોય છે એટલે કે અપેક્ષા સંબંધથી પરસ્પર ગાઢ પણે સંકળાયેલા હોય છે. તેમાંથી ગમે તે એકને 'જ્ઞાનમાં અન્ય અવધિભૂત અર્થાત્ અપેક્ષા સબંધીનું જ્ઞાન આવશ્યક હોય છે. દા.ત.–દીર્ધ અને હ્રસ્વ પદાર્થ અવધિ-અવધિમતુ ભાવ સંબધથી પરસ્પર એવી રીતે સંકળાયેલા છે કે દીર્ઘના જ્ઞાનમાં હુપદાર્થનું જ્ઞાન અને હૃસ્વપદાર્થના જ્ઞાનમાં દીર્ઘપદાર્થનું જ્ઞાન ઉપયોગી બને છે. એ જ રીતે ઉત્સર્ગ અને અપવાદનું જ્ઞાન પણ પરસ્પરના અવધિ-અવધિમતુ ભાવ (=અપેક્ષા) સંબંધથી જ પ્રાજ્ય છે. અર્થાત્ ઉદભવે છે. આ રીતે ઉત્સર્ગ અને અપવાદ અન્યની પ્રતીતિમાં એકસરખા હેતુરૂપ છે. એટલે જે ઉત્સર્ગમાં સંબંધીરૂપે અપવાદ વિદ્યમાન ન હોય તે ઉત્સર્ગની પ્રતીતિ જ થવી અસંભવિત છે. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે નાના
[ઉગઅપવાદ અન્ય વ્યાખ્ય-વ્યાપક] जावइया उस्सग्गा तावइआ चेव हुँति अववाया ।
जावइया अववाया उस्सग्गा तत्तिया चेव ॥१३७॥ । .' પ્લેકાર્થ :- જેટલા ઉત્સર્ગો હોય છે તેટલા જ અપવાદ હોય છે. જેટલા અપવાદે હોય છે તેટલા જ ઉત્સર્ગો હોય છે, ૧૩ળા
'यावन्त उत्सर्गास्तावन्तोऽपवादा मावन्तचापवादास्तावन्त एवोत्सर्गाः, अस्त्यनयोरविशिष्टो मिथो व्याप्यव्यापकभावो ग्राहकतौल्यादिति भावः ॥१३७॥
તાત્પર્યાથ - જે જે બાબતોને અનુલક્ષીને જેટલા ઉત્સર્ગ વિધાનો કરાયા હોય છે તેટલા જ અપવાદ વિધાને પણ તે તે બાબતને અનુલક્ષીને કરવામાં આવે છે. આ રીતે ઉત્સગવિધાન અને અપવાદવિધાન એ બન્ને એકસરખી રીતે પરસ્પરના ગ્રાહક-વ્યંજક હેવાથી તે બન્નેમાં નિવિશેષપણે વ્યાખ્ય-વ્યાપક ભાવ વિદ્યમાન છે. ૧૩ા
दवादिएहि जुत्तस्सुस्सग्गो तदुचियं अणुट्ठाण । रहिअस्स तमववाओ उचियं विअरस्स न उ तस्स ॥१३८॥
શ્લેકાથ:- (અનુકૂળ) દ્રવ્યાદિથી યુક્તને ઉત્સર્ગ અનુષ્ઠાન ઉચિત છે, અને દ્રવ્યાદિના વિરહવાળાને અપવાદ અનુષ્ઠાન ઉચિત છે. દ્રવ્યાદિ યુક્તને તે ઉચિત નથી. ૧૩૮
- द्रव्यादिभिर्युक्तस्य साधोरुत्सगो भण्यते किमित्याह तदुचित परिपूर्णद्रव्यादियोग्य परिपूर्णमेव शुद्धान्नपानमवेषणादिरूपमनुष्ठानम् , रहितस्य द्रव्यादिभिरेव तदनुष्ठानमपवादो भण्यते, कीदृशमित्याह-उचितमेव पंचकादिपरिहाण्या तथाविधान्नपानाद्यासेवनारूपमुत्सर्ग सापेक्षमेव, एतदेव स्पष्टयति-इतरस्य द्रव्यादियुक्तव्यतिरिक्तस्यैव, न तु तस्य द्रव्यादियुक्तस्य यत्तदनुष्ठान संसाराभिनन्दिताविज॑भितम्, अशक्तस्यैवोत्सर्गादपवादगतावधिकारात्, श्रान्तस्येव स्वभावगमने तीक्ष्णकिया