________________
ઉપદેશરહસ્ય ગાથા-૯
જે સાધુએ આજ્ઞા નિરપેક્ષ થઈને દુષ્કર તપશ્ચર્યાં વગેરે પણ કરે છે, તેઓની અન્યકારમય માહની ગ્રંથી પણ પ્રાય: ભેદાઈ હોવાની શકયતા નથી. દા.ત. કાગડાએ જેમ શીતળ અને ગભીર જળકુડના ત્યાગ કરી છીછરા ખાાચીયામાં મઝા માણે છે તે રીતે તે સ્વચ્છંદ સાધુએ પણ ગુરુકુળ વાસને ત્યાગ કરીને છીછરા ખાએાચીયા જેવી નિષ્ફળ ક્રિયાઓમાં હિત સમજે છે. [૧૧–૩૮]
૧૮
[સનિપાત અને માહ ]
તેના ઉપશમભાવ એટલે કે રાગ-દ્વેષની મંદતાના પરિણામ પણ સન્નિપાત નામના વ્યાધિ તુલ્ય રાગ-દ્વેષ અને માહની સુષુપ્ત અવસ્થા, જેને માટે મૂળ શ્લાકમાં સંમેાહસ્વસ્થતા' એવા શબ્દ પ્રયાગ કર્યા છે, તેનાથી પ્રેરિત હોવાથી એ ઉપશમ ભાવ ભવિષ્યમાં પ્રાપ્ત થનારા કડવા ફળની ચાગ્યતાથી વણાયેલ હોવાથી પરિણામે અધિક દોષ જનક છે એમ લાગ્યા વિના રહેતું નથી. વાત પિત્ત અને ફક્ આ ત્રણ ધાતુઓનાં ઉગ્ર વૈષમ્યથી ઉત્પન્ન થયેલા સન્નિપાત નામના વ્યાધિ શરીરમાંથી નિમૂળ ન થયા હોય પણ ગમે તે કારણે કાળના પ્રભાવે દખાઈ ગયા હોય તેા તે વ્યાધિની મદતા પણ આગામી કાળમાં વધારેને વધારે ધાતુવૈષમ્ય ઉત્તેજક હોવાથી હકીકતમાં દોષ રૂપ જ છે. તે જ રીતે જયાં સુધી માહ નિર્મૂળ થયા નથી અથવા તેા નિમૂ ળ થવાની તૈયારીમાં નથી ત્યાં સુધી ઉપર ઉપરથી દેખાતી રાગ અને દ્વેષની મંદતા પણ માહના એક પ્રકારના ચાળા જ છે માટે તે દોષ રૂપ જ છે. ઉપદેશપદમાં કહ્યું છે કે—
“જે પરિણામમાં રાગ અને દ્વેષ મદ એટલે નિીજ થઈ ગયા હોય કે નિીજથવાને અભિમુખ હોય તે પરિણામશુદ્ધ છે. પ્રબળ માહની હાજરીમાં રાગદ્વેષની મંદતા હોડી નથી. (પ્ર. કેટલાક મિથ્યા દૃષ્ટિને ઉપશમ ભાવ દેખાય છે. તે કેવા જાણવા ? ઉત્તર-) સન્નિપાત વ્યાધિમાં કવચિત્ સ્વસ્થતા જેમ વધુ દુઃખનું કારણ છે તે જ રીતે આજ્ઞાખાહ્ય ઉપશમભાવ પણ દુઃખનું કારણ જાણવા.”
આ રીતે સિદ્ધ થાય છે કે સ્વચ્છંદ યતિઓની ક્રિયા અને ઉપશમભાવ પણ માહગર્ભિત હોવાથી પરિપકવ જ્ઞાનમૂલક નથી. ૫૮ા
[ગુરુકુળવાસ વિના ભિક્ષાશુદ્ધિ પણ કષ્ટ !]
પ્રશ્ન:-સ્વચ્છંદ યતિઓની ગુરુકુળ વાસત્યાગ વગેરે ક્રિયા શ્રમમૂલક હોવા છતાં શુદ્ધ આહાર ગ્રહણ વગેરે તે ભ્રમમૂલક હોતાં નથી, તેમજ જે ક્રિયાઓનું પાલન છેડી દીધું છે તે ક્રિયાઓનાં પ્રતિપાદક ભગવદ્વચનામાં બહુમાન ન હોવા છતાં અપરિત્યક્ત શુદ્ધ આહાર ગ્રહણ વગેરે ક્રિયાઓનાં પ્રતિપાદક ભગવચનામાં તા બહુમાન હોય છે, વળી જે અંશમાં બહુમાન નથી તે અંશમાં પણ અન્યદર્શની મિથ્યાષ્ટિઓની જેમ ગાઢ વિપર્યાસ બુદ્ધિને અધાપા હોતા નથી, તે પછી તેએની બધીજ ક્રિયાઓને કષ્ટમાત્રલક શી રીતે કહેવાય ? આ પ્રશ્નના ઉત્તર નીચેપ્રમાણે
--
तेर्सि अवकगामी परिणामो णत्थि तेण किरिआए । अन्नाणे बहुपडणं ववहारा णिच्छया णियमा ॥ ९ ॥