________________
ઉપદેશ : ૬-અપ્રધાન દ્રવ્યાજ્ઞાપાલન મેક્ષાંગ નથી
ન હવામાં વિરોધ નથી. તાત્પર્ય એ છે કે પ્રાધાન્ય–અપ્રાધાન્યના વિચારમાં સકૃત બંધક આદિની દ્રવ્યાજ્ઞા અસદ્ગહના ત્યાગરૂપી ફળની અપેક્ષાએ ગ્ય એટલે કે અસદ્મહત્યાગજનક હોવાથી પ્રધાન દ્રવ્યતા છે તે પણ પરમાર્થ દષ્ટિએ ભાવાજ્ઞાની આરાધનામાં તે સાવ નિરૂપગી હોવાથી અપ્રધાન છે. અને તેથી ભાવજનનગ્રતા રૂપ દ્રવ્યત્વ નથી, પરંતુ અપ્રધાન દ્રવ્યત્વ છે. દા. ત. ઘટ પ્રત્યે કુંભાર સર્વથા યંગ્ય છે, કિંતુ કુંકારને પિતા ઘટનિરૂપિત ગ્યતાવાનું નથી. અર્થાત્ કુંભકાર જેમ ઘટ પ્રત્યે હેતતા ધરાવે છે એવી મુખ્ય હેતુતા કુંભકારના પિતામાં નથી, કિંતુ પરંપરાએ અત્યંત ગૌણ હેતુતા છે. તે જ રીતે સમ્યગ દર્શન આદિમાં અસગ્રહપરિત્યાગ જ હેતુ છે, દ્રવ્યદીક્ષા તે અસદ્દગૃહપરિત્યાગ કરાવીને કૃતકૃત્ય બની જવાથી સમ્યગ દર્શન પ્રતિ અન્યથા સિદ્ધ થઈ જવાથી તેના નિયત હેતુરૂપ નથી.
સિકૃબંધક આદિની દ્રવ્યાજ્ઞા ભાવસાધક કેમ નહીં ? શકા :–અપુનર્ધધક આદિની દ્રવ્યાજ્ઞા માં ભાવજનન ચેતા માનવામાં આવી છે. ત્યાં પણ અસંગ્રહના ત્યાગ વિના તે નથી જ થવાની. જે અસગ્રહ ત્યાગના માધ્યમે અપુનબંધકની દ્રવ્યાજ્ઞાને ભાવસાધક માનવામાં આવે તે સકૃતબંધક આદિની દ્રવ્યાજ્ઞાને પણ અસદુગ્રહ પરિત્યાગૂ દ્વારા ભાવસાધક માનવામાં કોઈ વિરોધ નથી. કારણકે વ્યાપાર દ્વારા વ્યાપારી અન્યથાસિદ્ધ થઈ જતા નથી. દા. ત. ચકબ્રમણું રૂપ વ્યાપાર દ્વારા વ્યાપારી દંડ ઘટરૂપ કાર્ય પ્રતિ અન્યથાસિદ્ધ માનવામાં આવતો નથી. આમ ન માનીએ તો અપનબંધકની દ્રવ્યાજ્ઞા પણ ભાવસાધક રહેશે નહિ. કારણ કે, ત્યાં પણ અસદ્દગૃહનો ત્યાગ વિના ભાવ સિદ્ધ થવાનું નથી. સમાધાનઃ-માત્ર અસગ્રહના ત્યાગ દ્વારા જ હેતુતા માનવાની હોય તે ઉપરોક્ત રીતે કઈ બાધ નથી કિંતુ શાસ્ત્રમાં જેને સમ્યગદર્શનથી દૂર કહે છે તેની દ્રવ્યાજ્ઞા અગ્ય છે, અને શાસ્ત્ર દષ્ટિએ જે સમ્યગૂ દર્શનની નજીક છે તેની દ્રવ્યાજ્ઞા યેગ્ય છે આ પ્રકારની વ્યવસ્થા છે. અત્રે સમ્યગદર્શનનું દૂર–સમીપ કાળકૃત ન સમજવું, કિંતુ પ્રકિયાકત સમજવું, અર્થાત અપુનબંધુક ને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિમાં અ૯૫પ્રક્રિયામાંથી પસાર થવાનું છે જ્યારે સકૃતંબંધક આદિને વધુ પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. તે એ રીતે કે એકવાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધશે, વળી તેને અંતઃકટાકેટી સ્થિતિમાં લાવશે ત્યારે તેનામાં સમ્યગ્ર દર્શન પ્રાપ્ત કરવાની યેગ્યતા પ્રગટશે. હેતુ એકસરખા દેખાવા છતાં પણ ફળની સત્વર પ્રાપ્તિ અને વિલંબથી પ્રાપ્તિ થતી હોય તો માનવું જ પડે કે તે હેતુઓમાં કાંઈક ભેદ છે, તે અહી પણ સકૃતબંધકને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ દૂર અને અપુનબંધકને નજીક હોવાથી બન્નેની દ્રવ્યાજ્ઞા ભિન્ન ભિન્ન છે.
રિપ બદલાયા વિના કાર્ય અસિદ્ધ આ રીતે હેતુઓમાં ભેદ માનવામાં ન આવે અર્થાત્ સહકારી–ગ્ય હેતુ રૂપે જે અભિપ્રેત છે તેના તે જ હેતુ દ્વારા પૂર્વમાં અસંપનકાર્ય ઉત્તરકાળમાં સંપન્ન થાય છે. ત્યાં તે હિતમાં કિંચિત્ સ્વરૂપનું પરિવર્તન માનવામાં ન આવે તેમાં સહકારી રૂપે ગ્યતા પણ ઘટી શકશે નહિ. કારણકે નિષ્ક્રિય અવસ્થામાં દંડ અને અન્ય પથ્થર વગેરે ઉદાસીન પદાર્થોમાં કઈ તફાવત રહેશે નહિ. તફાવત રાખવું હોય તે માનવું પડે કે સ્વરૂપપુરાવૃત્તિ દ્વારા નિષ્ક્રિય દંડ સક્રિય બનીને ઘટ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ પથ્થર નહિ, માટે ઘટ પ્રતિ દંડ સહકારીયેગ્યહેતુ કહી શકાય, પરંતુ પથ્થર નહિ. આ વિષયનું વધુ વિવરણ શાસ્ત્રવાર્તા સમુચ્ચય ગ્રંથની ટીકા સ્યાદવાદકલ્પલતા માં વિસ્તારથી કરવામાં આવ્યું હોવાથી અહીં અધિક પ્રયાસ કર્યો નથી. ૨૧