________________
આ સુવાક્યોના સંગ્રહની ડાયરીથી આપણે ચોક્કસ જાણી શકીએ છીએ કે ઉમંગભાઈને અંતરથી ઉચ્ચ આચાર-વિચારમાં ઊંડો રસ હતો. સુંદર-સુડોલ સુવાચ્ય અક્ષરોમાં ઉમંગભેર-ખરાદિલથી તેઓએ આ મહેનત કરી હોય તેવું ડાયરી જોતાં આપણે કહી શકીએ છીએ. તેઓએ કરેલી મહેનત અન્ય જીવો સુધી પહોંચે અને ધૂપસળી'નું સુંદર ઉદાહરણ પુરું પાડે, તે હેતુથી તેમના સ્વજનો-માતાપિતા-બંધુ-બહેનો તરફથી આ પ્રકાશનનું કાર્ય હાથ ધર્યું છે, તે અનુમોદનીય છે. સ્વર્ગસ્થના આત્માને તે સાચી શ્રદ્ધાંજલિ છે.
સંતોના સુવાક્યો સુક્તિરત્નોના માધ્યમથી પ્રત્યેકે પ્રત્યેક જીવને સદ્ગુણ સંપન્ન જીવન જીવવાની સ-પ્રેરણા સંપ્રાપ્ત થાઓ અને સર્વ જીવોનું શુભ-મંગલ થાઓ એવી અંતરની પ્રાર્થના-ભાવના-શુભાશિષ સાથે વિરમું છું.
સત્-પુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.”
જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપ જિંદગી લાંબી લાગશે.”
- પરમજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી
સંત ચરણરજ આત્માર્થી પ્રકાશ ડી. શાહના જય પ્રભુ સંવત ૨૦૬૧, વૈશાખ સુદ ૧ 6 તા. ૯-૫-૨૦૦૫, અમદાવાદ
XIII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org