________________
આશીર્વચન
113044:11
‘બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો.'
Jain Education International
મનુષ્ય ભવની પ્રાપ્તિ ઘણાં પુણ્યથી થાય છે. તેમાં પણ સંસ્કારી માતા-પિતા, ઉચ્ચ કૂળ, સદેવ-ગુરૂ-ધર્મનો સુયોગ પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. આવો સુયોગ પ્રાપ્ત થયા પછી પણ અંતરથી ‘ધર્મ’ કરવાની રૂચિ ઉત્પન્ન થવી અને તે રૂચિ અનુસાર પુરૂષાર્થ થવો અતિ અતિ દુર્લભ છે. વિરલા જીવો આયુષ્યની પૂર્ણતા પહેલા ‘આત્મસિદ્ધિ” રૂપી મહાન કાર્ય સિદ્ધ કરી શકે છે.
·
આવું હોવા છતાં ભાગ્યશાળી જીવો કોઈનેકોઈ પ્રકારે સત્-પ્રવૃત્તિ કરી સત્કાર્યોની સુવાસ ફેલાવી જાય છે. જેમ ધૂપસળી’ પોતે બળતી જાય છે પરંતુ ઉત્તમ સુવાસ અર્પતી જાય છે. તેવું જ સદ્ગુણી મનુષ્યનું પણ છે. મૃત્યુ પહેલાં તે કાંઈનેકાંઈ સત્સંસ્કારોની ‘મૂડી’ પરભવમાં લઈ જાય છે અને સમાજ માટે ‘સત્સંસ્કારોની સુવાસ’ મુકતો જાય છે.
શ્રીમદ્ રાજચંદ્રજી
ઉમંગભાઈએ ભરયુવાન વયે દેહ ત્યાગ કર્યો. જન્મ-મૃત્યુ કુદરતના હાથમાં છે પરંતુ સાદું જીવન - ઉચ્ચ વિચાર માનવીના હાથમાં છે. ઉમંગભાઈ દેસાઈ અલ્પ આયુષ્યવાળા જીવનમાં પણ ત્રણ સુંદર ડાયરી તૈયાર કરતા ગયા છે. જેમાં સંતો-ભક્તો-ચિંતકો-જ્ઞાનીઓધર્મગ્રંથોના સુવાક્યોનો સુંદર સંગ્રહ છે.
XII
For Personal & Private Use Only
www.jainelibrary.org