________________
તે ફાધર વાલેસની સૂક્તિ પ્રમાણે જીવ્યો - “સરળતાથી જીવવામાં, છે સરળતાથી બોલવામાં, સરળતાથી વિચારવામાં ધર્મ-વિદ્યા અને ( ચારિત્ર્યનો વિનય છે. આ ત્રણે ઉમંગ સાધી શક્યો. એમ કહું કે સમ્યગુ દર્શન-જ્ઞાન અને ચારિત્ર્ય પામી શક્યો. તેની પ્રમાણિકતાનો આધાર હતો.
મોત અને માંદગીની સમતા તેણે પ્રાપ્ત કરી હતી. મોત અને માંદગી વખતે તમારા ચિત્તને પ્રસન્નતા આપી શકે તેવા તત્ત્વોને પકડી શકશો તો મળેલ આ કીમતી જીવન અચૂક સફળ બની જશે. અને તેણે આ રીતે જીવન અને મૃત્યુને સફળ બનાવ્યા.
આ ૧૬૦૦થી વધુ સુવાક્યો જીવનનાં એકએક પ્રસંગ, સ્વભાવ, મનની ભાવના, કર્તવ્ય, શાંતિ, ક્ષમા, પરોપકાર, ચિત્તની સ્વસ્થતા, મૈત્રી, કરૂણા, દયા વગેરે ભાવોને પ્રતિબિંબિત કરે છે. અહીં દરેક વાક્યની વ્યાખ્યા શક્ય નથી પણ એક જ વાક્ય સુઝે છે કે હે ઉમંગ! તે આ મહાપુરૂષોના આદર્શ વાક્યોને જીવનમાં ઉતારીને જીવન ધન્ય બનાવ્યું છે અને આ સંગ્રહ અનેક લોકોને જીવનની ધન્યતા પામવા માર્ગદર્શક કેડી બનશે.”
તે જે ઉમંગથી આ ચારિત્ર્યનો દીપ પ્રકટાવ્યો છે તે યુગો સુધી અન્ય લોકોને પ્રકાશ ચીંધશે. માનવને માનવતા તરફ જવા દિશા નિર્દેશ કરશે. - તું લેખક નહતો પણ લેખકોનો પ્રેમી હતો અને પ્રેમી જીવતે સુવાસ ને સર્વત્ર નિઃસ્વાર્થભાવે પ્રસરાવે છે તેમ તે પ્રસરાવી છે.
તારી આ ભાવનાની કદર કરી તેને ઉંમરમાં નાનો હોવા છતાં પ્રણામ કરવાની ભાવના થઈ છે. આ ભાવના જ મારી ભાવાંજલિ છે.
ડૉ. શેખરચંદ્ર જૈન
પ્રધાન સંપાદક – “તીર્થકર વાણી રાષ્ટ્રીય અધ્યક્ષ - ભગવાન ઋષભદેવ જૈન વિધ્વત મહાસંઘ
અમદાવાદ
XI
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org