________________
છેલ્લા દિવસે જાણે અનંતની યાત્રાએ જવાનો પૂર્વાભાસ થયો હોય તેમ સવારથી તૈયાર થઈ દેરાસરોમાં ભગવાનની ભક્તિ કરી દુકાને આવ્યો. કામવાળી બેનની સાથે વાતો કરી અને ભગવાનનો દીવો પ્રકટાવતા પૂર્વે જ જીવનદીપ બુઝાઈ ગયો. જાણે ધરતીનો દીપક સ્વર્ગમાં પેટાવા યાત્રાએ નીકળી પડ્યો.
તેણે વધારે લૌકિક શિક્ષણ મેળવ્યું ન હતું પણ તેનો વાંચન પ્રેમ, સત્સાહિત્ય પ્રત્યે અનન્ય સાન્નિધ્ય તેને અનાયાસે એક ઉત્તમ સંગ્રાહક લેખક બનાવી ગયો. તેણે વિશ્વનાં વિવિધ ક્ષેત્રનાં મહાન પુરુષોના લગભગ ૧૬૦૦થી વધુ ઉત્તમ વાક્યોનો સંગ્રહ કર્યો. ખુબીની વાત તો એ છે કે તે વાક્યોનો તેણે માત્ર કાગળ પર સંગ્રહ કર્યો નહીં પણ અંતર પટલ પર અંકિત કર્યા છે. કારણ કે તે પ્રમાણે તે જીવ્યો અને મૃત્યુને પણ ધન્ય બનાવી શક્યો. આ ગુણ તે મન-વચન-કર્મની એકાગ્રતા સૂચવે છે. કૃત-કારિત અનુમોદનાને સમર્થન આપે છે. તે જેવો બાહ્ય સુંદર હતો તેવો જ અંતરથી પણ સુંદર બન્યો. આ મહાનુભાવોના સાહિત્ય સંપર્કથી. ઉમંગની જીંદગીનો ઉમંગ જ મહાપુરુષો દ્વારા પ્રાપ્ત પ્રેરણા છે. તે પ્રથમ વાક્ય જ નોંધે છે.
‘ઉમંગ વિનાનું જીવન, જીવન છે ખરું ?'
આ વાક્ય જ તેને યથા નામ તથા ગુણ પ્રમાણ જીવવાનું શીખવતો રહ્યો. તેના ચહેરાનો ઉમંગ જ તેના મનનાં ઉમંગનું પ્રતિબિંબ હતું. તે તો ‘ક્ષમા’ નું ઉચ્ચારણ કરી હસતો ગયો પણ મોહવશ સહુને અશ્રુ આપતો ગયો. જો કે આ અશ્રુનો અર્ધ્ય તેના માટે જ હતો.
તેણે બીજી જ કવિતામાં જૈન દર્શનની બાર અનુપ્રેક્ષા જ ઉતારી છે. જેમાં અનંતની વિદાઈની સાચી સ્થિતિ વર્ણવી છે.
Jain Education International
X
For Personal & Private Use Only
www.jainelibrary.org