Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 12
________________ ઉમંગનો ઉમંગ દરેક માણસ જન્મે છે, મોટો થાય છે, જીવે છે અને મૃત્યુ પામે છે. આ સાધારણ પ્રક્રિયા છે પણ કેટલાક એવા જન્મે છે કે નશ્વર દેહ છોડ્યા પછી વધુ જીવંત અને સ્મરણીય બને છે. આ સ્મરણમાં છુપાયેલો હોય છે તેનો મધુર, મિલનસાર, પરોપકારી, પ્રેમાળ અને સર્વપ્રિય મૈત્રીપૂર્ણ વ્યવહાર. આપણે સહુ જાણીએ છીએ અને વાંચીએ છીએ કે મૃત્યુ પછી બધું જ અહીંયા રહી જાય છે, સાથે કશું જ જતું નથી. વાત સાચી, દેહ સાથે કશું જ જતું નથી. શેષ રહે છે માણસના કાર્યો, અને આવા કાર્યોમાં તેના સ્વભાવ, વાણી, વર્તન સહુને પ્રેરિત કરનાર, પોતીકા બનાવનાર હોય તો તે વધુ નજીક અનુભવાય છે. આવો જ એક અદેશ્ય સ્પર્શ કે અનુભવ થાય છે ઉમંગના અહેસાસનો. ઉમંગ એટલે ગયા જન્મનો કોઈ સન્યાસી કે સ્વર્ગથી ચુત એવો આત્મા કે જે સંસારમાં આવ્યો હતો પ્રેમ પ્રસાદી વહેચવા. દેખાવે રૂપાળો પણ સ્વભાવે વધુ રૂપાળો. વાણીમાં સરસ્વતીનો વાસ અને અંતરમાં કરૂણા-પ્રેમ-મૈત્રીના ઝરતા ઝરણાં. બાલ્યાવસ્થાથી જ સ્વભાવે શાંતસહન કરી લેવાની વૃત્તિ, સહુને મિત્ર બનાવવાની ખેવના, ચહેરા પર હંમેશા નૃત્ય કરતું મધુર સ્મિત. પરિવારના સ્વજનો-આપ્તજનો માટે લાગણીનો છલકાતો સાગર. આવો લાડીલો હતો ઉમંગ. ઉંમરની સાથે આ બધી ભાવનાઓ પણ જવાન થતી ગઈ. દાદાદાદી, મા-બાપ, કાકા-કાકી, ભાઈ-ભાભી, ફોઈ-ફુઆ, મામા-મામી, માસા-માસી, બહેનો-ભત્રીજા બધાનો તે હતો લાડીલો અને આત્મીય સ્વજન. લૌકિક શિક્ષણ વધારે ન મેળવી શક્યો પણ અંતરના ઓજસતો પથરાતા ગયા અને સ્વભાવ વધુ પ્રેમાળ બનતો ગયો. તેનો વિસ્તાર પરિવાર, સગા-સંબંધીથી વિસ્તૃત થઈ મિત્રો, સાથી, વેપારી અને ? સહકર્મચારીઓ સુધી લહેરાવા લાગ્યો અને તેની ફળશ્રુતિ હતી કે તે VIII Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 232