________________
તેના બન્યા. જીવનમાં માત્ર ૩૮ વસંત જોનાર
સહુનો બન્યો અને સહુ ઉમંગ આમ તો નાની ઉંમરે વિદાય થયો પણ આ નાની ઉંમરમાં હજારો વર્ષ જીવ્યો અને લોકોને પ્રેરણા આપતો ગયો.
તેના વ્યક્તિત્વની વિશેષતા તો એ હતી કે તેની ઉંમરની સાથે ભોગવાસનાની વૃદ્ધિના સ્થાને ધર્મપ્રિયતા-ક્ષમા-કરૂણા જેવા ભાવ વધારે પુષ્પિત થયા. તેણે જૈન દર્શનનું વાંચન કરીને ઈતિશ્રી માની નહિં પણ તેને જીવનમાં ઉતારીને જીવવાની કળા વિકસાવી અને તેને કારણે જ તે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પ્રતિકૂળ સંજોગોમાં વાતાવરણમાં પણ સમતા જાળવી શક્યો અને ચહેરો હસતો રાખી શક્યો અને આ બધા સમતા ભાવમાં છુપાયેલ હતી તેની ભગવાન પ્રત્યેની ભક્તિ અને માબાપ અને વડીલો પ્રત્યેની આદર ભાવના. તેને માટે જેટલા ભગવાનના ઉપદેશો ગ્રાહ્ય હતા તેટલા જ પરિવારના વડીલોનાં આદેશ કે નિર્ણય માન્ય હતા. .
નાની ઉંમરમાં આંતરડાની ભયંકર બીમારી લાગુ પડી. વર્ષો સુધી શારીરિક પીડા થઈ પણ આવા સમયે પણ ‘અશુભ કર્મો છે ભોગવ્યા વગર છુટકો નથી’ માની પોતાની દઢતા-ધર્મ-શ્રદ્ધા છોડી નહિં અને તેવા જ સ્મિત ભાવે તેનો સામનો કર્યો. એક યોદ્ધાની જેમ તે બીમારીને હંફાવી શક્યો. લગભગ ૨ વર્ષ પૂર્વે મોટામાં મોટું ઓપરેશન થયું. જે લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું. ૩૦૦ નિષ્ણાંત ડૉક્ટરો વી.એસ. હોસ્પિટલના પ્રાંગણમાં આ ઓપરેશનના સાક્ષી બન્યા અને તે સમયે ઓપરેશન થીયેટરમાં જતા પૂર્વે ભયની લાગણી નહીં - ઉલટું બધાને પ્રસન્ન કરતાં કરતાં બોલ્યો - ‘ચાલો, ફિર મિલેંગે બ્રેક કે બાદ' અને પ્રસન્ન ચિત્તે ઓપરેશનના થીયેટરમાં ગયો. મનની દૃઢતા, ધર્મની શ્રદ્ધા અને પુણ્યના પ્રતાપે એકદમ સાજો થયો. જીવનમાં પુનઃ પુષ્પો ખીલ્યા. વધુ સારુંદુકાને ધંધે પૂર્વવત - સૌની સાથે સ્નેહલ વ્યવહાર.
Jain Education International
IX
For Personal & Private Use Only
www.jainelibrary.org