Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૭
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩ भाव्यन्त इति भावनाः
-ખાસ કાળજી પૂર્વક વિશેષ પ્રકારની અનૂકૂળ પ્રવૃત્તિઓ સેવવામાં ન આવેતો સ્વીકારવા માત્રથી વ્રતો કંઈ આત્મામાં ઉતરતાં નથી. તેથી ગ્રહણ કરેલા વ્રતો જીવનમાં ઉંડા ઉતરે તે માટે, દરેક વ્રતને અનુકૂળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિઓ સ્થૂળ દ્રષ્ટિએ ખાસ ગણવામાં આવી છે જે પ્રવૃત્તિ ભાવનાના નામથી પ્રસિધ્ધ છે.
જ અહિંસા વ્રતની પાંચ ભાવનાઓઃ
–ઈર્યાસમિતિ,મનોગુપ્તિ,એષણાસમિતિ,આદાન નિક્ષેપણ સમિતિ અને આલોક્તિ પાન ભોજન એ પાંચ ભાવના અહિંસા વતની કહી છે
ભાષ્યઃ-હિંસાયા: સમિતિ:, મનપ્તિ, પુષUITત: માનપUIક્ષતિ:, आलोकितपानभोजनमिति ।
દિગમ્બર સૂત્ર-૪-વાર્મનાતીર્યવાનનિક્ષેપણમત્યોકિતનપોઝનીને પૂછ્યું -૧ ઈર્યાસમિતિઃ# સ્વપરને ફલેશ ન થાય તેવી રીતે યતના પૂર્વક ગતિ કરવી તે ઇર્યાસમિતિ
# જયાં લોકોનું ગમનાગમન થતું હોય, અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે જીવ રક્ષા માટે યુગ પ્રમાણ [અર્થાત સાડાત્રણ હાથ દ્રષ્ટિ રાખીને ચાલવું
# પોતાના શરીર પ્રમાણ સાડા ત્રણ હાથ ભૂમિને જોઈને ચાલવું કે જેથી કોઈ જીવની વિરાધના ન થાય તેવા ગમનાગમન ને ઇર્યાસમિતિ કહે છે.
ईरणम् ईर्या-गमनं तत्र समितिः सङ्गतिः श्रुतरूपेणआत्मनः परिणामः, तदुपयोगिना पुरस्ताद् युगमात्रया दृष्ट्यास्थावरजङ्गमानि भूतानि परिवर्जन्नप्रमत इत्यादिको विधिः ईर्या समिति:
-૨ મનોગુપ્તિઃ# મનને અશુભ ધ્યાનથી રોકી શુભ ધ્યાને લગાડવું તે મનોગુપ્તિ # આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાનમાં મનનો ઉપયોગ રાખવો ૪ મનોયોગને રોકવો અથવા રૌદ્રધ્યાનાદિ દુષ્ટ વિચારોને છોડવા તેને મનોગુપ્તિ કહે છે 2 मनसो गुप्ति: मनोगुप्तिः । मनसो रक्षणमार्तध्यानाप्रचारः धर्मध्याने चोपयोगो मनोगुप्ति: -૩-એષણા સમિતિઃ- [નોંધઃ-દિગમ્બરો અહીં વા૫તિ નું કથન કરે છે]
જ વસ્તુનું ગષણ,તેનું ગ્રહણ કે તેનો ઉપયોગ એ ત્રણ પ્રકારની એષણામાં દોષ ન આવે માટે ઉપયોગ [સાવચેતી રાખવી તે એષણા સમિતિ
૪ ગવેષણા,પ્રહરૈષણા ગ્રામૈષણા એ ત્રણ પ્રકારની એષણામાં ઉપયોગ પૂર્વક વર્તવું ૪ શાસ્ત્રોકત ભોજનાદિ ની શુધ્ધિ નું પાલન કરવાને એષણા સમિતિ કહે છે.
एषणा-गवेषणा-ग्रहण-ग्रास भेदात् विधा । तत्र असमितस्य षण्मपि कायानामपघात: स्यात् । यतस्तत् संरक्षणार्थम् एषणासमितिः समस्तेन्द्रियोपयोग लक्षणा । -૪-આદાન નિક્ષેપણા સમિતિ:
વસ્તુને લેવા મૂકવામાં અવલોકન અને પ્રમાર્જન આદિ દ્વારા યતના [કાળજી]
અ. ૭/૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org